Vande Bharat Sleeper train News: વર્લ્ડ ક્લાસ રેલ સુવિધાઓનો અનુભવ આપતી વંદે ભારત ટ્રેન હવે વધુ વિશેષ બનવા જઈ રહી છે. જે પણ એક વખત તેમાં મુસાફરી કરે છે તે ટ્રેનના વખાણ કરે છે. હવે સરકાર ટૂંક સમયમાં સ્લીપર કોચ સાથે વંદે ભારત શરૂ કરવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર આ ટ્રેન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે બેંગલુરુમાં BEML ખાતે વંદે સ્લીપર કોચનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ કહ્યું કે, અમે ત્રણ મહિના પછી વંદે ભારત સ્લીપર કોચનું પેસેન્જર ઓપરેશન શરૂ કરવાની આશા રાખીએ છીએ. આ ટ્રેનના તમામ કોચ સંપૂર્ણપણે સ્લીપર હશે. વંદે સ્લીપર કોચનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે અને તે આગામી દિવસોમાં BEML ફેક્ટરીમાંથી બહાર પાડવામાં આવશે.
The Sleeper version of Vande Bharat train looks amazing. pic.twitter.com/vpIDgiPZ2j
— Indian Tech & Infra (@IndianTechGuide) September 1, 2024
વંદે ભારત સ્લીપર ટ્રેનનું ઈન્ટિરિયર જોઈને તમને આશ્ચર્ય થશે
વાયરલ વીડિયોની શરૂઆત કોચનો દરવાજો ખુલતાની સાથે જ થાય છે, દરવાજો ખુલતા જ તમે સમજી જશો કે આ કોઈ સામાન્ય ટ્રેન નથી. કોચની સુંદરતા એટલી બધી છે કે કોઈપણ તેમાં મુસાફરી કરવાનું પસંદ કરશે. વંદે ભારતનો સ્લીપર કોચ એરોપ્લેનના ઈન્ટીરિયરને ટક્કર આપે છે. પુશ બટન વડે દરવાજા આપોઆપ ખુલે છે. સ્લીપર સીટો વધુ આરામદાયક અને આકર્ષક લાગી રહી છે. આ ઉપરાંત, તે વધુ પહોળી પણ છે. આખો કોચ એસી છે અને ગ્રે રંગનું ઈન્ટીરીયર તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે.
અશ્વિની વૈષ્ણવે વધુમાં કહ્યું કે, આ લાંબી મુસાફરી હતી. નવી ટ્રેન ડિઝાઇન કરવી એ એક જટિલ કાર્ય છે. વંદે ભારત સ્લીપરમાં ઘણી નવી સુવિધાઓ છે. વંદે ભારત ચેર-કાર, વંદે સ્લીપર, વંદે મેટ્રો અને અમૃત ભારત લોકોની મુસાફરી કરવાની રીત બદલી નાખશે. આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહત્વાકાંક્ષી ભારતને પ્રતિબિંબિત કરે છે. અગાઉના દિવસે, વૈષ્ણવે BEML ખાતે સ્ટાન્ડર્ડ અને બ્રોડગેજ રોલિંગ સ્ટોક મેન્યુફેક્ચરિંગ માટે નવા હેંગરનો શિલાન્યાસ કર્યો હતો. BEML ખાતે કાર્યક્રમ પછી, વૈષ્ણવે મલ્ટી-ડીસીપ્લીનરી ડિવિઝનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (MDDTI), બેંગલુરુ (રેલ્વે ટ્રેનિંગ સેન્ટર) ખાતે તાલીમાર્થીઓ અને સ્ટાફ સાથે વાતચીત કરી હતી.
યૂઝર્સ બોલ્યા આ બધું લાંબું ચાલશે નહીં
વીડિયોને @IndianTechGuide નામના X એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 5 લાખ 20 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોને લઈને અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું… આ બધું લાંબુ નહીં ચાલે, દેશના લોકો આને પણ વહેંચી દેશે. અન્ય યુઝરે લખ્યું… ઈન્ટિરિયર જેટલું સુંદર હશે, ટિકિટ એટલી જ મોટી હશે. તો અન્ય યુઝરે લખ્યું… ગુટખા ખાનારા પર આ ટ્રેનમાં પ્રતિબંધ લગાવવો જોઈએ.
પહોળો કોરિડોર અને વિશાળ શૌચાલય
વંદે ભારત સ્લીપર કોચનો કોરિડોર ઘણો પહોળો અને આકર્ષક છે. સામાન્ય ટ્રેનોની સરખામણીમાં લાંબો અને ખુલ્લો કોરિડોર ખરેખર સુંદર લાગે છે. આ સિવાય ટ્રેનના વોશરૂમ વધુ પહોળા અને મોટા છે જેમાં વોશ બેસિન પણ લગાવવામાં આવ્યા છે.
ચેતકની જેમ દોડશે ટ્રેન
ToI રિપોર્ટ અનુસાર, વંદે ભારત સ્લીપર, જે રાજધાની એક્સપ્રેસ કરતાં વધુ સારી સુવિધાઓ સાથે આવશે, તે 160 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે સેમી-હાઈ સ્પીડ ટ્રેન હશે. આ ટ્રેનનું ટ્રાયલ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવશે. BEML દ્વારા ઉત્પાદિત પ્રથમ પ્રોટોટાઇપમાં કુલ 16 કોચ હશે, જેમાં 11 એસી 3 ટાયર કોચ, 4 એસી 2 ટાયર કોચ અને એક એસી ફર્સ્ટ ક્લાસ કોચ હશે. તેમજ બે કોચ એસએલઆર હશે. 16 કોચવાળી ટ્રેન એસી 3 ટાયરમાં 611 બર્થ, એસી 2 ટાયરમાં 188 બર્થ અને એસી 1માં 24 બર્થ સાથે કુલ 823 મુસાફરોને લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube