Surat News: સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતી વેળાએ રત્નકલાકારને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ ત્યાં ઢળી પડ્યા હતા. બાદમાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. હાર્ટ એટેકથી રત્નકલાકારનું મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
મૃતક રત્નકલાકાર તરીકે કામ કરતા હતા
મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના ધંધુકાના વતની અને હાલમાં સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી માધવનંદ સોસાયટી પાસે 42 વર્ષીય હેમુભાઈ વિરજીભાઈ ચૌહાણ પરિવાર સાથે રહેતા હતા અને પંડોળ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં કામ કરીને બે સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
છાતીમાં દુ:ખાવો ઉપડ્યો ને ત્યાં જ ઢળી પડયા
બુધવારે તેઓ નોકરી પર હીરાના કારખાનામાં કામ કરી રહ્યા હતા આ દરમ્યાન તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ ત્યાં તબીબોએ તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું
હેમુભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આજે સવારે કારખાનામાં કામ કરતા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. ત્યાર બાદ તેમના મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલી રહી છે.
હાર્ટ એટેકથી મોત થવાની ચિંતાજનક ઘટનાઓમાં વધારો
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, ગણતરીની સેકન્ડમાં જ હેમુભાઈ કામ કરતી વેળાએ ત્યાં ઢળી પડે છે અને બાદમાં ત્યાં કામ કરતા અન્ય લોકો તેઓને ઉભા કરે છે. હેમુભાઈનું મોત હાર્ટએટેકથી થયું હોવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સામે આવી શકશે. અને આ સિલસિલો હજી પણ ચાલુ જ છે. સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube