June 22, 2024
KalTak 24 News
PoliticsGujarat

ભાજપમાં જોડાવાની અફવાઓ વચ્ચે ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાનો મોટો ખુલાસો,જાણો શું કહ્યું ?

Arjun Modhwadia/ FIle Photo
  • અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી અહેવાલોને આપ્યો રદિયો,
  • ‘હું કોંગ્રેસ પક્ષમાં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું’
  • ‘મારી ભાજપમાં જોડાવાની વાતનો કોઈ આધાર નથી’

Ahmedabad News: કોંગ્રેસમાંથી એકપછી એક મોટા માથા અને ધારાસભ્ય હાથનો સાથ છોડીને કેસરિયો ખેસ ધારણ કરી રહ્યાં છે. આજે સવારથી પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે એવી અટકળો ચાલી રહી હતી, ત્યારે આ મામલે અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા ટ્વીટર પર ખુલાસો કર્યો છે.અને કહ્યું છેકે, હું ક્યાંય જવાનો નથી, કોંગ્રેસમાં છું.

કોંગ્રેસના પોરબંદરના ધારસભ્યએ રાજીનામું આપી દીધું છે અને તેઓ આગામી ફેબ્રુઆરી મહિનામાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચા જાગી હતી. અનેક મીડિયા માધ્યમોમાં પણ આ સમાચાર વાયુવેગે વહેતા થયા હતા. ભાજપમાં હાલ ભરતી મેળો ચાલી રહ્યો છે અને વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ પણ રાજીનામું આપી દીધું છે અને તેઓ 4 ફેબ્રુઆરીની આસપાસ ભાજપમાં જોડાવાના છે. ત્યારે અર્જૂન મોઢવાડિયા પણ પક્ષની કોઇ વાતથી નારાજ થઇને કોંગ્રેસને રામ-રામ કહી રહ્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં આ વાત વાયુવેગે ફેલાયા બાદ આજે કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ ટ્વીટર(X) પર પોસ્ટ કરીને ખુલાસો કર્યો છે. ખુલાસો કરતા તેમણે જણાવ્યું છેકે, મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.

 

Group 69

 

 

Related posts

સુરત/ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવી એસટી બસને આપી લીલીઝંડી,દક્ષિણ ગુજરાતમાં આજથી 100 નવી એસટી બસ શરૂ

KalTak24 News Team

પેપર લીક મામલે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભગવાન શ્રી રામને લખ્યો પત્ર, જાણો પત્ર માં શું લખ્યું છે ?

KalTak24 News Team

મહેસાણા/ સૂર્યના પ્રથમ કિરણ સાથે ગુજરાતે રચ્યો ઇતિહાસ, 51 ઐતિહાસિક સ્થળો સહિત 108 સ્થળોએ એકસાથે સૂર્યનમસ્કાર કરી બનાવ્યો વિશ્વ રેકોર્ડ,વાંચો સમગ્ર અહેવાલ

KalTak24 News Team
43 વર્ષે ઉર્વશી ધોળકિયાએ બતાવ્યો બોલ્ડ અંદાજ AAPના મહિલા નેતા રેશ્મા પટેલ લગ્નના બંધનમાં બંધાયા, સામે આવી તસવીરો Diana Penty ની આ તસવીરો જોઇને ફેન્સ થયા દિવાના Health Tips :શું રાત્રે વહેલું ભોજન લેવાથી ઊંઘમાં સુધાર થઇ શકે?,More Tips Katrina Kaif Karva Chauth All Photos Malaika Arora Uncomfortable: કપડાના કારણે મલાઈકા દેખાઈ અસહજ, જુઓ વિડિઓ Navratri વચ્ચે Nusrat Jahan બોલ્ડ તસવીરો શેર કરતા ટ્રોલ થઈ