Rajkot News: લેઉવા પટેલના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદીરના આગામી 21 જાન્યુઆરીએ સાત વર્ષ પૂર્ણ થવા જવા રહ્યા છે. જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ત્રણ સંકલ્પ લેવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય,શિક્ષણ અને કૃષિ તેમાંનું એક આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન 21 જાન્યુઆરી રોજ થશે.
આગામી 21 જાન્યુઆરીએ વહેલી સવારમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતમાં 7 દીકરીઓના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી જોડાશે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મનસુખ માંડવીયા, રાજકીય મહાનુભાઓ પાટીદાર સમાજના આગેવાનો સહિતના બે લાખ પણ વધુ લોકોની મહાસભા યોજાશે.
ભૂમિ પૂજનનું લાઈવ ટેલિકાસ્ટ કાગવડ ખોડલધામ મંદિરે LED સ્ક્રિન ઉપર બતાવવામાં આવશે. ભૂમિ પૂજન બાદ ખોડલધામ મંદિર ખાતે સવારે 9થી 11 વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજીત 2 લાખથી વધુ લેઉવા પટેલ સમાજ સહિત દેશ વિદેશથી ભક્તો ઉમટી પડશે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એક મહિના સુધી દેશ વિદેશમાં આમંત્રણ આપવા માટે પ્રવાસ કર્યો હતો. જેને લીધે હાલ ખોડલધામ મંદિર ખાતે સ્ટેજ,ડોમ મંડપ સહિત કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 21 જાન્યુઆરીએ પાર્કિંગથી લઈને મંદિર અને કાર્યક્રમ સ્થળ સુધી 3થી 4 હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે રહેશે.
હોસ્પિટલનું ભૂમિ પૂજન સાત દીકરીઓના હસ્તે કરાશે
હોસ્પિટલનું ભૂમિ પૂજન સાત દીકરીઓના વરદ હસ્તે કરવામાં આવશે. અમરેલી ખાતે થનાર કેન્સર હોસ્પિટલના ભૂમિ પૂજનનું લાઈવ પ્રસારણ શ્રી ખોડલધામ મંદિર – કાગવડ સવારે 7 કલાકથી નિહાળી શકાશે. ભૂમિ પૂજન વિધિ સંપન્ન થયા બાદ શ્રી ખોડલધામ મંદિર-કાગવડ મુકામે લોક ડાયરો, અને સ્ટેજ કાર્યક્રમ યોજાશે. જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ભૂમિપુજન સમારોહના સાક્ષી બનવા માટે જાહેર આમંત્રણ પાઠવાયું છે.
21 જાન્યુઆરી ખોડલધામ ટ્રસ્ટ માટે ઐતિહાસિક દિવસ
21 જાન્યુઆરીનો દિવસ સમગ્ર લેઉવા પટેલ સમાજ માટે ગૌરવશાળી અને ઐતિહાસિક દિવસ રહ્યો છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ – કાગવડે તમામ કીર્તિમાન આ દિવસે જ પ્રસ્થાપિત કર્યા છે. 21 જાન્યુઆરી 2017ના દિવસે વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરમાં માતા ખોડલ સાથે 21 દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube