May 20, 2024
KalTak 24 News
GujaratPolitics

સુરત/ 22 દિવસ બાદ અચાનક પ્રગટ થયા નિલેશ કુંભાણી,કહ્યું- ‘2017માં કોંગ્રેસે ગદ્દારી કરી તેનો મેં બદલો લીધો’,પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત

Nilesh Khumbhani

સુરત : સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાનું ફોર્મ નાટકીય રીતે રદ કરાવ્યા બાદ પોતે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને ત્યારબાદ તેઓ એકાએક જ ચૂંટણી પછી મીડિયા સમક્ષ હાજર થયા હતા અને કોંગ્રેસની સાથે બદલો લેવા માટે આ સમગ્ર કાવતરું તેમને કર્યુ હોવાનો પણ સ્વીકાર મીડિયા સમક્ષ કર્યો હતો.

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાનું ચૂંટણી ફોર્મ પોતાના જ સંબંધીઓ સાથે મળીને રદ કરાવવાનું આખું ષડયંત્ર રચ્યું અને આ ષડયંત્ર કોંગ્રેસ સાથે બદલો લેવા માટે રાખ્યો 2017માં કોંગ્રેસે નિલેશ કુંભાણીની ટિકિટ કાપી હતી. નિલેશ કુંભાણીએ સીધો આરોપ કોંગ્રેસ પર મૂક્યો હતો કે, પાર્ટીને પૈસા આપ્યા હોવા છતાં પણ પહેલા મને ટિકિટ આપી અને ત્યારબાદ બીજાએ વધારે પૈસા આપતા મારું નામ કાપીને પાર્ટીએ મારી સાથે ગદ્દારી કરી. એટલા માટે જ મેં નિર્ણય કર્યો હતો કે હું પણ પાર્ટી સાથે ગદ્દારી કરીશ અને 2024માં જ્યારે મને ટિકિટ આપવામાં આવી ત્યારે મારા ટેકેદારોએ આ સમગ્ર ખેલ કર્યો હોવાની કબુલાત નિલેશ કુંભાણીએ મીડિયા સમક્ષ કરી.

સુરતના 19 લાખ મતદારો સાથે ગદ્દારી શા માટે કરી તેવું પૂછતા નિલેશ કુંભાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, મેં ગદ્દારી નથી કરી કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન સાથ ન આપ્યો. પરેશ ધાનાણી જ્યારે સુરતમાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસના એક પણ મોટા આગેવાન તેમની સાથે સ્ટેજ પર ન હતા અને મારી સાથે કોઈ પણ પ્રચારમાં પણ આવતું ન હતું માત્ર મતદારો જ મારી સાથે હતા કોંગ્રેસના એક પણ નેતાઓ મારી સાથે પ્રચાર દરમિયાન પણ સાથ આપતા ન હતા અને એટલા માટે મારે આ પગલું ભરવું પડ્યું.

nilesh kumbhani 1 1715363862

અમારા હિતેચ્છુ જે નિર્ણય લે છે તે પ્રમાણે કરીશું

નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી નિલેશ ભાઈ સૌરાષ્ટ્રમાં તેમની વાડી અને તેમના ઘરે હતા,હું મારું ફોર્મ રદ થયા પછી અમદાવાદ હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે જતો હતો પરંતુ અડધે રસ્તે પહોંચતા જ મને જાણવા મળ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મારા ઘરે વિરોધ કરવામાં આવ્યો છે. મારા ભાજપ સાથે કોઇ સબંધ નથી. મારા ટેકેદારો કોંગ્રેસના નેતાઓથી થાકી ગયા હતા, કોઇ વિધાનસભામાં સાથ આપતા ન હતા.ત્યારબાદ મેં નક્કી કરી લીધું કે હવે મારે કોંગ્રેસની સાથે રહેવું નથી અને એટલા માટે હું કોંગ્રેસની સાથે ન રહ્યો હું મારા ઘરે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી રહેતો હતો.

ભાજપના નેતાઓના સંપર્કની વાત જ્યારે મીડિયાએ પૂછી ત્યારે નિલેશ કુંભાણી દ્વારા પણ જણાવવામાં આવ્યું કે, કોઈ પણ ભાજપનો નેતા મારા સંપર્કમાં નથી અને હું આગામી રણનીતિ મારા સમર્થકો સાથે મળીને કરીશ કે સામાજિક કાર્યમાં રહેવું કે કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાવું. સુરતના 19 લાખ મતદારો સાથે ગદ્દારી કર્યાનું જરા પણ દુઃખ નિલેશ કુંભાણીના ચહેરા પર દેખાઈ રહ્યું ન હતું જાણે તેમને કોંગ્રેસ સાથે બદલો લઈને મોટી જંગ જીતી હોય તે પ્રકારનો એટીટ્યુડ નિલેશ કુંભાણીના વર્તનમાં દેખાઈ રહ્યો હતો.

મીડિયા ટેકેદારોના અપહરણની વાત નિલેશ કુંભાણીને પૂછી ત્યારે નિલેશ કુંભાણીએ જણાવ્યું કે મારા ટેકેદારોનું અપહરણ થયું ન હતું. માત્ર તેઓ મારાથી સંપર્ક વિહોણા થયા હતા અને ત્યારબાદ ટેકેદાર હોય જ મને જણાવ્યું કે અમે અમારી રીતે સેફ જગ્યા પર ચાલ્યા ગયા હતા.

પ્રતાપ દૂધાતની ધમકી પર વળતો જવાબ આપતા કુંભાણીએ જણાવ્યું કે, હું સુરતમાં આંટા મારું છું. કોઈ માઈનો લાલ મને અડીને બતાવે. ટિકિટ મળી ત્યારથી કોંગ્રેસના કોઈ કાર્યકર્તા કે નેતાઓ સાથ નહતા આપતા. ડોર ટૂ ડોર પ્રચારમાં જઉ, તો પણ કોઈ સાથે નહતું આવતુ. આજે બની બેઠેલા કોંગ્રેસના નેતાઓ પણ સહકાર નહતા આપતા. મારા ટેકેદારો પણ કોંગ્રેસના નેતાઓથી થાકી ગયા હતા.પરંતુ કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી એટલા માટે મેં અને મારા ટેકેદારોએ સાથે મળીને આ કર્યું.

nilesh kumbhani 3 1715363892

ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી ફોર્મ રદ્દ થયા બાદ સંપર્કવિહોણા થઈ ગયેલા નિલેશ કુંભાણીને 26 એપ્રિલના રોજ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓએ પોતાને કોંગ્રેસના સૈનિક ગણાવીને પાર્ટીના સ્થાનિક નેતાઓ પર પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. કુંભાણી જણાવ્યું હતું કે, ફોર્મ રદ્દ થયા બાદ પિટિશન દાખલ કરવા અમદાવાદ જવા રવાના થયો, ત્યારે કોના ઈશારે કોંગ્રેસના કાર્યકરોએ મારા ઘરે આવીને વિરોધ કર્યો?

લોકસભાની ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર નાટકીય ઢબે રદ થયા બાદ નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. કોંગ્રેસે કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ તેઓ વીડિયો મારફતે અચાનક પ્રગટ થયા હતા. જો કે, 1 મેના રોજ રાત્રે સરથાણામાં નિલેશ કુંભાણી પોલીસ બંદોબસ્ત સાથે ઘરે પહોંચ્યા હતા. પરંતુ સવારે તબિયત ખરાબ હોવાનું જણાવીને ફરીથી તેઓ ગાયબ થઈ ગયા હતા. પરંતુ આજે સાંજે સુરત કોંગ્રેસના ગાયબ થયેલા ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા હતા અને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા.

કોંગ્રેસે કુંભાણીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા

ઉલ્લેખનીય છે કે, સુરત લોકસભા સીટના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ ટેકેદારોની સહી ખોટી હોવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ 20 એપ્રિલના સવારના 10 વાગ્યાથી રાજકીય ડ્રામા શરૂ થયો હતો. 21 એપ્રિલે સવારે કલેક્ટર ઓફિસમાં સુનાવણી થઈ હતી અને અંતે ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું હતું. ત્યાર બાદ ચૂંટણી અધિકારીએ ભાજપના મુકેશ દલાલને બિનહરિફ જાહેર કર્યા હતા. તેમજ કુંભાણી જ્યારથી ફોર્મ રદ થયું ત્યારથી ગાયબ હતા. પરંતુ 26 એપ્રિલે અચાનક તેઓ સામે આવ્યા હતા અને 5 મિનિટ 15 સેકન્ડના વીડિયો દ્વારા તેમણે મેસેજ આપ્યો હતો. તેમણે કહ્યું કે, હું તો હાઇકોર્ટમાં જવા માગતો હતો પણ કોંગી નેતાઓએ સાથ ન આપ્યો. હું કોંગ્રેસ સાથે છું અને સાથે રહીશ. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે કુંભાણીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

 

Group 69

 

 

Related posts

સાળંગપુર/ પહેલીવાર 54 ફૂટની મૂર્તિ પર 4D AR ટેક્નોલોજીથી હનુમાનજીના જીવન ચરિત્રનો લેસર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર

KalTak24 News Team

સુરત/ વાટલીયા પ્રજાપતિ સમાજે માનવતા મહેકાવી…7 વર્ષીય બ્રેઇનડેડ શિવમ ખસતીયાના અંગદાનથી ત્રણ લોકોને મળશે નવજીવન,જુઓ VIDEO

Sanskar Sojitra

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ના તમામ ગ્રામ પંચાયતના તમામ VCE દ્વારા વિધાનસભાના દંડક શ્રી રમેશ કટારા જીને રજૂઆત કરવામાં આવી

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા