Ahmedabad News: શહેરના ગોદરેજ ગાર્ડન સિટીમાં પતિએ પત્નીની ગળું કાપીને ઘાતકી હત્યા કર્યાનો બનાવ બન્યો છે. દંપતિ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયા બાદ મારામારી થઈ હતી. જેમાં પતિએ પત્નીનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. બાદમાં પુરાવાના નાશ કરવા માટે આખા ઘરમાં આગ લગાવી દીધી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.15 દિવસમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગથી મોતની ઘટનાનો આ બીજો બનાવ છે.
પતિએ પત્નીની હત્યા કરી ઘરમાં લગાવી આગ
આગની આ ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ ઘટના પાછળ મૂળ પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીની જ ઘાતકી હત્યા કરી હોવાની હકિકત સામે આવી રહી છે. ખૂદ પતિએ તેની પત્નીનું ગળું કાપી હત્યા નિપજાવી હતી. જે બાદ ઘબરાઇ ગયેલા આરોપી પતિએ ઘરમાં આગ લગાવી હતી. પતિએ હત્યાની ઘટના છૂપાવવા માટે આગનું તરખટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.
View this post on Instagram
ઘટના સમયે દંપતિના બાળકો સ્કૂલે હતા
આ દંપતિને એક દીકરો અને દીકરી છે. જેઓ બંને આ બનાવ બન્યો ત્યારે બાળકો સ્કૂલે ગયા હતા. આ દરમિયાન જ પતિ-પત્ની વચ્ચે કોઈ કારણથી તકરાર થઈ હતી જેમાં ગુસ્સામાં પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું હતું. આગના બનાવના પગલે રહીશોના જીવ પડીકે બંધાયા હતા. ઈડન ટાવરમાં 12માં માળેથી તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે ચાલી ન શકે તેવા વૃદ્ધોને ટેરેસ પર સફળતા પૂર્વક લઈ જવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મૃતકનું નામ અનિતા બઘેલા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પતિનું નામ અનિલ બઘેલ છે. દંપત્તિનો પુત્ર ધો. 8 અને પુત્રી ધો. 6માં અભ્યાસ કરે છે.
લોકો બચાવ માટે ધાબા પર દોડ્યાં
આજે સવારે ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન ટાવરમાં આવેલા V બ્લોકના ચોથા માળે આગ લાગી હતી. 12 માળની બિલ્ડીંગમાં આગ લાગતાં અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. આગના પગલે બિલ્ડિંગમાં રહેતા લોકોએ દોડધામ કરી હતી. જ્યારે આગ લાગતાં અમુક લોકો નીચેની તરફ દોડ્યાં હતાં, જ્યારે અમુક લોકો ધાબા પર ચડ્યા હતા. આગ લાગતા 10 લોકો ટેરેસ તરફ દોડ્યાં હતાં, જ્યારે 12 માળની આ બિલ્ડીંગમાં લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે.
આગની ઘટનાની વચ્ચે એવી પ્રાથમિક વિગતો સામે આવી છેકે, પતિ અને પત્ની વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો. ઝગડા દરમિયાન ઉશ્કેરાઇ ગયેલા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિ ગભરાઈ ગયો હતો અને હત્યાના ગુનાને છૂપાવવા માટે ઘરમાં આગ લગાવી દીધી હતી. આગની ઘટનામાં પતિ પણ ગંભીર રીતે દાઝતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હત્યાની પ્રારંભિક વિગતો સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.