Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો

પનીર કોરમા: ખાસ ડિનર માટે યુનિક રેસીપી બનાવવા માંગતા હોવ તો તમે ઘરે પનીર કોરમા ટ્રાય કરી શકો છો, આ પનીરમાંથી બનેલી એક સ્વાદિષ્ટ વાનગી છે.

સામગ્રી પનીર, ડુંગળી, ટામેટા, લીલા મરચા, લસણની લવિંગ, ક્રીમ, આદુ, લાલ મરચું પાવડર, હળદર, કાજુ, તજ, તમાપત્ર, કોથમરી, તેલ, મીઠું.

સ્ટેપ-1 સૌ પ્રથમ પનીરને ક્યુબ્સમાં કાપીને તેને એક પેનમાં ફ્રાય કરી એક પ્લેટમાં રાખો.

સ્ટેપ-2 હવે એક મિક્સર જારમાં કાજુ, આદુ, લીલા મરચા અને લસણને ગ્રાઇન્ડરમાં નાખીને પીસી લો.

સ્ટેપ-3 હવે એ જ પેનમાં ફરીથી તેલ ગરમ કરી તેમાં તજ, લવિંગ, તમાલપત્ર વગેરે નાખીને સાંતળી લો.

સ્ટેપ-4 હવ બધા મસાલા ઉમેરીને પછી તેમાં ડુંગળી અને ટામેટાં નાખીને ફ્રાય કરો.

સ્ટેપ-5 હવે બધા મીઠું-મસાલા, કાજુ, આદુ, લીલા મરચા અને લસણની પેસ્ટ નાખીને મિક્સ કરો.

સ્ટેપ-6 હવે તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરો અને ગ્રેવી તૈયાર થઈ જાય પછી તેમાં પનીરના તળેલા ટુકડા ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો હવે કોથમરી ગાર્નિશ કરો, તૈયાર છે પનીર કોરમા. તેમે રોટલી, પરાઠા, ભાત વગેરે સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય રેસીપી માટે વાંચતા રહો.