May 18, 2024
KalTak 24 News
Politics

ELECTION BREAKING : પરેશ ધાનાણી સાઈકલ પર ગેસનો બાટલો લઈને મતદાન કરવા નીકળ્યા,જુઓ વિડિયો

dhanni

અમરેલી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. જેમાં 89 બેઠકો પર 788 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે અનોખા અંદાજમાં મતદાન કરવા માટે નીકળ્યા હતા. દેશમાં ગેસના બાટલાની વધતી કિંમતોના પ્રતિક રૂપે તેઓ ગેસના બાટલા સાથે સાઈકલ લઈને ઘરેથી નીકળ્યા હતા.

 

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વોટ કરવા અપીલ કરી
બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતના તમામ ભાઈ-બહેનોને અપીલ છે કે, વોટ કરે, રોજગાર માટે, સસ્તા ગેસ સિલિન્ડર માટે, ખેડૂતોના દેવા માફી માટે. ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ટ માટે, મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકતંત્રના આ પર્વને સફળ બનાવો.

 

ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. આજે 2.39 કરોડ મતદારો 25,430 મતદાન મથકો પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 5.74 લાખ જેટલા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો,પાર્ટી નેતા અને ધારદાર પ્રવક્તા ગૌરવ વલ્લભે આપ્યું રાજીનામું,જણાવ્યું આ કારણ

KalTak24 News Team

હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં 12 નવેમ્બર ચૂંટણી, 8 ડિસેમ્બરે પરિણામ

KalTak24 News Team

લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર:આવતીકાલે જાહેર કરાશે લોકસભા ચૂંટણીની તારીખો, બપોરના 3 કલાકે યોજાશે પ્રેસ કોન્ફરન્સ

Sanskar Sojitra