Deepika Padukone gave birth to a Baby daughter: : એક્ટ્રેસ દીપિકા પાદુકોણ(Deepika Padukone) અને એક્ટર રણવીર સિંહ(Ranveer Singh)ના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. દીપિકા પાદુકોણે પુત્રીને જન્મ આપ્યો છે.હવે પિંકવિલાના રિપોર્ટ અનુસાર, દીપિકા-રણવીર એક દીકરીના માતા-પિતા બની ગયા છે.
View this post on Instagram
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સ લાંબા સમયથી સ્ટારના આવનાર બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શનિવારે(7 સપ્ટેમ્બરે) દીપિકાને ડિલિવરી પહેલા મુંબઇની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
દીપિકાએ આપ્યો બાળકીને જન્મ
Viral bhayani એ હાલ ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો છે અભિનેત્રીએ બાળકીને જન્મ આપ્યો છે. ગણેશ ચતુર્થીના શુભ દિવસે દીપિકાએ એક બાળકીને જન્મ આપ્યો છે. જો કે હજુ સુધી રણવીર સિંહ કે દીપિકા પાદુકોણે બાળકીના જન્મ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. હાલમાં, આ દંપતીએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી અને તેથી ચાહકો તેમની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અગાઉ એવા અહેવાલ હતા કે દીપિકા પાદુકોણ 28 સપ્ટેમ્બરે તેના બાળકનું સ્વાગત કરશે. પરંતુ તેણીને સુનિશ્ચિત ડિલિવરીની તારીખના 20 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. એવા પણ અહેવાલ હતા કે અભિનેત્રીની સી-સેક્શન ડિલિવરી થઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી.
તાજેતરમાં જ કપલે પ્રેગ્નેન્સી ફોટોશૂટ પણ શેર કર્યું હતું.આ દરમિયાન આજે દીપિકાએ એક પુત્રીને જન્મ આપ્યો છે. આ સમાચાર સામે આવતા જ તેના પરિવાર અને ચાહકોની ખુશીની કોઇ સીમા નથી રહી. નાના મહેમાનના આગમન પર દરેક લોકો તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીને ગઈકાલે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે દિકરીને જન્મ આપવાના સમાચાર સામે આવી રહ્યા છે.
બે દિવસ પહેલા લીધા હતાબાપ્પાના આશીર્વાદ
6 સપ્ટેમ્બર, શુક્રવાર બપોરે દીપિકા પતિ રણવીર સિંહ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. આ દરમિયાન દીપિકા ગ્રીન સાડીમાં જોવા મળી હતી જ્યારે રણવીર કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. આ ખાસ પ્રસંગે બંનેના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. રણવીર પ્રેગ્નન્ટ દીપિકાને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો.
2018માં ઈટાલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા
દીપિકા પાદુકોણે વર્ષ 2018માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’ના સેટ પર થઈ હતી. સાથે કામ કરતી વખતે બંને પ્રેમમાં પડ્યા અને 5 વર્ષના સંબંધ પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. દીપિકા અને રણવીર ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’, ‘પદ્માવત’, ‘બાજીરાવ મસ્તાની’ અને ’83’માં સાથે જોવા મળ્યા છે. આ સિવાય દીપિકાએ રણવીરની ફિલ્મ ‘સર્કસ’માં પણ કેમિયો કર્યો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube