December 3, 2024
KalTak 24 News
Gujarat

દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર બહાદુર અધિકારીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પાઠવી શ્રદ્ધાંજલિ

  • રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દુઃખના આ સમયમાં સ્વ.જે.એમ.પઠાણના પરિવારની સાથે છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gandhinagar News : દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર બહાદુર અધિકારીને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. અવસાન પામનાર અધિકારીશ્રીના પરિવારજનોને સાંત્વના પાઠવતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, દુઃખના આ સમયમાં રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ તેમની સાથે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા-પાટડી માર્ગ ઉપર કઠાળા ગામ પાસે ગઈ કાલે મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલની ત્રણ ટીમો દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા માટે વોચ પર હતી તે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલના આશાસ્પદ અધિકારી PSI શ્રી જે.એમ.પઠાણને એક ટ્રેલર ચાલકે અડફેટે લઈ લીધા હતા. આ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ગવાયેલા શ્રી પઠાણને તાત્કાલિક એસ.એમ.સીની ટીમો સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જઇ રહ્યા હતા તે દરમિયાન તેમને જીવ ગુમાવ્યો હતો.

ગુજરાત પોલીસે એક બહાદુર કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યા છે. આ અકસ્માતમાં દુઃખદ અવસાન પામનાર શ્રી પઠાણના પરિવારમાં માતા- પિતા, પત્ની અને ૧૪ વર્ષીય દીકરી તથા ૭ વર્ષીય દીકરો એમ બે નાના સંતાનો છે. અવસાન પામેલા અધિકારીના પરિવારજનો પ્રત્યે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સંવેદના વ્યક્ત કરી સાંત્વના પાઠવી છે.

 

 

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા 5 ઉમેદવારોએ ધારાસભ્યપદના શપથ લીધા,વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા

KalTak24 News Team

સુરત/ મન શરીરની અદ્રશ્ય ચેતના છે. જે જીવનને કુદરતની સાથે જોડે છે;વિચારોના વાવેતરમાં 80મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી;જાણી લો કેવા રહેશે નિયમો

KalTak24 News Team
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News