May 18, 2024
KalTak 24 News
Sports

કેન વિલિયમસને છોડી ન્યુઝીલેન્ડ ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ,નવા કેપ્ટનની કરી જાહેરાત

Kane Williamson
  • દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસને ટેસ્ટ ક્રિકેટને મોટો નિર્ણય 
  • કેન વિલિયમસને ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય 
  • ન્યુઝીલેન્ડ ટીમનો નવો ટેસ્ટ કેપ્ટન ટિમ સાઉથીને બનાવાયો 

Kane Williamson resigns as Test Captain: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC) એ ગુરુવારે કહ્યું કે, કેન વિલિયમ્સ (Kane Williamson)ને ટેસ્ટ કેપ્ટન તરીકે રાજીનામુ આપ્યું છે. તેની જગ્યાએ હવે ફાસ્ટ બોલર ટિમ સાઉથી લોન્ગેસ્ટ ફોર્મેટમાં ટીમની કમાન સંભાળશે. ટોમ લેથમને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે વિલિયમ્સન વનડે અને T20માં ટીમની કપ્તાની કરવાનું ચાલુ રાખશે.

કેન વિલિયમસને ટેસ્ટ કેપ્ટનશિપમાંથી રાજીનામું આપ્યું

કેન વિલિયમસને વધુમાં કહ્યું, “મને ટેસ્ટ ક્રિકેટમાં હંમેશા પડકાર ગમ્યો છે. ટીમની કેપ્ટનશિપ કરતી વખતે મેં તેનો સામનો કર્યો હતો. જો તમને કેપ્ટનશીપ મળે છે, તો તે તમારી સાથે મેદાનની અંદર અને બહાર દબાણ પણ લાવે છે. મારી કારકિર્દીના જે તબક્કે હું અત્યારે ઉભો છું, મને લાગ્યું કે ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો આ યોગ્ય સમય છે.

ટિમ સાઉથી ટેસ્ટ ટીમની કમાન સંભાળશે

કેનના રાજીનામા બાદ હવે ન્યૂઝીલેન્ડની ટેસ્ટ કેપ્ટનશિપની બાગડોર ટિમ સાઉથીને સોંપવામાં આવી છે. સાઉથીને ટેસ્ટ કેપ્ટન જાહેર કરતાં કોચ ગેરી સ્ટેડે તેને ટીમની માંગ ગણાવી હતી.તેણે કહ્યું, “સાઉદી પાસે ક્ષમતા છે. તેનામાં નિર્ણય લેવાની ક્ષમતા છે અને તેના કારણે તે ટેસ્ટ કેપ્ટનશિપ માટે ફિટ છે. કિવી કોચે આગળ કહ્યું, “તે ફાસ્ટ બોલર હોવાથી તેની વિચારવાની રીત પણ અલગ હશે. મને આશા છે કે તેની અસર મેદાન પર પણ જોવા મળશે.

વર્કલોડ મેનેજમેન્ટ માટે વિલિયમ્સને પગલું લીધું

32 વર્ષીય કેન વિલિયમસને કહ્યું કે, તેણે તેના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને આ કોલ લીધો છે અને આ માટે NZC સાથે ચર્ચા કરી હતી. ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડનો 31મો ટેસ્ટ કેપ્ટન બનશે અને ફાસ્ટ બોલર ડિસેમ્બરમાં પાકિસ્તાનના પ્રવાસમાં ટીમનું નેતૃત્વ કરશે. બ્લેક કેપ્સ 26 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી સુધી પાકિસ્તાનમાં 2 ટેસ્ટ અને 3 વનડે રમશે.

6 વર્ષ રહ્યો ટેસ્ટ કેપ્ટન

ન્યુઝીલેન્ડના ટેસ્ટ કેપ્ટન તરીકે કેન વિલિયમસનનું શાસન બ્રેન્ડન મેક્કુલમ પાસેથી સંભાળ્યાના 6 વર્ષ પછી સમાપ્ત થાય છે. તેની કપ્તાની હેઠળ કિવિઝે 38માંથી 22 ટેસ્ટ જીતી છે. 2021માં ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટાઇટલ જિતાડવી તેની સૌથી મોટી સફળતા રહી છે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટમાં 1955 પછી આવું બન્યું હતું

ન્યુઝીલેન્ડ ટેસ્ટ ટીમની કમાન સંભાળનાર સાઉથી બીજા વિશેષ ફાસ્ટ બોલર છે. તે પહેલા, વર્ષ 1955માં હેરી કેવે પાકિસ્તાન અને ભારતનો પ્રવાસ કરનાર ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી. હેરી કેવની જેમ, સાઉદી પણ પાકિસ્તાનના પ્રવાસથી સંપૂર્ણ ફ્લેગ રીતે ટેસ્ટ કમાન્ડ સંભાળતો જોવા મળશે.

 

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related posts

IND vs PAK: ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન,14મીએ પાકિસ્તાન સામે જામશે ખરાખરીનો જંગ,જુઓ VIDEO

KalTak24 News Team

MS ધોની અને ડોનાલ્ડ ટ્રમ્પ રમ્યા ગોલ્ફ,ટ્રમ્પે પોતાના ક્લબમાં માહી અને તેના મિત્રોને કર્યા હોસ્ટ,Photos વાયરલ

KalTak24 News Team

સફળ સર્જરી બાદ રિષભ પંતે બે યુવકોને સાથે મુલાકાત કરી, ફોટો શેર કરીને આ યુવકોનો માન્યો આભાર

KalTak24 News Team