September 21, 2024
KalTak 24 News
Gujarat

ધોરણ 10નું પરિણામ જાહેર/ ધોરણ -10નું 82.56 ટકા પરિણામ જાહેર, દાલોદ અને તલગાજરડા કેન્દ્રનું 100% પરિણામ

GSEB SSC Result 2024

Gujarat Board 10th(SSC) Result 2024 : ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board) દ્વારા ધો. 10 ની (Class-10th)પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. આ વર્ષે ધોરણ 10 નું પરિણામ 82.56 ટકા નોંધાયું છે. રાજ્યમાં ધોરણ-10માં 100 ટકા પરિણામ ધરાવતા બે કેન્દ્રો છે. જેમાં અમદાવાદ ગ્રામ્યનું દાલોદ કેન્દ્ર પર 100 ટકા પરિણામ અને ભાવનગર જિલ્લાનું તલગાજરડા કેન્દ્ર 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ભાવનગરનું તડ કેન્દ્ર બન્યું છે. તડ કેન્દ્ર પર 41.13 ટકા પરિણામ નોંધાયું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધી પાનીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નવી શિક્ષણ નીતીના અમલીકરણ બાદ અત્યાર સુધીનું ધો.10નું સૌથી શ્રેષ્ઠ પરિણામ છે. આ સાથે ઉમેર્યું કે, ત્રણ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પુરક પરિક્ષા આપી શકશે.

રાજ્યમાં ધો. 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર બન્યો છે. વિગતો મુજબ ગાંધીનગર જિલ્લાનું પરિણામ 87.22 ટકા નોંધાયું છે. આ સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર બન્યો છે. પોરબંદર જિલ્લાનું પરિણામ 74.57 ટકા આવ્યું છે. રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1389 તો 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 264 હોવાનું સામે આવ્યું છે.

ધોરણ-10ના પરિણામમાં વિદ્યાર્થીનીઓ અવ્વલ

રાજ્યમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 86.69 ટકા નોંધાયું છે. વિદ્યાર્થીઓનુ પરિણામ 79.12 ટકા નોંધાયું છે. જેમાં A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 23247, A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 78893, B1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 118710, B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 143894, C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 134432, C2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 72252 અને D ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 6110 હોવાનુ સામે આવ્યું છે.

માધ્યમિક શિક્ષણ બોર્ડ ચેરમેને શું કહ્યું?

ધોરણ-10નું પરિણામ જાહેર થયા બાદ હવે માધ્યમિક શિક્ષણ બોર્ડ ચેરમેન બંછાનિધી પાનીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે, 21869 વિદ્યાર્થીઓને એક વિષયમાં સુધારો કરાયો અને 32971 વિદ્યાર્થીઓને બે વિષય માં સુધારો કરાયો છે. 21854 વિદ્યાર્થીઓને ત્રણ વિષયના પરિણામમાં સુધારો કરાયો છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીનીઓનું પરિણામ 86.69 ટકા અને વિદ્યાર્થીઓનુ પરિણામ 79.12 ટકા નોંધાયું છે. તેમણે ઉમેર્યું હતું કે, પરીક્ષા દરમિયાન 400 કોપી કેસ નોંધાયા. સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં કેસ નોંધાયા. કુલ 577556 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.

GSEB ગુજરાત બોર્ડ SSC 10મું પરિણામ 2024

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જવું
  • બોર્ડ વેબસાઈટ નામની કોલમ પર ક્લિક કરવું
  • હોમપેજ પર આવેલી લિંક GSEB SSC પરિણામ 2024 પર ક્લિક કરવું
  • આ પછી, એક નવું પૃષ્ઠ ખુલશે
  • આ પૃષ્ઠ પર રોલ નંબર અને ID વગેરે વિગતો સબમિટ કરવી
  • સબમિટ બટન દબાવ્યા બાદ પરિણામ દેખાશે
  • પરિણામને ડાઉનલોડ પણ કરી શકાશે
  • વોટ્સએપ પર પણ જોઇ શકાશે પરિણામ
  • વોટ્સએપ નંબર 6357300971 પર મેસેજ કરી શકાશે
  • મેસેજમાં બોર્ડ પરીક્ષા સીટ નંબર દાખલ કરવાનો રહેશે

 

 

Group 69

 

 

Related posts

ગુડ ન્યૂઝ / હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો આ તારીખે કરાવશે શુભારંભ

KalTak24 News Team

સુરતની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા એકનું મોત, પાંચને ઇજા

KalTak24 News Team

સુરત/ આખરે 9 મહિના બાદ ગુમ યુવાનનું પરિવાર સાથે થયું મિલન,પોલીસ મથકમાં સર્જાયા ભાવુક દ્રશ્યો

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી