પોલિટિક્સગુજરાત
Trending

અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાતમાં સભા ગજવશે-જાણો કાર્યક્રમ

Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર આપી શકે તેવું લાગતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે.

ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખુદ ભાજપને ટક્કર આપવા માટે આજથી 20, 21 અને 22 નવેમ્બર ગુજરાત પ્રવાસ પર રહીને ચૂંટણી પ્રચારનો ભાગ બનશે.આ દરમિયાન વિવિધ સ્થળે રોડ શો અને જાહેરસભાને સંબોધશે. જાણો સંપૂર્ણ કાર્યક્રમ…

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના કાર્યક્રમની રૂપરેખા:
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 20, 21 અને 22 નવેમ્બર સુધી ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભવ્ય રોડ શોની સાથે સભાને પણ ગજવશે.

  • 20 નવેમ્બરે કેજરીવાલ હાલોલ ખાતે સાંજે 4 વાગ્યે રોડ શોમાં ભાગ લેશે.
  • 21મી નવેમ્બરે સાંજે 5:00 કલાકે અમરેલી ખાતે રોડ શોમાં ભાગ લેશે.
  • 22 નવેમ્બરે બપોરે 2:00 કલાકે ખંભાળિયા ખાતે જાહેર સભાને સંબોધશે.
  • સાંજે 5:00 વાગ્યે કેજરીવાલ સુરતમાં રોડ શોમાં ભાગ લેશે.
  • રાત્રે 9:00 વાગ્યે સુરતમાં જાહેરસભાને સંબોધશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button