ગુજરાત
Trending

હવે CMOને સીધી કરી શકાશે ફરિયાદ,ગુજરાતના CMO કાર્યાલયે WhatsApp નંબર જાહેર કર્યો

ગાંધીનગર : મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ(Bhupendrabhai Patel) બીજી વખત સત્તામાં આવ્યા બાદ સતત જનતાની સાથે સીધો સંવાદનો કાર્યક્રમ યોજી રહ્યા છે. આ વચ્ચે હવે નવા ટેક્નોલોજીના યુગમાં પહેલી વખત મુખ્યમંત્રી કાર્યાલય સીધા વોટ્સએપ(Whatsapp)ના માધ્યથી લોકોની સાથે જોડાવા જઇ રહ્યા છે. જેમાં લોકો સીધી ફરિયાદ પણ કરી શકશે અને પોતાની રજુઆત કરી શકશે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પહેલી જ વખત જનતાની સાથે સીધો સંવાદ કરવા માટે અને લોકોની તકલીફનું સમયસર નિરાકરણ કરવા માટે આ પહેલ શરૂ કરી છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં સીધી ફરિયાદ થઈ શકશે.

1%20

CM કાર્યાલયથી જાહેર કરાયો વોટ્સએપ નંબર
મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાર્યાલય સાથે જોડાવવા એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. જે વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક કરી શકાશે. જેના મારફતે વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. જે વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરાયો છે. 

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button