- કેનાલ રોડ, લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે તૈયારી માટે 500 સ્વયંસેવકો કામે લાગ્યા
Surat News: કર્મભૂમિ સુરત શહેરના આંગણે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી ભાવી આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદ મહારાજની નિશ્રામાં લક્ષ્મી નારાયણ ફાર્મ શાયોના પ્લાઝા પાસે પુણા કેનાલ રોડ ખાતે આજે સાંજે ચાર કલાકે શાકોત્સવનું(shakotsav) ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદનો લાભ લેશે. શાકોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઇ હતી. જેમાં 500થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. શાકોત્સવમાં 9000 કિલો રીંગણા અને તેટલી જ માત્રામાં બીજા મસાલા ઉમેરાય છે.સાથે સાથે 9 હજાર કિલો બાજરીના લોટના રોટલા લગભગ 80 હજાર જેટલી સંખ્યામાં રોટલા તૈયાર થશે.
સાથે 3000 કિલો ખીચડી, 3000 કિલો ટામેટા, 500 કિલો કોબી, 200 કિલો વટાણા, 200 કિલો ફ્લાવર, અને 100 કિલો ગાજર લાવવામાં આવ્યા હતા. શાક રોટલા ખીચડી વગેરે બનાવવા માટે 10 જેટલા ચુલા તૈયાર કરાયા છે. જેમાં 1 હજાર મણ લાકડાનો ઉપયોગ થશે. 50થી 60 હજાર ભક્તો ભોજન પ્રસાદ લેશે તેવી ધારણા આયોજકોએ વ્યક્ત કરી હતી.
શાકોત્સવમાં આટલી સામગ્રી વપરાશે
- ભક્તો : આશરે 50,000 થી વધુ
- રોટલા: 80,000
- રીંગણા: 9,000 (કિલો)
- ખીચડી: 3,000 (કિલો)
- લાકડાં : 20,000(કિલો)
આ પણ વાંચો:
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube