પેમેંટ કરતી વખતે અનેકવાર ઈન્ટરનેટ કનેકશન કામ કરતું નથી

તેનાથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

આવા સમયે તમે USSD આધારિત મોબાઇલ બેંકિંગ સર્વિસની મદદ લઈ શકો છો 

જે ઈન્ટરનેટ કનેકશન વગર તમારે  પૈસા મોકલવા, પૈસા મેળવવા, UPIથી જોડાયેલા અન્ય કામની સુવિધા આપે છે. 

ઈન્ટરનેટ કનેકશન વગર UPI પેમેન્ટ કેવી રીતે કરશો ?

ઈન્ટરનેટ વગર UPI પેમેન્ટ કરવા માટે.... 

તમારા ફોનમાંથી *99# ડાયલ કરો અને 1 દબાવો 

જેને તમે પૈસા મોકલવા ઈચ્છતા હોવ તેમના UPI ID/ફોન નંબર/બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો 

બાદમાં જેટલા પૈસા મોકલવા ઈચ્છતા હો તેટલી રકમ અને UPI પિન દાખલ કરો 

જે બાદ તમારું પેમેંટ સફળતાપૂર્વક થઈ જશે (Source: ABP ASMITA)