Surat News: ગુજરાત સહિત દેશભરમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ગઇકાલે શનિવારે સુરતમાં અનેક સ્થળે ઢોલ-નગારા સાથે ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી. સુરતના મહિધરપુરાના જાણીતા દાળિયા શેરીના ગણેશજીની આગમન યાત્રા યોજાઈ હતી. જેમાં મોટીમાત્રામાં ગણેશભક્તો જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દોઢ લાખ ડાયમંડનો શણગાર કરાયો હતો. 25 કિલો ઘરેણાથી સુશોભિત લંબોદરની સવારીને નિહાળી સુરતીઓ અભિભૂત થયા હતા.
નવલખા હારથી શ્રી ગણેશજીનો શણગાર
સુરતના જાણીતા દાળિયા શેરીના ગણેશજી રિયલ ડાયમંડ અને લાખો રૂપિયાના સોના-ચાંદીના ઘરેણા સાથે આગમન કરે છે. આ ગણેશજી પાસે 25 કિલોના ઘરેણા છે. જેનો શણગાર કરવામાં આવે છે. જેમાં મુગટ, બાજુબંધ, હાથ-પગમાં કવર, કેડે કંદોરો,નવલખા હારનો શણગાર કરવામાં આવે છે. જેમાં દોઢ લાખના અમેરિકન ડાયમંડથી સુશોભિત કરાય છે. આ વખતે એક કિલો ચાંદી તથા સોનાના 6 ફૂટના હારને પહેરીને ગણશેજી પધાર્યા છે. આ વખતે તેમણે જે હાર પહેરાવવામાં આવ્યો છે તે દાન સ્વરૂપે મળ્યો હતો.
View this post on Instagram
સુરક્ષાની પણ પૂરી વ્યવસ્થા
કુલ 250 સ્વયંસેવકો પંડાલની સુરક્ષા અને સરળ કામગીરીનું સંચાલન કરશે. જેમાંથી 100 ચોવીસ કલાક હાજર રહેશે. ઝવેરાત અને હીરા જડેલી ચાંદીની મૂર્તિઓની વાસ્તવિક કિંમત જાણી શકાતી નથી. કારણ કે મોટાભાગની કિંમતી વસ્તુઓ દાનમાં આપવામાં આવી છે. પરંતુ ઝવેરાત અને કીમતી વસ્તુઓની કિંમત અંદાજિત ત્રીસ લાખથી વધુ છે.
1.50 લાખ અમેરિકન ડાયમંડ
નોંધનીય છેકે, 1972થી સુરતના મહિધરપુરમાં આવેલી દાળિયા શેરી ખાતે ગણેશજી બિરાજે છે. શહેરના ભક્તોને દાળિયા શેરીના ગણેશજીમાં અતૂટ શ્રદ્ધા છે. તેમના દર્શન કરવા માટે રાજસ્થાન,મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રથી અનેક ભક્તો આવે છે. આ ગણેશજીને સૌથી જૂના અને ધનિક ગણેશજી માનવામાં આવે છે. જ્યારે તેમની આગમનયાત્રા નીકળે છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો તેમના દર્શનાર્થે રસ્તા પર ઉમટી આવે છે. સોનાનાં ઘરેણાંથી સુસજ્જ શ્રીજીનાં ઘરેણાંમાં 1.50 લાખ અમેરિકન ડાયમંડ લગાડવામાં આવ્યા છે. શ્રીજીના હાથ, પગ, કાન અને કમરબંધ ઘરેણાંથી સજાવવામાં આવ્યા છે.સાથે 2 ફૂટ અને 4 ફૂટની ચાંદીની પ્રતિમા સાથે પાન આકારની 1,50,000 ડાયમંડની મૂર્તિ અને 7 કિલો ચાંદીના મૂષકરાજ પણ વિશેષ આકર્ષણ વધારશે.
આયોજક ગૌરવ જરીવાળાએ જણાવ્યું હતું કે, દાળિયા શેરીમાં બિરાજમાન ગણેશજીની પ્રતિમાનાં ઘરેણાંમાં 1.50 અમેરિકન ડાયમંડ લગાડવામાં આવ્યાં છે. જ્યારે બીજા ચાંદીનાં પાંદડાંથી તૈયાર કરવામાં આવેલી ગણેશજીની પ્રતિમા ઉપર 1 લાખ હીરા જડવામાં આવ્યા છે. પ્રતિમાઓની તકેદારી રહે અને સુરક્ષા જળવાય આ માટે સીસીટીવી લગાડવામાં આવ્યા છે. પોલીસની બે ગાડીઓ તહેનાત હોય છે. ગણેશજીની પાસે જે મૂષકરાજ છે તેઓ ચાંદીના છે અને તેમનું વજન પણ 7 કિલો છે. શહેરીજનો શ્રીજીના 24 કલાક દર્શન કરી શકે તે માટે મોબાઈલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. જે એપ્સ ચોવીસ કલાક માટે કાર્યરત રહેશે સને ભક્તો આ એપ્સ દ્વારા શ્રીજીનાં સીધા દર્શન કરી શકશે.
કેટલા રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને ડાયમંડથી બપ્પાનો શણગાર
- મુગટ 2 કિલો સોના અને ચાંદીથી તૈયાર- કિંમત 5 લાખ
- ચાર હાથમાં 3 કિલો સોના અને ચાંદીનું કવર- કિંમત 7.50 લાખ
- બાજુબંધ-ચાર હાથમાં 1 કિલો સોના અને ચાંદીના દાગીના- કિંમત 2.50 લાખ
- પગમાં સોના અને ચાંદીના દોઢ કિલોનાં બે કવર- કિંમત 3.25 લાખ
- કમરબંધમાં 750 ગ્રામ
- હાર- કિંમત 1.50 લાખ
- દોઢ કિલો સોના-ચાંદીનું કમળ- કિંમત 2.25 લાખ
- દોઢ કિલો સોના-ચાંદીની કુહાડી- કિમત 2.25 લાખ
- આભૂષણોમાં દોઢ લાખ અમેરિકન ડાયમંડ જેની કિંમત 2 લાખ
- 7 કિલો ચાંદીના મૂષકરાજ- કિમત 6.50 લાખ
- 1 કિલો ચાંદી અને સોનાનો હાર- કિંમત 1.25 લાખ
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube