September 8, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ આખરે 9 મહિના બાદ ગુમ યુવાનનું પરિવાર સાથે થયું મિલન,પોલીસ મથકમાં સર્જાયા ભાવુક દ્રશ્યો

surat middle family news

Surat News: આર્થિક ભીંસના કારણે કાપોદ્રા વિસ્તારમાં રહેતા આધેડ યુવાન 9 મહિના પહેલા ઘર છોડીને ક્યાંક જતા રહ્યા હતા. આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં આધેડ યુવાનની પત્નીએ ગુમ થયા બાબતની પોલીસ ફરિયાદ પણ આપી હતી. આ દરમિયાન કાપોદ્રા પોલીસે 9 મહિના બાદ આધેડને રાજસ્થાનથી શોધી કાઢ્યા હતા. 9 મહિના બાદ પોલીસની ટીમ આધેડ યુવાનને લઈને સુરત પરત ફરતા પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પિતાને જોઇને બંને દીકરીઓ દોડીને પિતાને ભેટી પડી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ,મૂળ ભાવનગરના વતની અને હાલમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા કિશોરભાઈ હિંમ્મતભાઈ ડોડિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. તેઓ છૂટક કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ કામમાં ખાસ આવક ન થતા અને કોઈ સારો રોજગાર ન મળતા તેઓ તણાવમાં આવી ગયા હતા. 9 મહિના અગાઉ ગઇ તારીખ 14/02/2023ના રોજ ઘરેથી કોઇને કંઇ પણ કહ્યા વગર ક્યાય ચાલ્યા ગયા હતા.

આ પણ વાંચો:સુરતમાં ગરબાની પ્રેક્ટિસ કરી રહેલા વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત,નવરાત્રી બાદ અભ્યાસ અર્થે જવાનો હતો UK

આ મામલે તેઓની પત્નીએ કાપોદ્રા પોલીસ મથકમાં પતિ ગુમ થયા અંગેની જાણ પણ કરી હતી. જેને લઈને કાપોદ્રા પોલીસે તપાસ પણ હાથ ધરી હતી. 9 મહિનાથી તેઓની પત્ની અને બે દીકરીઓ ચિંતાતુર બની ગયી હતી. છેલ્લાં 9 મહિનાથી નાની દીકરીઓ તેના પિતા વગર માતા સાથે રહેતી હતી.

બીજી તરફ કિશોરભાઈ મોબાઈલ ફોન બંધ રાખતા હોય તેઓને શોધવું પણ મુશ્કેલ બન્યું હતું. આ દરમિયાન તેઓએ અજાણ્યા નંબરથી પરિવારને ફોન કર્યો હતો અને પોલીસે આ મામલે તપાસ કરી હતી ફોન કરનારનો નંબર જયપુર ખાતે રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા હોમ ગાર્ડના જવાનનો હોવાનું કાપોદ્રા પોલીસને માલુમ પડતા હોમગાર્ડને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યો હતો. બીજી તરફ પોલીસની એક ટીમ તાત્કાલિક ત્યાં રવાના થઇ હતી અને ત્યાંથી કિશોરભાઈને હોમ ગાર્ડની મદદથી શોધી કાઢ્યા હતા. કિશોરભાઈ સુરતથી દિલ્હી ગયા હતા અને ત્યાં વેઇટર તરીકે કામ કર્યું હતું અને ત્યારબાદ જયપુર જઈને સોડાની લારી પર કામ કરતા હતા.

સુરતની કાપોદ્રા પોલીસ તેઓને લઈને સુરત પહોચી હતી. આ દરમિયાન કાપોદ્રા પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પિતાને જોઇને બંને દીકરીઓ ભેટી પડી હતી. કિશોરભાઈનું 9 મહિના બાદ પત્ની અને બંને દીકરીઓ સાથે મિલન થયું હતું અને આ દ્રશ્યો જોઇને સૌ કોઈ ભાવ વિભોર બની ગયા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

BIG BREAKING: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની અટકાયત,કથિત તોડકાંડ મામલે ભાવનગર પોલીસની કાર્યવાહી

KalTak24 News Team

રાજુલા તાલુકાના કાતર ગામે એક સાથે 13 સિંહોને લટાર મારવા નિકળ્યા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો..

KalTak24 News Team

સુરત: હજીરા ઘોઘા રોરો ફેરી ઉપડવાના સમયમાં ફેરફાર થતા મુસાફરોમાં ભારે રોષ

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી