September 20, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ હીરાના વેપારીના પુત્રએ ભગવાન શ્રીરામનો વેશ ધારણ કરી પહોંચ્યો લગ્નમંડપમાં,દુલ્હો શ્રીરામ તો માં સીતા બની દુલ્હન–જુઓ વિડીયો

Surat News: રામ મંદિર(RamMandir)પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પર્વે સુરત શહેરમાં અત્યાર સુધીના સૌથી અનોખા લગ્ન જોવા મળ્યા હતા. આ લગ્નમાં વરરાજો કોઈ ઇન્ડોનેશિયન કે રાજા મહારાજાના ડ્રેસમાં નહિ પરંતુ ભગવાન શ્રી રામના લુકમાં, જયારે દુલ્હન માતા સીતાના લુકમાં તૈયાર થઇ હતી. જાણે અયોધ્યાનો રાજકુમાર મીથુલાની રાજકુમારી સાથે લગ્નના તાંતણે બંધાતો હોય, તેવી અનોખી થીમ ઉપર સુરતના(Surat News) મોણપરા પરિવારે આ અનોખા લગ્નનું આયોજન કર્યું હતું. હાલ આ લગ્ન(Wedding) ગુજરાતના જ નહિ પરંતુ દેશ-વિદેશમાં ચર્ચાઈ રહ્યા છે.

વાસ્તવમાં સુરતના શુભમ જેમ્સના હીરા વેપારી એવા દિનેશભાઈ મોણપરાએ તેમના દીકરાના લગ્ન અત્યંત અનોખી રીતે જ કરવાનું વિચાર્યું હતું. દર વર્ષે લગ્નસરાની સિઝનમાં લોકો અવનવી થીમ પર પોતાના દીકરા કે દીકરીના લગ્નનું આયોજન કરતા હોય છે. હાલ પણ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે લોકો મોટા આયોજનોની સાથે અલગ અલગ થીમ તેમજ સેટ ઉભા કરીને મબલખ પૈસો ખર્ચી લગ્નનો તામઝામ કરતા હોય છે. ત્યારે સુરતના મોણપરા પરિવારે એવા અનોખા લગ્નનું આયોજન કર્યું હતું કે, ગુજરાતના જ નહિ પરંતુ દેશ-વિદેશમાં આ પરિવારની ખુબ વાહવહી થઇ રહી છે.

વર-વધૂનો પહેરવેશ.
વર-વધૂનો પહેરવેશ…

સામાન્ય રીતે તો, લગ્નમાં વર-વધુ એકદમ ટ્રેડીશનલ કે રાજા મહારાજાના આઉટફીટમાં જોવા મળે છે, પરંતુ સુરતમાં 22 જાન્યુઆરી એટલે કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પર્વે અનોખા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના દિનેશભાઈ મોણપરાએ તેમના પુત્ર રાજને ભગવાન શ્રી રામના વસ્ત્ર ધારણ કરવાયા હતા, જયારે પુત્રવધુ દ્રષ્ટિને સીતામાતાનું રૂપ ધારણ કરાવ્યું હતું.

ખરેખરમાં… ભારતમાં લગ્નને એક તહેવારની જેમ જ ઉજવવામાં આવે છે. દરેક માતા-પિતા અને પરિવારની ઈચ્છા હોય છે કે, લગ્ન તો યાદગાર અને ખુબ જ ધામધૂમથી કરવા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી અનોખા લગ્નનો ક્રેઝ પણ ખુબ જ વધ્યો છે. લોકો લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરી અવનવી થીમ ઉભી કરી લગ્નને યાદગાર બનાવતા હોય છે, ત્યારે સુરતના હીરા વેપારી દિનેશભાઈ મોણપરાએ તેમના દીકરાના લગ્નમાં એવી અનોખી થીમ વિચારી હતી, જેની કોઈએ ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય.

વરરાજા શ્રીરામના વેશમાં લગ્નમંડપમાં પહોંચ્યા...
વરરાજા શ્રીરામના વેશમાં લગ્નમંડપમાં પહોંચ્યા…

સુરતમાં યોજાયેલા લગ્નપ્રસંગે ભગવાન રામને અનુસરતા વરરાજા જોવા મળ્યા હતા. દરેક વ્યક્તિના જીવનમાં લગ્નપ્રસંગ એક એવી ક્ષણ છે, જે પોતાના જીવનભરનું સંભારણું બનાવવા માગે છે, ત્યારે 22મી જાન્યુઆરીના શુભ દિવસે તેમના લગ્ન નક્કી થયાં હતાં, ત્યાર બાદ પિતાની ઈચ્છા પુત્રે પૂર્ણ કરી હતી. આર્થિક રીતે સંપન્ન પરિવારના દીકરાએ ડિઝાઇનર મોંઘાં વસ્ત્રો પહેરીને લગ્નમંડપમાં ભગવાન રામને શોભે એ પ્રકારનો પહેરવેશ પહેરીને સનાતન સંસ્કૃતિને આગળ વધવા માટે નિર્ણય લીધો હતો.

વરરાજા રાજ મોણપરા વ્યવસાયે લેબ્રોન ડાયમંડ જ્વેલરી બનાવવા સાથે સંકળાયેલા છે. પોતાના લગ્ન માટે ડિઝાઇનર કપડાં તૈયાર કરી લીધાં હતાં. પોતાની પત્નીએ પણ તેની સાથે જ ડિઝાઇનર કપડાં બનાવડાવી લીધાં હતાં. પરંતુ પુત્રએ ભગવાન રામની માફક હાથમાં ધનુષ લઈને માથે મુગટ પહેરી લગ્નમંડપમાં પ્રવેશ કર્યો હતો. વરરાજાને શ્રીરામના વેશમાં જોઈને હાજર લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા અને તમામ સંબંધીઓ અને મહેમાનોએ રાજા રામને વધાવ્યા હતા.

શ્રીરામના વેશમાં જાન લઈને પહોંચ્યા વરરાજા...
શ્રીરામના વેશમાં જાન લઈને પહોંચ્યા વરરાજા…

રામમય વાતાવરણ બનતાં પરિવારની વાત રાજે માની
શુભમ જેમ્સના માલિક દિનેશ મોણપરાએ જણાવ્યું હતું કે 8 મહિના અગાઉ 22મી જાન્યુઆરીના દિવસે મારા દીકરાના લગ્ન નક્કી કર્યા હતા, પરંતુ જ્યારે 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તારીખ જાહેર થઈ ત્યારે અમે સૌકોઈ ખુશ થઈ ગયા હતા. દીકરાના લગ્ન ખૂબ જ સારા દિવસે લેવાયા હોવાનો અલગ જ આનંદ હતો. લગ્નના દિવસે પહેરવા માટે મારા દીકરા રાજે ડિઝાઇનર કપડાં નક્કી કરી લીધાં હતાં, પરંતુ અંતિમ બે-ત્રણ દિવસ દરમિયાન જે પ્રકારનો દેશભરની અંદર ભગવાન રામ પ્રત્યેનો આદરભાવ જોવા મળ્યો હતો અને આખું વાતાવરણ રામમય બની ગયું, ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે મારા દીકરા રાજ પણ રામ બનીને જો લગ્નવિધિમાં જોડાય તો ખૂબ સરસ લાગશે અને મેં મારી વાત તેને કરતાં તેણે તરત જ તૈયારી બતાવી હતી. ડિઝાઇનર કપડાંને બાજુ પર રાખીને મારા દીકરાએ રામના પહેરવેશમાં લગ્નમંડપમાં આવીને લગ્નવિધિ સંપન્ન કરી હતી.

 

Group 69

 

 

Related posts

રાજકોટ/ ઉપલેટાના ભીમોરામાં 9 માસની બાળકીને એસિડ પીવડાવી માતાએ કર્યો આપઘાત,જનેતાનું મોત,બાળકી જીવન-મરણ વચ્ચે ઝોલાં…

KalTak24 News Team

અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાતમાં સભા ગજવશે-જાણો કાર્યક્રમ

KalTak24 News Team

બોટાદ/ સાળંગપુરધામ ખાતે મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને 200 કિલો ગુલાબ અને 20 કિલો ઓર્કિડના ફુલનો શણગાર, હજારો ભક્તોએ કર્યા દર્શન..,જુઓ ફોટોઝ

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી