March 25, 2025
KalTak 24 News
Gujarat

દાહોદનાં જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખિલખલાટ દિવસ ઉજવાયો

  • જેકોટ આસપાસના ૭ ગામોની ૫૦ થી વધુ સગર્ભા મહિલાઓની કરાઇ આરોગ્ય ચકાસણી
  • સગર્ભા મહિલાઓને આ દિવસોમાં રાખવાની કાળજી, સંસ્થાકીય પ્રસુતિનું મહત્વ, નવજાત શીશુની સંભાળ બાબતે સમજ અપાઇ

દાહોદ: સગર્ભા મહિલા અને બાળકોનું સ્વાસ્થ્યની ખાસ કાળજી એ દાહોદનાં આરોગ્ય વિભાગની અગત્યની પ્રાથમિકતા છે ત્યારે દાહોદનાં જેકોટ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે ખિલખલાટ દિવસની ઉજવણી અંતર્ગત ૫૦ થી વધુ સગર્ભા મહિલાઓની આરોગ્ય ચકાસણ કરાઇ હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓને આ દિવસોમાં રાખવાની કાળજી, સંસ્થાકીય પ્રસૃતિની જરૂરીયાત તેમજ પ્રસૃતિ બાદ બાળકને છ માસ સુધી માતાના દૂધની આવશ્યકતા વગેરે જેવી બાબતો અંગે વિગતવાર સમજ અપાઇ હતી. તેમજ જે મહિલાઓને સારવારની જરૂર હતી, તેમને સારવાર પણ અપાઇ હતી. જેકોટના આસપાસના ૭ ગામોની સગર્ભા મહિલાઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

સગર્ભા મહિલાઓની આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ તપાસ, લોહીની તપાસ, વજન-ઊંચાઇ વગરેની તપાસ કરવામાં આવી હતી. જે સગર્ભા મહિલાઓનું હિમોગ્લોબીન ૮ ટકાથી ઓછું હતું તેમને જરૂરી સારવાર આપવામાં આવી હતી.

મહિલાઓને સગર્ભા અવસ્થા દરમિયાન રાખવાની કાળજી વિશે વિગતવાર સમજ નિષ્ણાંત મેડીકલ સ્ટાફ દ્વારા અપાઇ હતી. તેમજ સંસ્થાકીય પ્રસૃતિ કેટલી જરૂરી છે તે બાબત સમજ અપાઇ હતી. પ્રસૃતિ બાદ પણ બાળકની રાખવાની સંભાળ બાબતે પણ તેમને માહિતી આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમની એ ખાસ વાત હતી કે, અહીંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ખિલખિલાટના સ્ટાફ દ્વારા સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લેવામાં આવી હતી. મહિલાઓને ખિલખિલાટ વાહન દ્વારા તેમને ઘરેથી લાવવા તથા પરત મુકી જવાની વ્યવસ્થા કરાઇ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ તેમને ચા-નાસ્તા સહિતની સુવિધાઓ આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જેકોટના મેડીકલ ઓફિસર ડો. અવિનાર ડામોર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ખિલખિલાટનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભગીરથ બામણીયાના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.

કિશોર ડબગર (રિપોર્ટર,દાહોદ)

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related posts

ગાંધીનગર ખાતે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ-રાજ્ય કક્ષાના રમતોત્સવ-2024નો પ્રારંભ,પસંદગી પામેલા 260 ખેલાડીઓ રમતોત્સવમાં ભાગ લેશે

KalTak24 News Team

CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ દિલ્હી રવાના,ઉમેદવારો નક્કી કરવા બોલાવાઈ તાત્કાલિક મીટિંગ

KalTak24 News Team

જામનગરમાં અઢી વર્ષની બાળકી રમતાં રમતાં 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

KalTak24 News Team