September 8, 2024
KalTak 24 News
Gujarat

Khodal Dham News: ખોડલધામના 7માં વર્ષના પ્રવેશોત્સવમાં મોટી સંખ્યામાં પાટીદારો ઊમટયાં,નરેશ પટેલે કહ્યું- 2027માં ખોડલધામ દશાબ્દી મહોત્સવ યોજાશે

Khodaldham News Naresh Patel
  • ખોડલધામ માત્ર પાટીદારોની સંસ્થા નથી પરંતુ સમાજના તમામ વર્ગની આસ્થાનું કેન્દ્ર છેઃ મુખ્યમંત્રી
  • 2027માં ખોડલધામ ખાતે ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવાશેઃ નરેશભાઈ પટેલ

Khodal Dham Rajkot: લેઉવા પાટીદારના કૂળદેવી ખોડલધામ (કાગવડ)ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 7માં વર્ષના પ્રવેશોત્સવમાં પાટીદારોએ વધુ એક વખત સંગઠનની તાકાત દર્શન કરાવ્યા હતા. આજે ખોડલધામ(Khodaldham) એક લાખથી વધુ પાટીદારોનો માનવ સંમદર ધૂધવ્યો હતો. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(Bhupendra Patel) સહિત અડધો ડઝન પ્રધાનો અને નવ નિયુક્ત ધારાસભ્યોએ ધ્વજારોહણ કરતા કાગવડ ધામ જય સરદાર… પાટીદારના ગગનભેદી નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. નરેશ પટેલ(Naresh Patel) ગ્રુપે અમરેલી પ્રોજેક્ટ માટે 30 કરોડ રૂપિયાનું અનુદાન આપવાની જાહેરાત કરી છે. આ અવસરે રાજ્યમાં 5 નવા પ્રોજેક્ટની જાહેરાત પણ ખોડધામ દ્વારા કરાઈ હતી. આ પ્રોજેક્ટમાં રાજકોટ, ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ થાય છે. આ જગ્યાએ મોટા કેમ્પસમાં આરોગ્ય, શિક્ષણ અને સ્પોર્ટ્સ સંકૂલનું નિર્માણ કરાશે.

ખોડલધામ મંદિર નહીં એક વિચાર છે
નરેશ પટેલે પોતાના સંબોધનમાં આગળી કહ્યું કે ખોડલધામ માત્ર મંદિર નહીં એક વિચાર છે. વિશ્વનું પહેલું એવું મંદિર છે કે જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. મંદિરની ઘણી બધી વિશેષતાઓ છે. સૌરાષ્ટ્ર સંત અને સુરાની ધરતી છે. તેમણે આનંદી બહેન પટેલને પણ યાદ કર્યાં હતાં, આનંદી બેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શક્તિવન ની ભેટ આપી હતી. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલનો પણ તેટલો જ સહયોગ મળી રહ્યો છે.

 Motivating Presence Of The Chief Minister In The 7th Patotsav Organized At Khodaldham

 

આ પણ વાંચો: Rajkot News : પૂર્વ CM આનંદીબેનના પુત્રી અનાર પટેલ ખોડલધામના નવા ટ્રસ્ટી બન્યા,નવાં 51 ટ્રસ્ટીની વરણી

મુખ્યમંત્રી સહિત મંત્રીઓએ હાજરી આપી
કાગવડમાં ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 6 વર્ષ પૂર્ણ થયા બાદ આજે 7 માં પ્રવેશોત્સવમાં પ્રવેશ્યા છે, પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું આમંત્રણ મુખ્યમંત્રીને આપવામાં આવતા આજે સવારે 10:00 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલીકોપ્ટર મારફત ખોડલધામ આવી પહોંચ્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતની ટીમે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ પાણી-પૂરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયા, પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા સહિતના પ્રધાનોનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામા આવ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા પાટીદાર ધારાસભ્યો પણ બહુમાન કરવામા આવ્યું હતું. ખોડલધામમાં આજે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યું હતું.

 Motivating Presence Of The Chief Minister In The 7th Patotsav Organized At Khodaldham

ખોડલધામ ટ્રસ્ટને સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા
સમાજહિત અને રાષ્ટ્રહિતના ધ્યેય સાથે કાર્યરત થયેલા ખોડલધામ ટ્રસ્ટને સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. અને સમગ્ર પરિસરમાં પથરાયેલી ૬૫૦ મૂર્તિઓ તથા પ્રદક્ષિણાપથ પર રજૂ થયેલી પાટીદારોની ગૌરવગાથા બદલ મુખ્યમંત્રીશ્રીએ ખોડલધામ પ્રાંગણની મુકત મને સરાહના કરી હતી. સૌરાસ્ટ્રની સંતો-શુરાઓ-દાતાઓની ભૂમિમાં દર ૨૫ કિલોમીટરના ઘેરાવામાં દાનની અવિરત સરવાણી વહે છે, જેનો મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇએ ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. અને સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિને નતમસ્તકે વંદન કર્યા હતા.

 Motivating Presence Of The Chief Minister In The 7th Patotsav Organized At Khodaldham

પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ હોય તેવું ખોડલધામ પ્રથમ મંદિર- CM
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ખોડલધામ મંદિર એ મંદિર નથી પણ એક વિચાર છે. ખોડલધામ વિશ્વનું પ્રથમ મંદિર છે જ્યાં પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ હોય. 2012માં સૌપ્રથમ શીલા પૂજન પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું. સૌરાષ્ટ્રમાં ગમે તે બાજુ આપણે જઈએ 20-25 કિમીમાં કોઈને કોઈ સંત ઘૂણી ઘખાવીને રોટલો ને ઓટલો માટે કોઈને કોઈ વ્યવસ્થા કરી જ હોય. એટલા માટે જ આ પ્રદેશ સંત,સૂરા અને શૂરવીરનો ગણાય છે. ખોડલધામ માત્ર પાટીદાર સમાજની સંસ્થા નથી, પરંતુ સમાજના તમામ વર્ગોને સાથે આસ્થાનું કેન્દ્ર છે. આ સંસ્થાએ સામાજિક સમરસતાનો ભાવ ઉજાગર કર્યો છે.

આ પણ વાંચો: Sports News: યુઝવેન્દ્ર ચહલે બતાવ્યું ટીમ ઇન્ડિયાનું ડ્રેસિંગ રૂમનો મજેદાર સર્વે,VIDEOમાં મસાજ કોર્નર, ફૂડ કોર્ટ બતાવ્યું

 Motivating Presence Of The Chief Minister In The 7th Patotsav Organized At Khodaldham

રાજ્યભરમાં જી – ૨૦ સમિટની કુલ ૧૫ ઈવેન્ટ્સ યોજાશે
આગામી જી-૨૦ સમિટનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ સગૌરવ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં જી – ૨૦ સમિટની કુલ ૧૫ ઈવેન્ટ્સ યોજાશે. જે રાજ્યની પ્રગતિ વૈશ્વિક ફલક પર લઈ જશે. આઝાદી મેળવ્યાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ૨૦૪૭ની સાલમાં ગુજરાતનું સ્થાન અગ્રિમ હરોળનું હશે એવો આશાવાદ પણ મુખ્યમંત્રીશ્રીએ આ તકે વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિકાસના મૂલ્યો આધારિત રાજનીતિનું ભારતને વિશ્વગુરૂ બનાવવામાં મહત્વનું યોગદાન છે. વડાપ્રધાનશ્રીના દીર્ઘદ્રષ્ટિભર્યા નેતૃત્વને લીધે આ શક્ય બન્યું છે એમ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. રાજયના ખેડૂતોનુ હિત સદા હૈયે હોવાનું જણાવતાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇએ આ પ્રસંગે કહ્યું હતું કે, ખેડૂતોના ઉત્કર્ષ માટે રાજય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. જે માટે રાજયસરકારે વિવિધ કૃષિ કલ્યાણલક્ષી યોજનાઓ પણ અમલી બનાવી છે.
 Motivating Presence Of The Chief Minister In The 7th Patotsav Organized At Khodaldham

ખોડલધામ ટ્રસ્ટને સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા
સમાજહિત અને રાષ્ટ્રહિતના ધ્યેય સાથે કાર્યરત થયેલા ખોડલધામ ટ્રસ્ટને સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. અને સમગ્ર પરિસરમાં પથરાયેલી ૬૫૦ મૂર્તિઓ તથા પ્રદક્ષિણાપથ પર રજૂ થયેલી પાટીદારોની ગૌરવગાથા બદલ મુખ્યમંત્રીશ્રીએ ખોડલધામ પ્રાંગણની મુકત મને સરાહના કરી હતી. સૌરાસ્ટ્રની સંતો-શુરાઓ-દાતાઓની ભૂમિમાં દર ૨૫ કિલોમીટરના ઘેરાવામાં દાનની અવિરત સરવાણી વહે છે, જેનો મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇએ ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. અને સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિને નતમસ્તકે વંદન કર્યા હતા.

Khodal Dham 1

નરેશભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહાનુભાવોને આવકાર્યા
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહાનુભાવોને આવકારતા કહ્યું હતું કે, ખોડલધામ એક વિચાર છે. તેને મંદિર પૂરતો સીમિત ન રાખતાં રાષ્ટ્ર કલ્યાણ સુધી પહોંચાડવાનું કાર્ય ઉપસ્થિત સૌએ કરવાનું છે. ખોડલધામની સ્થાપનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલશ્રી આનંદીબેન પટેલનો સહયોગ મળવા બદલ શ્રી નરેશભાઇએ આભાર માન્યો હતો. જરૂરી સુવિધાઓથી ખોડલધામ આજે ભવ્યાતિભવ્ય બન્યું છે, સરકારશ્રીના સાથ સહયોગથી આ શક્ય બન્યું છે, તે બદલ મૃદુ અને મક્કમ એવા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આ તકે આભાર વ્યક્ત કર્યો હતો. અને ૨૧.૦૧.૨૦૨૭માં ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિસ્તારોમાં જુદા જુદા પાંચ જનસુખાકારીના પ્રકલ્પોની પણ શ્રી નરેશભાઇએ જાહેરાત કરી હતી. જે અંતર્ગત આરોગ્ય, શિક્ષણ અને સ્પોર્ટસના સુવિધાસભર સંકુલો બનાવવામાં આવશે. આજના પાટોત્સવ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ૪૧ ટ્રસ્ટીઓને નવનિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં. શ્રીમતી અનારબેન પટેલનો નવા મહિલા ટ્રસ્ટી તરીકે સમાવેશ કરાયો હતો.

આ પણ વાંચો: Rajkot News : પૂર્વ CM આનંદીબેનના પુત્રી અનાર પટેલ ખોડલધામના નવા ટ્રસ્ટી બન્યા,નવાં 51 ટ્રસ્ટીની વરણી

4 જગ્યાએ ખોડલધામ શિક્ષણ-આરોગ્યના મોટા ભવન બનાવશે
તેમણે આગળ કહ્યું કે, આજે ટ્રસ્ટમાં 40 નવા ટ્રસ્ટીઓની નિમણૂંક થશે. ઉપરાંત ટ્રેસ્ટીઓનું સન્માન પણ કરાશે. ખોડલધામના 10 વર્ષ પૂર્ણ થતા આગામી સમયમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 2027માં દશાબ્દી મહોત્સવ યોજવામાં આવશે. રાજકોટ નજીક અમરેલીમાં 50 એકર જમીન ખોડલધામ ટ્રસ્ટે ખરીદી છે, તેના પર શિક્ષણ-આરોગ્યના મોટા ભવનો બનશે. આ જ રીતે ઉત્તર ગુજરા, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ આ જ મોડલ પર ખોડલધામ ટ્રસ્ટ ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યું છે.

 Motivating Presence Of The Chief Minister In The 7th Patotsav Organized At Khodaldham

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મુખ્ય મંદિર ખાતે ધ્વજા ચડાવી
સમારંભ સ્થળે આવતાં પહેલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મુખ્ય મંદિર ખાતે ધ્વજા ચડાવી હતી. મુખ્યમંત્રીશ્રી ખુલ્લી જીપમાં કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશ પટેલ સાથે ઉપસ્થિતોનું અભિવાદન ઝીલતા ઝીલતા કાર્યક્રમ સ્થળે આવ્યા હતા. ઉપસ્થિત જનસમુદાયે મુખ્યમંત્રીશ્રીને ફુલડે વધાવ્યા હતા. ટ્રસ્ટીશ્રી દિનેશભાઇ કુંભાણીના સ્વાગત પ્રવચન બાદ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ દિપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ખોડલધામની ગાથા વર્ણવતી ટુંકી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ આ પ્રસંગે રજૂ કરાઇ હતી. આયોજકો તથા અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇનું હાર, માતાજીની છબી, ખેસ, શાલ તથા સ્મૃતિચિન્હથી સન્માન કર્યું હતું. તમામ આમંત્રિતોનું આયોજકો તરફથી ખેસથી સ્વાગત કરાયું હતું. ખોડલધામ ટ્રસ્ટના નવા નીમાયેલા ટ્રસ્ટીઓને ખેસ પહેરાવી આયોજકોએ આવકાર્યા હતા. ખોડલધામની બહેનોએ ગણેશવંદનાથી મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા. ટ્રસ્ટીશ્રી પ્રવિણભાઇ જસાણીએ આભારવિધિ કરી હતી.

શ્રી ખોડલધામ મંદિરે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાદગીના દર્શન થયા હતા. મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી પહોંચવા માટે મુખ્યમંત્રી માટે ઈ-વ્હીકલની સુવિધા કરાઈ હતી પરંતુ મુખ્યમંત્રી ટ્રસ્ટીઓ સાથે પગપાળા મંદિર સુધી દર્શન કરવા પહોંચ્યા હતા. આમ મુખ્યમંત્રીશ્રીના સરળ અને સાદગીભર્યા સ્વભાવના દર્શન થયા હતા.

આ પણ વાંચો: Rajkot News : પૂર્વ CM આનંદીબેનના પુત્રી અનાર પટેલ ખોડલધામના નવા ટ્રસ્ટી બન્યા,નવાં 51 ટ્રસ્ટીની વરણી

મહાનુભાવોની હાજરી
આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા, કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ, પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા, મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા, શિક્ષણ રાજયમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્યો સર્વશ્રી જયેશભાઇ રાદડીયા, બિપિનભાઇ ગોતા, રમેશભાઇ ટીલાળા, કિશોરભાઇ કાનાણી અને મહેન્દ્રભાઇ પાડલીયા, સાંસદશ્રી રમેશભાઇ ધડુક અને શ્રી મોહનભાઇ કુંડારીયા, દિલીપભાઇ સંઘાણી, ગોરધનભાઇ ધામેલીયા, હાસ્યકલાકાર સુખદેવભાઇ ધામેલીયા, પૂર્વમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, ગોવિંદભાઇ પટેલ, જસુમતિબેન કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઇ ખાચરીયા તથા બહોળી સંખ્યામાં પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
મંદિરને લાઈટોથી શણગારાયું
સાતમા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ખોડલધામ મંદિરમાં લોકડાયરો, હવન તેમજ ધ્વજાનું પૂજન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.મંદિર પરિસરમાં રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું છે. જાણે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

સુરત/ સ્વામિનારાયણ મંદિર સર્વોપરી ધામ વરિયાવ ખાતે ઉજવાયો દિવ્ય શાકોત્સવ,વાંચો સમગ્ર વિગતો

KalTak24 News Team

BIG BREAKING: ધોરણ-10નું 64.62 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો સુરત

KalTak24 News Team

દેશભક્તિના રંગમાં રંગાયું સુરત; ભવ્ય તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ જોડાયા;કેન્દ્ર-રાજ્ય સરકારના મંત્રીઓ શહેરીજનો સાથે પગપાળામાં જોડાયા

KalTak24 News Team