September 20, 2024
KalTak 24 News
Gujarat

ELECTION BREAKING : આજે સાંજે ગુજરાત આવશે PM મોદી,આવતીકાલે જાણો ક્યાં મતદાન કરશે

ahmedabad outside gujarat casting polling assembly election 5d967c86 e3f5 11e7 bd8c dad1885580ce

અમદાવાદ(Ahmedabad):  ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ના બીજા તબક્કાના મતદાનને હવે ફક્ત 1 દિવસ બાકી રહ્યો છે. આવતીકાલે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની 93 બેઠકો માટે મતદાન થશે. આવતીકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે PM નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે રવિવારે સાંજે અમદાવાદ(Ahmedabad) પહોંચશે. PM મોદી લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે આવશે અને તેઓ આવતીકાલે અમદાવાદમાં મતદાન કરશે.

મળતી માહિતી અનુસાર, આવતીકાલે 5 ડિસેમ્બરના રોજ પીએમ મોદી સવારે 8 કલાકે રાણીપમાં મતદાન કરશે. સાથે જ બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટે તેઓ ગુજરાતના નાગરિકોને અપીલ પણ કરશે.PM મોદી માતા હીરા બા સાથે પણ મુલાકાત કરી શકે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છેે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા 100 વર્ષથી વધુ ઉંમરના છે, તેઓ ગુજરાતની દરેક ચૂંટણીમાં પોતાની ફરજ બજાવીને અવશ્ય મતદાન કરવા જાય છે. મહત્વનું છે કે, પરિવારના સદસ્યો દ્વારા તેમને મતદાન કરાવવા લઈ જવાય છે. આ ઉંમરે પર હીરાબા જુવાનોને શરમાવે તેવા જુસ્સાથી લાકડીના ટેકે મતદાન કરવા જાય છે.

મહત્વનું છે કે,આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન થશે. જેને લઈને તંત્ર દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આજે ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM ડિસ્પેચિંગની કામગીરી કહાથ ધરવામાં આવશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રાજકોટમાં એક સાથે 75 હજારથી વધુ લોકોએ હનુમંત જન્મોત્સવની કરી ઉજવણી..

Sanskar Sojitra

દુબઈ સ્થિત ચાઈનીઝ કંપનીને ગેરકાયદેસર રીતે ભારતના પ્રિએક્ટિવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ,192 કાર્ડ સાથે બે પકડાયા

KalTak24 News Team

BIG BREAKING: રાહુલ ગાંધીને કોઈ રાહત નહીં, 2 વર્ષની સજા પર સ્ટે અંગેની અરજી હાઈકોર્ટે ફગાવી

KalTak24 News Team