Dang News: ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારાના માલેગાવં પાસે એક બસને અકસ્માત નડ્યો છે. ડાંગ જિલ્લામાં 50 લોકો ભરેલી બસ પલટી મારી ગઈ હોવાની માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જયારે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું પણ સામે આવ્યું છે.
5 લોકોના મોત
આજે વહેલી સવારે આશરે 4 વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણથતા તાત્કાલિક સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. જો કે 5 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ અન્ય કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, બસ ઉત્તર પ્રદેશની હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
Advertisement
© Copyright All right reserved By KalTak24 News
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube