April 9, 2025
KalTak 24 News
Gujarat

સુરતવાસીઓને સાયબર ક્રાઈમથી બચાવવા અને જાગૃત્ત કરવા સુરત પોલીસની ઉમદા પહેલ;સુરત પોલીસ અને સાયબર ક્રાઈમ સેલ દ્વારા ‘સાયબર સંજીવની 3.0’નો શુભારંભ

surat-police-and-cyber-crime-cell-launch-cyber-sanjeevni-3-0-surat-news

સુરત: સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુના સહયોગથી અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે “સાયબર સંજીવની ૩.૦” અભિયાનનો શુભારંભ કરાયો હતો. સુરતવાસીઓને સાયબર ક્રાઈમ વિષે જાગૃત્ત કરવા અને મદદ પૂરી પાડતી સુરત પોલીસની ઉમદા પહેલ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સાયબર ઈન્ટેલિજન્સમાં ટેક્નોલોજીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગની સાથે તેનો દૂરૂપયોગ પણ થઈ રહ્યો છે. સુરતમાંથી દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે અને વિકાસમાર્ગે તેજ ગતિએ આગળ વધી રહેલા સુરતની સુરક્ષા અને સલામતી સાથે સાયબર સિક્યોરિટી પણ ખૂબ જ જરૂરી બની છે, ત્યારે સુરત પોલીસના પ્રયાસોથી સાયબર સેફ સિટી બનવા તરફ સુરત આગળ વધી રહ્યું છે, જે સરાહનીય છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, યુવાનો, યુવતીઓ, વડીલો સોશિયલ મિડીયા થકી સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે, અને નાછૂટકે આત્મહત્યા કરવા સુધી લાચાર બની જાય છે, સમાજ માટે આ ચિંતાજનક અને લાલબત્તી સમાન છે, ત્યારે સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકોએ પોલીસને ખુલ્લા મને પોતાની વાતો, મૂંઝવણ અને સાચી હકીકતો જણાવી દેવી જોઇએ, જેથી તેઓ ઝડપભેર કાર્યવાહી કરી શકશે. નાગરિકો સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સાયબર હેલ્પલાઈન નં. ૧૯૩૦ ઉપર કોલ કરીને સહાયતા મેળવવા સાથે ફરિયાદ કરી શકે છે એમ કહ્યું હતું.


આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ટેક્નોલોજીને સમજીને તેનો સાચો ઉપયોગ કરવો એને જ ફોરવર્ડ વિચારધારા કહી શકાય. અસામાજિક તત્વો સામાજિક દૂષણ ફેલાવવા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને લક્ષ્ય બનાવે છે. સાયબર ક્રાઈમને નાથવા માટેની આ લડાઈ માત્ર પોલીસની નથી, પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે. સુરત શહેરના ખૂણે ખૂણે સાયબર સંજીવની વેન ફરીને સાયબર ક્રાઈમથી બચાવવામાં પણ મદદરૂપ બની રહી છે.

આપણે સૌએ ઘરની તિજોરીની જેમ આપણા સોશિયલ મીડિયા અકાઉન્ટસમાં તમામ પ્રકારની માહિતી લોક રાખવા તેમજ અજાણ્યા વ્યક્તિની સોશિયલ મીડિયા પર આવતી રિક્વેસ્ટ ક્યારેય એક્સેપ્ટ ન કરવા અને આ અંગે અન્યને જાગૃત્ત કરવા ગૃહરાજ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું હતું. તેમજ શહેરના તમામ ગણેશ પંડાલમાં સાયબર ક્રાઈમની જાગૃતિ માટેના નાટકો ભજવવા સૂચન કર્યું હતું. સૌ સુરતીઓને ગુજરાત પોલીસ દ્વારા સાઈબર ક્રાઈમની જાગૃતિ દર્શાવતી ક્લિપ્સને સમંયાતરે સોશિયલ મીડિયા પર શેર કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

પોલિસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે, સાયબર સંજીવની અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગૃતતા લાવી શહેરને સાયબર સેફ સુરત બનાવવાનો છે. કોઈ પણ શહેરને સલામત અને સુરક્ષિત રાખવા પોલીસની મહત્વની ભૂમિકા હોય છે. સમગ્ર વિશ્વમાં ઝડપભેર સાયબર ક્રાઈમ વધી રહ્યા છે, ત્યારે સાયબર ક્રાઈમના ગુનાઓનું મહત્તમ ડિટેક્શન સાથે સુરત સાયબર ક્રાઈમ સતત કાર્યરત હોવાનું અમે સાયબર ક્રાઈમનો ભોગ બનનાર પીડિતોને તેમના નાણાં પરત અપાવી રહી હોવાની વિગતો તેમણે આપી હતી.

નાગરિકો સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સાયબર હેલ્પલાઇન નં. ૧૯૩૦ ઉપર કોલ કરીને સહાયતા મેળવવા સાથે ફરિયાદ કરી શકે છે એમ શ્રી ગહલોતે કહ્યું હતું.આ વેળાએ સાયબર ફ્રોડની જાગૃતિ દર્શાવતી ફિલ્મે હાજર સૌને રસપ્રદ અને ઉપયોગી જાણકારી આપી હતી. સાથે સાયબર ફ્રોડથી બચવા માટે ભજવાયેલી નાટિકા સૌએ નિહાળી હતી.

 

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી મનુભાઈ પટેલ, પ્રવિણ ઘોઘારી, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

Related posts

સુરત/ જીવન એક કળા છે તેને મન ભરીને જીવવા કુશળતા જરૂરી છે,વિચારોના વાવેતરમાં ૬૭મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra

સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતો રત્નકલાકાર ઢળી પડ્યો બાદ મોત;સામે આવ્યા CCTV

KalTak24 News Team

રિડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય;પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 ટકા વસૂલી હેતુફેર N.A. કરી અપાશે

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં