Sports News: ટીમ ઇન્ડિયાએ કિવિઝ સામે ત્રણ વનડેની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ મેચમાં હૈદરાબાદ ખાતે ભારતે શુભમન ગિલની ડબલ સેન્ચુરી અને મોહમ્મદ સિરાજની 4 વિકેટ થકી ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું હતું. આજે બંને ટીમો શ્રેણીની બીજી મેચમાં રાયપુર ખાતે ટકરાશે. શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ પહેલીવાર ઇન્ટરનેશનલ મેચ છે. મેચ પહેલાં BCCIએ એક નવો રસપ્રદ વીડિયો શેર કર્યો છે.
યુઝવેન્દ્ર ચહલે બતાવ્યું ડ્રેસિંગ રૂમ
બીજી મેચ પહેલા બીસીસીઆઈએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે.આ વીડિયોમાં ટીમનો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ(Yuzvendra Chahal) ફેન્સને ડ્રેસિંગ રૂમની ટૂર કરાવે છે. આ દરમિયાન રોહિત શર્મા(Rohit Sharma)એ ચહલના ભવિષ્ય પર ટિપ્પણી કરીને હાસ્યસ્પદ કમેન્ટ પાસ કરી હતી. વીડિયોમાં ચહલે દર્શકોને મસાજ ટેબલ બતાવ્યું અને કહ્યું, “આ અમારું મસાજ ટેબલ છે. જ્યારે પણ કોઈ પ્લેયરને બેક રિલીફ જોઈએ છે અથવા કોઈ ટ્રીટમેન્ટ કરવાની હોય છે તો તે આ ટેબલ પર આવી જાય છે.”
Inside #TeamIndia‘s dressing room in Raipur! 👌 👌
𝘼 𝘾𝙝𝙖𝙝𝙖𝙡 𝙏𝙑 📺 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 👍 👍 #INDvNZ | @yuzi_chahal pic.twitter.com/S1wGBGtikF
— BCCI (@BCCI) January 20, 2023
રોહિતે મસ્તી કરી
આ દરમિયાન અચાનક જ રોહિત ફ્રેમમાં દેખાયો અને બોલ્યો, “અચ્છા ભવિષ્ય હૈ તેરા. (તારું ફ્યુચર બ્રાઇટ છે).” ભારતીય સુકાનીની ટિપ્પણી બાદ ચહલ પોતાને હસતા રોકી શક્યો નહોતો.ઉલ્લેખનીય છે કે, ચહલ શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં રમ્યો હતો, જેમાં તેણે 1 વિકેટ લીધી હતી. આ બાદ ઇજાને લીધે તે બહાર થયો હતો. કિવિઝ સામેની પ્રથમ વનડેમાં પણ તેને બેન્ચ પર બેસાડવામાં આવ્યો હતો.
ઈશાન કિશને આપ્યો બરાબરનો જવાબ
ઈશાને મસ્તીભર્યા અંદાજમાં જવાબ આપ્યો કેવીડિયોમાં ચહલ ઈશાન કિશન(Ishan Kishan)ને મસ્તીમાં પૂછે છે કે, તે તાજેતરમાં બેવડી સદી મારી એમાં મારુ કેટલું યોગદાન હતું? કિશન કહે છે કે, તમે મને મેચ પહેલાં ટાઈમ પર સુવા અને સીરિયસ થઈને રમવા કહ્યું હતું. તેમજ કહ્યું હતું કે બરોસો રાખ તારે સેન્ચુરી મારવાની છે. મેં એમની એક પણ વાત ન માની. ચહલ કહે છે, કારણકે હું ત્યાં(બાંગ્લાદેશ) હતો જ નહીં .હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાને મેચ પહેલા જમવામાં શું મળે છે?
આ બાદ ચહલ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસે જાય છે. રોહિત ચહલ સાથે હાથ મિલાવતા કહે છે, સારું ફ્યુચર છે તારું. બાદમાં ચહલ ફેન્સને ફૂડ કોર્ટ બતાવે છે અને જ્યાં વ્યંજનોનો ભંડાર રહેલો છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.