રાજ્યમાં અકસ્માતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત નોંધાયો છે. આ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત થયા છે. કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતા કારમાં રહેલા તમામ લોકોના મોત નિપજ્યા છે. ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારના અધેલાઈ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અથડાયા હતા. જેમાં કારમાં સવાર તમામ લોકોના મોત નિપજ્યા છે. ભાલ વિસ્તારમાં અકસ્માતના પગલે વેળાવદર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
મળતી પ્રાથમિક વિગતો અનુસાર અમદાવાદનો પરિવાર પાલિતાણાથી પરત ફરી રહ્યો હતો ત્યારે આશરે રાત્રીના 9.30 વાગ્યાના અરસામાં ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયાં હતા.
હાઈવે પર ચિચિયારીઓ ગુંજી ને લોકોનાં ટોળાં દોડ્યાં
અકસ્માતને પગલે હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને 108ની ટિમ તેમજ પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ તથા 108 ટીમને થતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સ્થાનિકોની મદદથી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પરિવાર અમદાવાદનો છે
વિશેષમાં મળતી માહિતી મુજબ, પાલીતાણા મહાતીર્થ દર્શન કરી અને પરત અમદાવાદ જઈ રહેલ પરિવારને અધેલાઈ પાસે અકસ્માત થતાં પાંચ વ્યક્તિઓના સ્થળ પર જ કરુણ મોત નીપજયું છે. જેમાં એક 10 થી 12 વર્ષની ઉંમરનું બાળક છે. અને એક આધાર કાર્ડ મળ્યું છે જેમાં મહાવીર કુમાર રતનલાલ જૈન જે અમદાવાદના વિરાટ નગરનો પરિવાર છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp