May 18, 2024
KalTak 24 News
Gujarat

BIG BREAKING: રાહુલ ગાંધીને કોઈ રાહત નહીં, 2 વર્ષની સજા પર સ્ટે અંગેની અરજી હાઈકોર્ટે ફગાવી

Rahul gandhi latest news
  • હાઈકોર્ટ રાહુલ ગાંધીની અરજી ફગાવી
  • રાહુલ ગાંધી સામે માનહાનિ કેસ થયો છે
  • આ રાજકીય બાબતનો મહત્વનો ચુકાદો : HC

Defamation Case Latest News, Rahul Gandhi In Gujarat High Court: મોદી સરનેમ પર આપેલા નિવેદન મામલે રાહુલ ગાંધી(Rahul Gandhi Judgement)ને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે માનહાનિ મામલામાં સજા પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. સાથે જ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર પુનર્વિચાર અરજીને પણ રદ કરી છે. હાઈકોર્ટે(Gujarat High Court) સુરતની નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. હવે રાહુલ ગાંધી પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ છે.

રાહુલની અરજી ફગાવતા હાઈકોર્ટે શું કહ્યું?

ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે કોર્ટનો દોષિત ઠેરવવાનો આદેશ યોગ્ય છે, તે આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી અરજી ફગાવી દેવામાં આવે છે. કોર્ટે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી સામે ઓછામાં ઓછા 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધી હવે 2024ની લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં અને ન તો તેઓ સંસદ સભ્ય તરીકેના તેમના દરજ્જાના સસ્પેન્શનને રદ કરવાની માંગ કરી શકશે. રાહુલ ગાંધી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. રાહુલની લોકસભાની સદસ્યતા પહેલા જ જતી રહી છે.

સમાજનો અન્યાય સહન નહીં કરી લેવાયઃ પૂર્ણેશ મોદી
કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રૂમની બહાર વિરોધ કરવામાં આવ્યો હતો, જેના પર પૂર્ણેશ મોદીએ જવાબ આપ્યો હતો કે, કોર્ટના ચુકાદા પર ભરોસો રાખવો જોઈએ. માત્ર રાજકીય રંગ ન આપો, આ રાજકીય નહીં સામાજિક લડાઈ છે. સમાજનો અન્યાય સહન નહીં કરી લેવાય. પૂર્ણેશ મોદીના વકીલ હર્ષિત ટોળિયાએ જણાવ્યું હતું કે, આજે ચુકાદો આવ્યો છે, જેમાં નીચલી કોર્ટના ચુકાદામાં કોઈ હસ્તક્ષેપ કરવામાં આવ્યો નથી. નીચલી કોર્ટનો ચુકાદો બરાબર હોવાનું કોર્ટે નોંધ્યું છે. તેમની સામે 10 જેટલા આવા ગુના નોંધાયા છે જે હજી પેન્ડિગ છે.

રાહુલ ગાંધીને દબાવી શકશો નહીં, લડાઈ અમે લડીશુંઃ અમિત ચાવડા
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં માને છે તેવા લોકોને દુઃખ થાય એવો નિર્ણય આજે આવ્યો છે, અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.રાહુલનો અવાજ દબાવવા પ્રયાસ કરાયો છે. વિવિધ જગ્યાએ માનહાનિના કેસો કરવામાં આવ્યા છે. એક બાદ એક ચુકાદા આપવામાં આવી રહ્યા છે કે લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે. દેશના અન્યાયો પર અવાજ ઉઠાવ્યો અને સાંસદમાં અવાજ ન ઉઠાવે એના માટે માનહાનિના કેસો કરવામાં આવ્યા છે. જૂના ચુકાદા હોવા છતાં પણ કોઈના દબાણમાં આવીને આવા ચુકાદા આપવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીને દબાવી શકશો નહીં, લડાઈ અમે લડીશું.

મોદી વિશે વાત કરી હતી, કોઈ સમાજ વિશે નહીંઃ બાબુ માંગુકિયા
કોર્ટ રૂમની તમામ બેઠક ભરાઈ ગઈ હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા અને શૈલેષ પરમાર કોર્ટ રૂમમાં હાજર રહ્યા હતા. જ્યારે ચુકાદા પહેલાં કોર્ટ પહોંચેલા રાહુલ ગાંધીની લીગલ ટીમના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે ચુકાદો ખૂબ મહત્ત્વનો છે. રાહુલ ગાંધીની સજા પરનો સ્ટેની માગ કરી છે. હાઇકોર્ટ સજા પર સ્ટે યથાવત્ રાખે તો અમે સુપ્રીમ કોર્ટ જઈશું, રાહુલ ગાંધીએ મોદી વિશે વાત કરી હતી, કોઈ સમાજ વિશે નહીં

સુરત કોર્ટે ચુકાદો આપ્યો હતો

સુરત કોર્ટે 2019માં મોદી અટક અંગે રાહુલ ગાંધીની ટિપ્પણીના કેસમાં 23 માર્ચે ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને કલમ 504 હેઠળ બે વર્ષની જેલની સજા ફટકારી છે. જો કે કોર્ટે નિર્ણયને અમલમાં મૂકવા માટે થોડા દિવસનો સમય પણ આપ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ આપવામાં આવ્યા હતા. સુરતની કોર્ટે મોદી અટક સંબંધિત ટિપ્પણીને લગતા માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ રાહુલે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું

રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારતા લોકસભા સચિવાલય દ્વારા જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. રાહુલ કેરળના વાયનાડથી સાંસદ હતા.  લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેમનું સભ્યપદ રદ કરવામાં આવે છે. આ સાથે જ સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બની જાય છે.

 

Related posts

PM મોદીના માતાને દેશના કરોડો લોકોએ શ્રદ્ધાંજલી પાઠવી

KalTak24 News Team

જામનગર: બોરવેલમાં ફસાયેલી રોશની આખરે જિંદગી સામે જંગ હારી ગઈ,20 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ બહાર કઢાયો મૃતદેહ

KalTak24 News Team

સુરત/ દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સની 983 ઓફિસમાં કુંભ ઘડાની થશે સ્થાપના,5 હજારથી વધુ લોકો સહભાગી થશે

KalTak24 News Team