KalTak 24 News
ગુજરાત

ગુજરાત માટે મોટા સમાચાર/ સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર,ઈન્દોરની સાથે સુરત પણ સ્વચ્છ સર્વેક્ષણમાં નંબર વન બન્યું,રાષ્ટ્રપતિએ આપ્યો ઍવોર્ડ

Surat Clean City
  • મનપાએ સ્વચ્છતા કર્મીઓને અભિનંદન પાઠવ્યા
  • સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ
  • મનપા કમિશનર અને મેયરે મેળવ્યો એવોર્ડ
  • ઈન્દોર અને સુરત બંને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યા 

Surat Clean City Swachh Survekshan 2023 : ગુજરાતીઓ અને ખાસ કરીને તો સુરતીલાલા માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે ઈન્દોરની સાથે સુરતે પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે. તાજેતરના સ્વચ્છતા સર્વેક્ષણમાં ઈન્દોરે સતત સાતમી વખત સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવ્યું છે, જોકે આ વખતે ઈન્દોરની સાથે સુરતને પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મળ્યો છે. સ્વચ્છતા  પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવતા ઈન્દોર સૌથી વધુ પોઈન્ટ સાથે રેન્કિંગમાં ટોચ પર છે. નોંધનીય છે કે, સર્વેની ટીમે વરસાદની મોસમમાં ઈન્દોરની મુલાકાત લીધી હતી તેમ છતાં શહેરની સ્વચ્છતા જોવા જેવી હતી. તમને જણાવી દઈએ કે, 7 વર્ષમાં પહેલીવાર ઈન્દોર સિવાય અન્ય કોઈ શહેર નંબર વન બન્યું છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે આ એવોર્ડ આપ્યો હતો. 

દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના મેયર અને પાલિકા કમિશનર દ્વારા સર્ટિફિકેટસ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યાં હતાં. સુરતનો નંબર આવતાં ગર્વ વ્યક્ત કરતાં મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, આ રેન્ક માટે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવતાં હતા.જેમાં પાલિકાના નાનામાં નાના કર્મચારીથી લઈને તમામ નાગરિકોનો સહયોગ મળ્યો છે. જેથી આ રેન્કના આપણે હક્કદાર બન્યા છીએ. જેથી હું આ રેન્ક તમામ સુરતીઓને આપું છું.

WhatsApp Image 2024 01 11 at 12.12.59 96371aac

સમગ્ર કાર્યક્રમનું પાલિકાના આઈસીસીસીસ ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કર્મચારીઓ અને પદાધિકારીઓએ એકમેકને શુભકામના આપી હતી. સાથે જ સફાઈ કામદારો અને એનજીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં. તમામ લોકોએ સુરતને છેલ્લા ત્રણ વર્ષથી જે પીછેહટ મળતી તેમાં અગાઉથી કરેલી તૈયારીઓ અને આ જ રીતે નંબર મેળવતા રહેવા તથા નંબરને યથાવત રાખવા માટેની તૈયારી પણ દર્શાવી હતી.

રસ્તાની સફાઈ મશીનથી

સુરતના 4 લેન રોડની મશીનથી બે વાર સફાઈ થાય છે. સ્વિમિંગ મશીનથી દિવસમાં 2 વખત ફોરનલેન રોડની સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટેક્સટાઈલ, ડાયમંડ માર્કેટ સહિતના કોમર્શિયલ એરિયામાં સ્વિપિંગ કામગીરી પર ભાર મૂકાયો છે.

સુરત શહેરને સફાઈ માટે પ્રથમ ક્રમ મળતા જ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે અભિનંદન પાઠવ્યા હતા સુરત શહેરનો પ્રથમ ક્રમ આવતા પાટીલે જણાવ્યું હતું કે આજે સુરત શહેર અને ગુજરાત માટે આનંદ અને ઐતિહાસિક દિવસ છે.પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સ્વચ્છતા માટે ખૂબ જ આગ્રહ કરતા હતા વર્ષો પહેલાં સ્વચ્છતા ના કારણે સુરત ખૂબ બદનામ હતું અને તેનું દુઃખ પણ થતું હતું આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સના લોકાર્પણ પ્રસંગે એક અઠવાડિયા સુધી સુરતમાં સફાઈ થવી જોઈએ તેવી અપીલ કરી હતી જેનું આ પરિણામ છે.સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને જહેમતના કારણે આ પરિણામ મળ્યું છે.સુરતને પ્રથમ વખત સેવન સ્ટાર સાથે પ્રથમ ક્રમ મળ્યો છે આ નંબર કાયમ માટે રહે તે માટે સૌ કોઈએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ સ્વચ્છતા માટે શાળાના વિદ્યાર્થીઓનો પણ સિંહ ફાળો રહ્યો હોવાનું સી આર પાટીલે નિવેદન આપ્યું હતું.

સ્વચ્છતા સર્વેક્ષણ 2023ની થીમ વેસ્ટ ટૂ વેલ્થ હતી. 4477 શહેરોમાં 9500 અંકોમાં સૌથી વધુ પોઈન્ટ ઈન્દોર અને સુરતને મળ્યા છે. પ્રથમ વખત કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ – સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2023માં બે શહેરોને સંયુક્ત રીતે ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રને સૌથી સ્વચ્છ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ છે.

ઇન્દોર 2017 થી યાદીમાં ટોચ પર રહ્યું હતુ જેમાં હવે સુરતે બાજી મારી

ઉલ્લેખનીય છે કે સ્વચ્છ સર્વેક્ષણ 2022 એવોર્ડમાં ગુજરાતના સુરતને બીજા સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું હતુ. આ સર્વેક્ષણ 2016 થી હાથ ધરવામાં આવી રહ્યું છે. મૈસુરુ પ્રથમ સર્વેક્ષણમાં ટોચનું સ્થાન મેળવવામાં સફળ થયા પછી, ઇન્દોર 2017 થી યાદીમાં ટોચ પર રહ્યું હતુ જેમાં હવે સુરતે બાજી મારી છે. કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય દ્વારા દર વર્ષે દેશના સ્વચ્છ શહેરનો સર્વે કરાતો હોય છે અને તેના પરિણામ જાહેર થયા છે. 

 

 

Group 69

 

 

Related posts

સુરત/ સરથાણામાં ‘શહીદોને સલામ’ કાર્યક્રમ યોજાયો,મારુતિ વીર જવાન ટ્રસ્ટે 131 શહીદ પરિવારોને રૂ. 3.27 કરોડની શૉર્ય રાશિ અર્પણ કરી,વાંચો અહેવાલ

KalTak24 News Team

ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી,12 અને 13 ડિસેમ્બરે ગુજરાતમાં પડી શકે છે માવઠું

KalTak24 News Team

જામનગરમાં અઢી વર્ષની બાળકી રમતાં રમતાં 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા