GTvsCSK 2024: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની મેચ નંબર-59 માં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે.વર્તમાન સિઝનમાં ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધી 11માંથી માત્ર ચાર મેચ જીતી છે. બીજી તરફ પાંચ વખતની ચેમ્પિયન ટીમ CSKએ 11 મેચ રમી અને 6માં જીત મેળવી. આ મેચ માટે બંને ટીમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. CSKએ ફાસ્ટ બોલર રિચર્ડ ગ્લીસનની જગ્યાએ ઓપનર રચિન રવિન્દ્રનો સમાવેશ કર્યો હતો. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ માટે રિદ્ધિમાન સાહા ઈજાના કારણે આ મેચમાંથી બહાર રહ્યો હતો. સાહાની જગ્યાએ મેથ્યુ વેડને વિકેટકીપર બેટ્સમેન તરીકે તક મળી. આ મેચમાં ઉમેશ યાદવ પ્લેઇંગ-11માં પરત ફર્યો હતો. ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગી પણ આ સિઝનમાં પ્રથમ વખત રમવા આવ્યો હતો.
ગુજરાતના બંને ઓપનરોની સદી
આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાતની ટીમે ચેન્નાઈના બોલરોને જરા પણ મચક આપી નહીં અને રેકોર્ડબ્રેક ઓપનિંગ ભાગીદારી કરી હતી. ગુજરાત તરફથી કેપ્ટન ગિલે સદી ફટકારી છે તો સાથે ઓપનર સાંઈ સુદર્શને પણ સદી ફટકારી છે. મેચમાં વિકેટ લેવા માટે ચેન્નાઈએ 18ઓવર સુધી રાહ જોવી પડી હતી, 18મી ઓવરમાં તુષાર દેશપાંડેના બોલ પર સાંઈ સુદર્શન 103 રને શિવમ ડૂબેને કેચ આપી બેઠો, એ જ ઓવરમાં સદીવીર કેપ્ટન ગિલનો કેચ જાડેજાએ પકડ્યો. ગિલે 55 બોલમાં 104 રન બનાવ્યા હતા.મેચના અંતે ચેન્નાઈને જીતવા માટે 232 રનનો ટાર્ગેટ મળ્યો છે. ચેન્નાઈ તરફથી એક પણ બોલર સારું પ્રદર્શન કરી શક્યો નહીં, ગુજરાતના બેટ્સમેનો સામે બધા બોલર લાચાર જણાતા હતા, છેલ્લી ઓવરોમાં તુષાર દેશપાંડેને 18મી ઓવરમાં બંને ઓપનરની વિકેટ મળી.
13 ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સનો સ્કોર વિના વિકેટે 160 રન છે. સાંઈ સુદર્શન 44 બોલમાં 92 રને અને કેપ્ટન ગિલ 34 બોલમાં 66 રન બનાવીને રમતમાં છે. આ દરમિયાન સાંઈ સુદર્શને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે આઈપીએલમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરનારો પ્રથમ ભારતીય બન્યો છે. આ પહેલાનો રેકોર્ડ ચેન્નાઈના ઋતુરાજ ગાયકવાડ અને ક્રિકેટના ભગવાન સચિનના નામે હતો. બંનેએ આઈપીએલમાં 1000 રન પૂરા કરવા 31 ઈનિંગ લીધી હતી.
In the blink of an eye… 👀
Just 2️⃣5️⃣ innings for ⚡ai ⚡u to etch his name in the record books! #AavaDe | #GTKarshe | #TATAIPL2024 | #GTvCSK pic.twitter.com/p6LDNoy6zs
— Gujarat Titans (@gujarat_titans) May 10, 2024
1000 IPL રનની સૌથી ઓછી ઇનિંગ્સ
- 21 – શોન માર્શ
- 23 – લેન્ડલ સિમોન્સ
- 25 – મેથ્યુ હેડન
- 25 – સાંઈ સુદર્શન*
- 26 – જોની બેરસ્ટો
* 31 ઇનિંગ્સમાં રુતુરાજ ગાયકવાડ અને સચિન તેંડુલકર
ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, ડેવિડ મિલર, મેથ્યુ વેડ (વિકેટકિપર), રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, કાર્તિક ત્યાગી
ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકિપર), મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube