December 3, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/ લાભ પાંચમ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વૃંદાવનમાં 20 દિવસે તૈયાર થયેલાં વિશેષ વાઘા અને સિંહાસને વડતાલ મંદિરની પ્રતિકૃતિનો કરાયો શણગાર;હજારો ભક્તોએ કર્યો દર્શન

Shri Kashtabhanjan Dada Photos: આજે વિક્રમ સંવત 2081ની કારતક સુદ પાંચમની તિથિ છે. ત્યારે સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિશેષ વાઘા અર્પણ કરાયા છે. આ સાથે આવતીકાલથી વડતાલમાં શરૂ થતાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવની નિમિત્તે વડતાલ મંદિરની થીમનો સિંહાસને શણગાર કરાયો છે.

આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામીએ કરી હતી. આ પછી શણગાર આરતી કોઠારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાની આરતીનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લઈને ધન્યતા અનૂભવી હતી.

આજે લાભ પાંચમના દિવસે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે કારતક સુદ પાંચમની તિથિ છે. ત્યારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાંથી વૃંદાવનમાં 15-20 દિવસની મહેનતે તૈયાર થયેલા જરદોશી વર્કવાળા અને ગુલાબ સહિતના ફુલની ડિઝાઈનવાળા વાઘા અર્પણ કરાયા છે. આ સાથે આવતીકાલથી વડતાલમાં વિરાજિત શ્રીલક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. જે અંતર્ગત દાદાના સિંહાસને વડતાલ મંદિરની પ્રતિકૃતિનો શણગાર કરાયો છે. આ પ્રતિકૃતિ વડોદરામાં ચાર લોકોએ ત્રણ દિવસમાં તૈયાર કરી છે. અહીં તેનો શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 3-3 કલાકનો સમય લાગ્યો હતો.

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરાજાહેર હત્યા,અજાણ્યા શખ્સોએ ઉપરાછાપરી ચપ્પુના ઘા મારતા યુવક ઘટનાસ્થળે જ ઢળી પડ્યો;પોલીસ કાફલો ઘટનાસ્થળે

KalTak24 News Team

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય/ તહેવારો દરમિયાન અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ કરાશે

KalTak24 News Team

રાજકોટ/કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે આગામી 21 જાન્યુઆરીએ 7 વર્ષ પૂર્ણ થતાં કેન્સર હોસ્પિટલનું 7 દીકરીઓ કરશે ભૂમિ પૂજન,કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ

Sanskar Sojitra
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News