ગુજરાત
Trending

Rajkot News : પૂર્વ CM આનંદીબેનના પુત્રી અનાર પટેલ ખોડલધામના નવા ટ્રસ્ટી બન્યા,નવાં 51 ટ્રસ્ટીની વરણી

રાજકોટ: કાગવડ ખાતે ખોડલધામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવને 6 વર્ષ પૂરા થઈ ગયા અને સાતમાં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં આજે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ તથા રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ખોડલધામના નવા 51થી વધુ ટ્રસ્ટીઓની વરણી કરવામાં આવી છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલનો પણ સમાવેશ થાય છે. આમ અનાર પટેલ હવે ખોડલધામના નવા ટ્રસ્ટી બની ગયા છે.

આજે ખોડલધામ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખોડલધામ પહોંચ્યા હતા. તેમણે માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને મા ખોડલને ધજા ચડાવી હતી. જ્યારે નરેશ પટેલ તથા અન્ય ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને સુરતના હાર માળાથી આવકાર્યા હતા.

મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા
આ મહોત્સવમાં નિરમા ગ્રુપના કરશન પટેલ, કેડીલા ગ્રુપના માલિક બિપિન પટેલ, કાળુભાઈ ઝાલાવાડીયા સહિતના પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા. ખોડલધામ મંદિરના 7મા પાટોત્સવ પ્રસંદે મંદિરમાં રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો મા ખોડલના દર્શન કરવા માટે આવવાના હોઈ વ્યવસ્થાના ભાગ રૂપે 4000થી પણ વધુ સ્વયંસેવકો અને પોલીસ સ્ટાફ ખડેપગ રહેશે.

x3zXDDQH image 93

 

ખોડલધામ ટ્રસ્ટમાં જોડાયેલા નવા ટ્રસ્ટીઓનું લિસ્ટ

  • અનાર બેન પટેલ
  • બીપીનભાઈ પટેલ
  • મૃગેશભાઇ કાળુભાઈ ઝાલાવાડીયા
  • જગદિશભાઈ ડોબરીયા (જેપી ઈન્ફ્રા)
  • ગુણવંતભાઈ ભાદાણી (સ્વાગત ૩૫)
  • દુષ્યંતભાઈ ટીલાળા (રાજન ટેક્નોકાસ્ટ)
  • વી.પી. વૈષ્ણવ (ચેમ્બર પ્રમુખ)
  • ચંદ્રકાંતભાઈ ભાલાળા (બાલાજી મલ્ટીપ્લેક્સ)
  • વિમલભાઈ પાદરીયા (સિદ્ધિ વિનાયક ગ્રુપ)
  • સંજયભાઈ સાકરીયા (આસોપાલવ ગ્રુપ
  • મનોજભાઈ સાકરીયા (સોપાન ગ્રુપ)
  • રમેશભાઈ પાંભર (ડેકલાઈન ઈન્ડસ્ટ્રીઝા
  • વિનુભાઈ સરધારા (મારૂતિ ગ્રુપ)
  • કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન ગ્રુપ)
  • ચંદુભાઈ પરસાણા (શ્રી દિનેશભાઈ પરસાણા)
  • અશોકભાઈ પટેલ (જય ગણેશ ઓટો)
  • પરસોત્તમભાઈ નારાણભાઈ જૈવરીયા
  • નિરવભાઈ દેવચંદભાઈ ખુંટ
  • ચતુરભાઈ રામજીભાઈ ચોડવડીયા
  • દિનેશભાઈ બટુકભાઈ સિયાણી
  • રમેશભાઈ મેસિયા
  • ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા
  • દિનેશભાઈ ભગવાનભાઈ બાંભણિયા
  • નાગજીભાઈ નાનજીભાઈ શિંગાળા
  • સુસ્મિતભાઈ રોકડ
  • ધ્રુવભાઈ વિનોદભાઈ તોગડીયા
  • નૈમિષભાઈ રમેશભાઈ ધડુક
  • રસિકભાઈ મારકણા
  • રમેશભાઈ કાથરોટીયા શ્રી મનીષભાઈ મંગલપરા
  • દેવચંદભાઈ કપુપરા
  • મનસુખભાઈ ઉંધાડ
  • રસિકભાઈ ઝાલાવાડિયા
  • મનસુખભાઈ નારણભાઈ રાદડિયા
  • હિમતભાઈ બાબુભાઈ શેલડિયા
  • ભુપતભાઈ પોપટભાઈ રામોલિયા
  • ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ
  • પંકજભાઈ નાથાભાઈ ભુવા
  • કિશોરભાઈ સાવલિયા
  • નાથાભાઈ મુંગરા
  • જીતુભાઈ તંતી
  • નેહલભાઈ પટેલ
  • પ્રવિણભાઈ વલ્લભભાઈ પટેલ
  • કલ્પેશભાઈ તંતી

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ થઈ હતી. લેઉવા પાટીદાર સમાજનું સંગઠન વધુ મજબૂત થાય અને આ સંગઠન થકી સર્વ સમાજનો સર્વાંગી ઉત્કર્ષ થાય, એકની શક્તિ અન્યને પણ કામ લાગે અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના ઉજાગર થાય તે હેતુથી મા ખોડલની ધર્મ ધ્વજા ફરકાવવામાં આવી અને માતાજીના ઐતિહાસિક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. શ્રી ખોડલધામ કાગવડ ખાતે માતાજીના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથોસાથ જનજાગૃતિ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને રમત-ગમત, જ્ઞાતિ વિકાસ માટેનો અવિરત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.

17 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી, 2017 સુધી, ખોડલધામ મંદિરના પાંચ દિવસ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ઉજવવામાં આવ્યો હતો. ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત 21 દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવી હતી.. 17 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી, 2017 સુધીમાં, આ પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 75 લાખથી વધુ ભક્તો ઉમટ્યા હતા. 1008 કુંડ હવનમાં, 6048 યજમાનો બેઠાં હતા જેની નોંધ એશિયા બુક અને ઈન્ડિયા બુકમાં ઓફ રેકોર્ડમાં કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે લેઉવા પટેલ સમાજના 5,09,261 લોકોએ સમૂહ રાષ્ટ્રગાન ગાઇને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ખોડલધામ રથ પરિભ્રમણને પણ એશિયા બુક અને ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું હતું. રાજકોટથી ખોડલધામ સુધીની શોભાયાત્રા યોજાઈ હતી તેને પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.

DaueEk9A image 95

WvfL7IxV image 96

XFu1QeSK image 94

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button