February 9, 2025
KalTak 24 News
Gujaratસુરત

સુરતમાં કાતિલ દોરાએ વધુ એકનો લીધો જીવ,કીમ રેલવે ઓવરબ્રીજ પર પતંગની દોરીથી ગળું કપાતા યુવકનું મોત

a-young-man-died-after-his-throat-was-cut-by-a-kite-string-on-the-kim-railway-overbridge-surat-news

Surat News: હજુ તો ઉતરાયણ પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી છે એવામાં પતંગની દોરીથી વધુ એક યુવકનું ગળું કપાઈ જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઓલપાડ ના કીમ રેલ્વે ઓવરબ્રીજ પર આ ઘટના બની હતી કે જ્યાં પતિ-પત્ની બાઈક પર ઘરે જઈ રહ્યા હતા તે દરમ્યાન પતંગની દોરીથી પતિને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી અને તેનું મોત નીપજ્યું હતું.

પતંગનો દોરો ગળાના ભાગે વાગતા ગંભીર ઈજાઓ પહોંચી

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના શારદાગામ ખાતે રહેતા શૈલેષભાઈ એસ. વસાવા (ઉ.37) પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ તેઓ પત્ની સાથે બાઈક પર સાયણથી પોતાના ઘરે આવી રહ્યા હતા અને તેઓ કીમથી કીમ ચોકડી તરફ જતા કીમ રેલ્વે ઓવરબ્રીજ પરથી પસાર થતા હતા. ત્યારે પતંગનો દોરો અચાનક શૈલેષભાઈના ગળાના ભાગે વાગી આવી જતા તેઓને ગળાના ભાગે ગંભીર ઈજા થઇ હતી.

પીએમ અર્થ સીવીલ હોસ્પિટલ ખસેડાયો

ગળાના ભાગે ગંભીર ઈજા થતા શૈલેષભાઈનું ગળું કપાઈ ગયું હતું. તેઓને સૌ પ્રથમ કીમ સ્થિત હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હતું. શૈલેષભાઈના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.ઉત્તરાયણ ના દોઢ મહિના અગાઉથી કાતિલ પતંગના દોરાનો કહેર સામે આવતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાનો વધુ એક કિસ્સો,અમદાવાદના હર્ષ સંઘવીનું હાર્ટ એટેકથી મોત,પરિવાર સાથે રાજસ્થાન યાત્રાએ ગયા હતા

KalTak24 News Team

સુરત/ વાટલીયા પ્રજાપતિ સમાજે માનવતા મહેકાવી…7 વર્ષીય બ્રેઇનડેડ શિવમ ખસતીયાના અંગદાનથી ત્રણ લોકોને મળશે નવજીવન,જુઓ VIDEO

Sanskar Sojitra

રાજકોટમાં ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજાઈ, 50 કિલો વજનનાં 69 વર્ષીય વૃદ્ધ વડીલ 19 લાડવા અને 43 વર્ષીય મહિલા 10 લાડવા આરોગી વિજેતા બન્યા

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં