September 20, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ૭ રથયાત્રા, ૪ શોભાયાત્રા; 4,000 પોલીસ જવાનો ખડેપગે! જાણો રથયાત્રાનો રૂટ કયો હશે?

Surat CP Press Conference Rath Yatra 2024
  • સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ૭ રથયાત્રા, ૪ શોભાયાત્રા અને ૧ મહાપ્રસાદીનું આયોજન
  • રથયાત્રામાં સુરત શહેર પોલીસ દ્વારા ૩ જે.સી.પી, ૮ ડી.સી.પી. ૨૦ એ.સી.પી. ૪૧ પી.આઈ. ૧૫૦ પીએસઆઇ અને ૪૦૦૦ હજારથી વધુ પોલીસ જવાન ખડેપગે બંદોબસ્તમાં જોડાશે
  • આધુનિક સુવિધાયુક્ત ૬૦૦ બોડીવોર્ન કેમેરા, ૮૭૦ જેટલા સીસીટીવી કેમેરા સાથે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાશે

સુરત/ જય જગન્નાથ, રથયાત્રા: સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની અધ્યક્ષતામાં સુરત શહેરમાં ૭મી જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં સુરત શહેરના સંયુક્ત પોલીસ કમિશનર વાબાંગ જમિર અને એન.કે.ડામોર પણ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે હજારો લોકો શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક આ યાત્રામાં ભાગ લે છે. એને અનુલક્ષીને પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એ ઉપરાંત શહેરી જનોને રથયાત્રાના રૂટ અંગે પણ માહિતી આપવામાં આવી છે, જેથી ટ્રાફિકની અગવડના પ્રશ્નો નિવારી શકાય.

કેવો છે બંદોબસ્ત, કેવી છે તૈયારી?

કેવો છે બંદોબસ્ત, કેવી છે તૈયારી?

તા.૭ જુલાઇએ સુરત શહેરમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે જેમાં ૦૭ રથયાત્રા, ૦૪ શોભાયાત્રા તેમજ એક મહાપ્રસાદીનુ આયોજન કરાશે. આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું કે, શહેરમાં તા.૭મીએ રથયાત્રાના આયોજન અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમજ આધુનિક સુવિધાયુક્ત ૬૦૦ બોડીવોર્ન કેમેરા, ૮૭૦ જેટલા સીસીટીવી કેમેરા સાથે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની સુચના મુજબ કોમ્બીંગ તેમજ હોટલ ગેસ્ટ હાઉસ ચેકીંગ સાથે ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા વ્યક્તિઓ ઉપર વોચ રાખવામાં આવી રહી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને પુરતી તકેદારી રખાઈ રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, રથયાત્રામાં સુરત શહેર પોલીસ દ્વારા ૩ જે.સી.પી, ૮ ડી.સી.પી., ૨૦ એ.સી.પી., ૪૧ પી.આઈ., ૧૫૦ પીએસઆઇ અને ૪૦૦૦ હજારથી વધુ પોલીસ જવાન ખડેપગે બંદોબસ્તમાં જોડાશે. સંયુક્ત પોલીસ કમિશનર, ડી.સી.પી., એ.સી.પી., પો.ઇન્સ. દ્વારા અલગ અલગ સ્તરે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી છે. રથયાત્રા આયોજકો, ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ ધર્મગુરૂઓ સાથે રથયાત્રાના આયોજનનું સંકલન કરાયું છે, જેમાં તેમનો ઉમદા સહકાર મળ્યો છે. રૂટ ડાયવર્ઝન તેમજ ભારે વાહન પ્રતિબંધ માટે ટ્રાફિકનુ જાહેરનામુ, હથિયારબંધી, ધ્વનિ પ્રદુષણના જાહેનામા બહાર પાડવામાં આવ્યા હોવાનું પોલીસ કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્ય રથયાત્રાનો રૂટ

મુખ્ય રથયાત્રાનો રૂટ

શહેરમાં મુખ્ય રથયાત્રા બપોરે ૨ વાગ્યે રેલ્વે સ્ટેશનથી શરૂ થઇ દિલ્હીગેટથી ફાલસાવાડી સર્કલથી બ્રિજ નીચે થઇ સહારા દરવાજા બ્રિજ નીચેથી રિંગરોડ ટેક્ષટાઇલ માર્કેટ-માનદરવાજા- ઉધના દરવાજા બ્રિજ નીચેથી મજુરાગેટ- અઠવાગેટ- સરદાર બ્રિજ થઇને ગુજરાત ગેસ સર્કલથી ચોકસીવાડી, ઋષભ ચાર રસ્તા રાંદેર રોડ-નવયુગ કોલેજ-તાડવાડી ત્રણ રસ્તા- પાલનપુર પાટીયા- રામનગર થઇ મોરાભાગળ- સુભાષબાગ ગાર્ડન સર્કલ-જહાંગીરપુરા ઓવરબ્રિજ નીચેના ત્રણ રસ્તા-જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જમણે ટર્ન લઇ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે પૂર્ણ થશે.

 

 

Group 69

 

 

 

Related posts

સુરત/ પી.પી સવાણી પરિવાર દ્વારા આયોજિત ‘માવતર’ લગ્નોત્સવમાં 75 પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં,રાજકીય મહાનુભાવો અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન

Sanskar Sojitra

દાહોદનાં જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખિલખલાટ દિવસ ઉજવાયો

KalTak24 News Team

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો,બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી