September 14, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ પી.પી સવાણી પરિવાર દ્વારા આયોજિત ‘માવતર’ લગ્નોત્સવમાં 75 પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં,રાજકીય મહાનુભાવો અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન

Marriage of 75 daughters in ‘Mavtar’ marriage festival in Surat

Marriage of 75 daughters in ‘Mavtar’ marriage festival: પીપી સવાણી ગ્રુપ(P.P Savani) દ્વારા આજે ‘માવતર’ના નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં 75 દીકરીઓ આજે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી(Mahesh Savani) અને સમગ્ર પી.પી.સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી. લગભગ 5000 દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે. આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું.

જુઓ VIDEO:

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે રવિવારની સાંજે ઢોલ ઢબુક્યા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સાંસદ શ્રી સી.આર.પાટીલ, ગુજરાત રાજ્યના મંત્રીશ્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયા, શ્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, મેયર દક્ષેશ માવાણી, એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના એમ.એસ.બિટ્ટા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

WhatsApp Image 2023 12 24 at 9.32.35 PM

પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ જણાવ્યુ હતુ કે, “સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે. સગો પિતા ન કરે દીકરીઓની એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે. પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ મહેશભાઈની બની ગઈ છે. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ હતું કે એ પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનના પ્રથમ દિવસથી જોડાયેલા છે.

WhatsApp Image 2023 12 24 at 9.32.35 PM 1

એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ એમ.એસ.બિટ્ટાએ જણાવ્યું હતું કે, જે બાળકનો કોઈ સહારો ન હોય એ બાળક, એ પરિવારનો સહારો બનીને સવાણી પરિવાર ઉભું રહ્યું છે. દીકરીને વિદાય આપીને આ પરિવાર અટકી નથી જતું પરંતુ એ પછીની તમામ જવાબદારી પણ નિભાવે છે.

WhatsApp Image 2023 12 24 at 9.32.33 PM

મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ સમારોહ એ સમૂહ લગ્ન નથી આ મારી દીકરીઓના લગ્ન છે. એક પિતા તરીકે હું જયારે દીકરીઓના અભ્યાસ, આરોગ્ય સહીતની જવાબદારી ઉઠાવું છું એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે છે અને અમે એ જ નિભાવીએ છીએ. મારી હયાતીમાં અને મારા પછી પણ આ દીકરીઓની ચિંતા સવાણી પરિવાર કરશે.સમાજના વિવિધ વર્ગ અને જ્ઞાતિની નિરાધાર દીકરીઓના આધાર બનવાનું એક આગવું અને ઉદાહરણીય કાર્ય કર્યું છે.

WhatsApp Image 2023 12 24 at 9.32.40 PM

25,000 લોકોએ અંગદાનના શપથ લીધા

જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સુરતમાં છેલ્લા બે વર્ષથી અંગદાન અને જાગૃતિ માટે કાર્ય કરે છે. સમૂહલગ્નના માંડવે પ્રસંગને માણવા આવેલા મુખ્ય મહેમાનો સહિત 25,000 થી વધુ લોકોએ જીવનદીપ ફાઉન્ડેશન સાથે અંગદાનના શપથ લીધા હતા. આ ફાઉન્ડેશનના માધ્યમની અત્યાર સુધીમાં લાખો લોકો અંગદાનના શપથ લઈ ચૂક્યા છે.

WhatsApp Image 2023 12 24 at 9.32.37 PM

અનેક જાણીતા મહાનુભાવોના 3D ચિત્ર બનાવનાર ચિત્રકાર હસમુખ માણીયાએ બનાવેલા બાપુજી શ્રી વલ્લભભાઈ સવાણીના ચિત્રનું અનાવરણ થયું હતું.

આ પણ વાંચો: મહેંદીના મધુર ગીતો સાથે પી.પી સવાણી ગ્રુપ આયોજિત ‘માવતર’ લગ્નોત્સવમાં 5000 થી વધુ લાડકડીઓના હાથોમાં મહેકી ઉઠી મહેંદી-પાલક પિતાએ પણ દીકરીના હાથોમાં મહેંદી મૂકી

WhatsApp Image 2023 12 24 at 21.31.03 838a5cab

પી.પી. સવાણી સેન્ટર ફોર એક્સલન્સના ચાર વિદ્યાર્થી જેમણે ધો.12 સાયન્સમાં નીટ અને જેઈઈમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું હતું એવા યુગ રમેશભાઈ ખોખરીયા, નીલ નિતેશભાઈ લાઠીયા, ધ્રુવ રસિકભાઈ પાનસેરિયા અને સુભાષ વિનોદભાઈ માંડવીયા 1,11,111/- ના ચેક અર્પણ કર્યા હતા.

WhatsApp Image 2023 12 24 at 9.32.38 PM

પી.પી.સવાણી પરિવારની દીકરીઓની સતત અને અવિરત સેવા આપતા 17 જેટલી સંસ્થા અને વ્યક્તિઓનું આ વર્ષે વિશેષ ઋણ સ્વીકાર કરીને એમનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. લગ્ન પછી કોઈ આ દીકરીઓને મફત તબીબી સેવા આપે તો કોઈ બ્યુટી પાર્લરની, કોઈ રસોઈ કળા શીખવે તો કોઈ દીકરીઓના હનીમુન અને હરવા-ફરવાની વ્યવસ્થા કરે છે. આ લોકો આર્થિક સહયોગ સાથે પોતાનો કિમતી સમય પણ આપતા હોય છે.

WhatsApp Image 2023 12 24 at 9.32.39 PM

નેપાળી યુગલના લગ્ન
ગુજરાત, ઓડિશા અને ઉત્તર પ્રદેશની દીકરીઓએ સાથે આ સમૂહલગ્નમાં ભારતના પાડોશી દેશ નેપાળના એક યુગલે પણ નવજીવનની શરૂઆત કરી હતી. ક્ષત્રિય રિચા અને રોકાઈ પિર્થુપ નામના યુગલે પીપી સવાણીના માવતરના માંડવે પોતાની વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. અહીંથી નવજીવનની શરૂઆત કરવા માટે બંનેએ ખુશી વ્યકત કરી હતી.

WhatsApp Image 2023 12 24 at 9.32.36 PM

હનુમાન ચાલીસા અર્પણ કરીને મહેમાનોનું સ્વાગત
આગામી મહિને કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર અને જેની રાહ વિશ્વના લોકો જોઈ રહ્યા છે, એ અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળે ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ નિમિતે આસ્થા અને ભગવાન શ્રી રામના સેવક તરીકે આવનાર દરેક મહેમાનોને શ્રી હનુમાન ચાલીસા આર્પણ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by KalTak24 News (@kaltak24news)

ટ્રીપો જંગલ પ્રા. લિ. દ્વારા પી.પી.સવાણી ગ્રુપની દીકરીઓની “માવતર” રૂપી ગંગા સ્વરૂપ 150 બહેનોને 6 દિવસ રહેવા, જમવા, આવવા – જવાનો તમામ સુવિધા સહિત ફકત 1001 રૂપિયામાં અયોધ્યા દર્શન કરાવવા માટે લઈ જવામાં આવશે.

કન્યા વિદાયે સૌની આંખો ભીંજાઈ
આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા – પિતા અને પરિવારનું હૈયુ હલાવી મૂકે છે. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશ ભાઇને ભેટીને દીકરીઓ સાસરા તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશ ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા.

 

Group 69

 

 

Related posts

Navratri 2023: ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર,રાત્રે 12 વાગ્યા બાદ પણ ચાલશે ગરબા,ગૃહ વિભાગે તમામ જિલ્લા પોલીસવડાને આપી મૌખિક સૂચના

KalTak24 News Team

સુરત/ AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા કેસરિયો કરશે,ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાશે, પત્રિકા થઈ ફરતી

KalTak24 News Team

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી;જાણી લો કેવા રહેશે નિયમો

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી