Shri Kashtabhanjan Dada Photos: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ્રજાસત્તાક દિન નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૫ને રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર ધરાવી દાદાના સિંહાસનને કેસરી-સફેદ-લીલા તિરંગાનો શણગાર કરી સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
આજે દાદાને કરાયેલા શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ત્રિરંગાની થીમવાળા વિશેષ વાઘા અને પાઘડી પહેરાવવામાં આવી છે. જે ચાર દિવસની મહેનતે ગોંડલમાં જ બનાવવામાં આવ્યા છે. આ સાથે દાદાના સિહાસને ગલગોટા અને સફેદ સેવંતીના લીલું ઘાસ એમ ત્રિરંગાની થીમવાળો કૂલ 300 કિલો ફુલનો શણગાર અને ત્રિરંગા લગાવવામાં આવ્યા છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદને ચાર કલાકનો સમય લાગ્યો હતો.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube