Viral Video
Trending

કોણ છે કોઠારીયાના દિવ્યાંગ સ્ટાર કમાભાઈ? આજે બોર્ડીગાર્ડ સાથે ડાયરામાં મારે છે એન્ટ્રી..

  • કમાએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી
  • ગુજરાત જ નહીં દેશ-વિદેશ સુધી પહોંચી ઓળખ
  • કીર્તિદાને ગઢવીના સહારે ફેમસ થયો કમો

સુરેન્દ્રનગર(Surendranagar) : ગુજરાતમાં હાલ દરેક ડાયરામાં એક નામ વધુ ચર્ચાઈ રહ્યું છે જે છે ‘કમો’. કમો(kamo) કમાની રીતે…કમો તો ભાઇ કમો કહેવાય… કમો(kamo) મોજ આવે તો બોલે નકર નો પણ બોલે… હાલ ગુજરાતના જાણીતા કલાકારોના મુખે આવા શબ્દો ખુબ જ સાંભળવા મળતા હોય છે. ત્યારે તમને થશે કે આ કમો(kamo) કોણ છે? જેને દેશ-વિદેશમાં ભારે બોલબાલા થવા લાગી છે. સોશિયલ મીડિયા પર તમને કમો ક્યાંકને ક્યાંક તમને દેખાયો તો હશે જ. આમ તો આખુ ગુજરાત હાલ કમાને ઓળખતુ થઇ ચૂક્યું છે પરંતુ હજું પણ કેટલાક લોકો કમાથી અજાણ છે.

આજે વિદેશ સુધી પહોંચી જનાર કમાભાઇ ઉર્ફ કમલેશભાઈ(kamo) થોડા સમય પહેલા સુધી કોઈ દિવસે સ્ટેજ સુધી પણ નહિ ગયા હોય. સ્ટેજ(stage) ઉપર જવા અને બેસવાનું તો કદાચ તેણે સ્વપ્ન પણ જોયું ન હશે. જો કે કમાની કિસ્મતે પલટી મારી અને કિર્તીદાનનો ભેટો થઇ ગયો. કિર્તીદાન ગઢવી(kirtidan gadhvi)એ હાથ પકડી આ કમાભાઇને આગળ લાવી દીધા. બધા જ ડાયરાઓમાં બોલાવીને પોતાની સાથે રાખી તેમને સ્ટાર બનાવી દીધા છે.

No description available.

કોણ છે કમો ?

કમો એટલે કમલેશભાઇ. તેનું નામ કમલેશ નરોત્તમભાઇ નકુમ છે. તેની 26 વર્ષ ઉંમર છે. તેમના પિતા નરોત્તમભાઇ ખેડૂત છે. કમાભાઇને 2 મોટાભાઇ છે, જેમનું નામ સુરેશભાઇ અને સંજયભાઇ. બન્ને લાદી સ્ટાઇલનું કામ કરે છે. કમાભાઇ સુરેન્દ્રનગર જીલ્લાના  વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના વતની છે. કમાભાઇ આ ગામના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે.

 

શું કહ્યું કમા ઉર્ફ કમલેશ ના પરિવારે ??

કમા ઉર્ફ કમલેશભાઈ ના માતા-પિતાએ કમાભાઈ ઉર્ફ કમલેશભાઈ(Kamo/Kamlesh) ની વિશે એવી વાત જણાવી હતી કે, જ્યારે કમો નાનો હતો ત્યારે ડોક્ટરે એવું કહ્યું હતું કે તેઓ સ્લોલર્નર છે. તે ખૂબ ભોળો છે. તેને દુનિયાદારીની ઝાઝી સમજણ નથી, પરંતું ભજનમાં ઉંડો રસ ધરાવે છે. તેનો અવાજ સ્પષ્ટ નથી, પરંતુ ભજન ગાવાનો શોખ ધરાવે છે. લોક ડાયરામાં જવાની તક શોધતો રહેતો હતો. ત્યાર પછી તેઓ પહેલી વખતે કિર્તીદાન ગઢવીએ ડાયરાના કાર્યક્રમમાં બોલાવ્યા હતા. એનો નિર્દોષ ભાવ અને ભકિતમાં તરબોળ થઇ કરાતી ગાંડી-ઘેલી હરકતો લોકોને ગમી ગઇ. એ દિવસે તેમના ખિસ્સામાં 6 હજાર રૂપિયા પણ હતા અને તેમને આપ્યા હતા. આમ તેઓ એક પછી એક એમ બધા જ કાર્યક્રમોમાં જવા લાગ્યા હતા.

 

No description available.

કમાભાઇની માતા તેને કમો નહીં મારો કાનો કહે છે
તેની માતા માટે કમો નહીં પણ કાનો છે. તે તેને કાનો કહીને જ બોલાવે છે. પરિવારનું કહેવું છે કે, અમે હિંમત હાર્યા જ નથી, કમો ખાઇ પીને મોજ કરે છે. કમો તેની મોજમાં જ રહે છે. તેને જે કરવું હોય તે કરવા દઇએ છીએ. કમાને ભજીયા બહુ ભાવે છે. દૂધ લેવા જવું તેવું બધુ ઘરનું કામ પણ કમો કરે છે. અમે તો સાચવીએ પણ આખુ ગામ સાચવે છે. આશ્રમે વજાબાપા પણ સાચવતા હતા. એક દિવસ કોઈ નહોતું ઓળખતું હવો કોણ નથી ઓળખતું ?

 

સુરેન્દ્રનગરના કોઠારીયા(kothariya kamo)નો આ કમો આજે એકાએક જગ વિખ્યાત બની ગયો છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં હાલ કમાંનો જોરદાર ટ્રેન્ડ માં છવાયેલો છે. ત્યારે કમાંનો પરિવાર પણ હવે ગર્વ અનુભવી રહ્યો છે. કમો ઉર્ફ કમલેશભાઈ તાજેતરમાં ગુજરાતી કલાકાર કીર્તિદાન ગઢવી(kirtidan gadhvi)ના પગલે ચર્ચામાં આવ્યો છે. કોઠારીયાના ગ્રામજનો કમાને હાલ પોતાના ગામનું ગૌરવ ગણી રહ્યા છે. પરંતુ એક દિવસ એવો પણ હતો કે કમાને કોઈ બોલાવતું પણ નહોતું. પરંતુ કહેવાય છે ને સમયનું ચક્ર ક્યારે ફર્યું અને કમો જમીનથી સીધો એક અલગ જ સ્ટેજ પર પહોંચી ગયો છે. આજે ચારેબાજુ કમાની કિર્તી ગુંજી રહી છે. ગુજરાત રાજ્યમાંથી અનેક લોકો કમાને મળવા કોઠારીયા પહોંચી રહ્યા છે. ત્યારે કીર્તિદાન ગઢવી(kirtidan gadhvi), માયાભાઈ આહીર(Mayabhai Ahir), જીગ્નેશ કવિરાજ(jignesh kaviraj),રાજભા ગઢવી, સાગરદાન ગઢવી, અલ્પા પટેલ,નેહા સુથાર, અપેક્ષા પંડ્યા સહિત અનેક કલાકારો ના કાર્યક્રમો માં કમો હાજરી આપી અનેક પ્રશંસકોનું દિલ જીતી રહ્યો છે.

સૌરાષ્ટ્રના કોઠારીયા(Kothariya) ગામના વતની કમાભાઇ સ્લોલર્નર કહી શકાય એવી મનોસ્થિતિ ધરાવતાં કમાએ આજે લોકપ્રિયતામાં ઉંચી ઉડાન ભરી છે. સોશિયલ મીડિયામાં કમા ઉર્ફ કમલેશભાઈ ના આજે લાખો ફેન્સ ફોલોઅર્સ ધરાવે છે. ડાયરા કિંગ કિર્તીદાન ગઢવી(kirtidan gadhvi) થકી આખું ગુજરાત અને દેશ-વિદેશના લોકો કમા ઉર્ફ કમલેશને ઓળખે છે. કમાએ કોઠારીયાથી લઈને કેનેડા સુધી ધૂમ મચાવી દીધી છે.

કમો ઉર્ફ કમલેશ ભાવનગર માં કોને મળ્યો ??

એટલું જ નહીં, ભાવનગરમાં ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા કીર્તિદાન ગઢવી(kirtidan gadhvi)નું સન્માન કરાયું હતું. કીર્તિદાનને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ દરમિયાન કીર્તિદાન ગઢવી  દ્વારા કમા ઉર્ફ કમલેશ ને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કમાને સ્ટેજ પર આમંત્રણ પણ અપાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendrabhai Patel), શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani) સહિતના અનેક રાજનીતિના દિગ્ગજો ઉપસ્થિતિ હતા.આ વચ્ચે ફેમસ દિવ્યાંગ સ્ટાર કમાભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી(chief minister) સાથે હાથ મિલાવ્યો હતો અને પોતાની કાલીઘેલી ભાષામાં સૌલોકો સાથે સંવાદ સાધ્યો હતો.

 

No description available.

કિર્તીદાન ગઢવીએ હાથ પકડતાં કમાની કિસ્મત ખુલી ગઇ. આજે તે દેશ વિદેશમાં કમલેશ ફેમસ થઇ ગયો. કિર્તીદાન બાદ અન્ય કલાકોરોનો પણ તેને પ્રેમ મળ્યો. ગુજરાત ના બધા લોકો તેને બોલાવવા માંડતાં તે ધીરે ધીરે ડાયરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો..

સુપરસ્ટાર જેવી હોય છે કમાભાઇ(kamo)ની એન્ટ્રી
હાલ આખા રાજ્યમાં જાણિતા બની ચૂકેલા કમાભાઇ લક્ઝરીયસ કારમાં ફરતા જોવા મળે છે. તેઓ મોંઘી કારમાંથી લોકોનું સમર્થન જીલે છે. કોઇપ્રસંગ, કાર્યક્રમ અને ઉદ્ઘાટનમાં તેમને મહેમાન તરીકે બોલાવવામાં આવે છે. કમાની એન્ટ્રી સુપર સ્ટાર જેવી હોય છે. સૌ કોઈ લોકો તેને હોશે હોશે વધાવી લે છે. લોકો તેમની સાથે સેલ્ફી પડાવવા માટે દોડી જાય છે.

હાલ કમાભાઇના જે વીડિયો વાયરલ થયા છે તેમાં તેઓ ભારત માતા કી જય, વંદે માતરમ અને મોદીજીના ભાઇઓ-બહેનો વાળા શબ્દો પણ ઉચ્ચારે છે. તે કહે છે કે તેને ઘરે જવું ગમતું નથી ગીત ગમે છે.

 

ડાયરા જેવા કાર્યક્રમોમાં ખુબ રસ
કમલેશભાઇ કોઠારીયાને કેનેડા સુધી પહોંચાડ્યું છે. તેઓ નાનપણથી જ ડાયરો, સંતવાણી, આખ્યાન, રામામંડળ, ભજન, કથા, માતાજીનો માંડવો, ધાર્મિક કાર્ય, ડાક-ડમરૂ અને ધૂણવામાં ખુબ રસ ધરાવે છે. કમાભાઇ કાલીઘેલી ભાષામાં વાત કરી શકે છે. કોઠારીયા ગામના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં તે વધુ સમય પસાર કરે છે.

દિકરીને સાસરે વળાવે તેને કમો 10 રૂપિયા આપે
આખા ગામમાં કોઈ પણ દીકરીના લગ્ન હોય તો કમાભાઇ પોતાની બહેન માનીને શીખ આપે છે. 10 રૂપિયા આપીને બહેનને વળાવે છે. ગામમાં કોઇપણ પ્રસંગમાં કમાભાઇની હાજરી અચૂક હોય છે. 

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button