પોલિટિક્સગુજરાત
Trending

BREAKING NEWS : વિરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ લાગ્યા બેનરો,બેનરો માં શું લખવામાં આવ્યું છે ?

  • વિરમગામમાં હાર્દિક પટેલનો આખરી ઘડીએ વિરોધ
  • પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે પોસ્ટરો લગાવાયા
  • ‘શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં’નો ઉલ્લેખ

અમદાવાદ(Ahmedabad):ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે અને આવતીકાલે બીજા તબક્કાની 93 બેઠકો માટેનું મતદાન યોજાવાનું છે. ત્યારે હવે ચુંટણીની છેલ્લી ઘડીએ રાજકીય ખેલ જામ્યો છે. એવામાં વિરમગામમાં ઠેર-ઠેર હાર્દિક પટેલ(Hardik Patel) ની વિરુદ્ધના પોસ્ટરો(Poster) લગાવી દેવામાં આવ્યા છે. બીજા તબક્કાના મતદાન પહેલા વિરમગામ(Viramgam) માં ફરી પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan) નો મુદ્દો ઉછળતા રાજકારણ ગરમાયું છે. આપને જણાવી દઈએ કે, ભાજપે હાર્દિક પટેલને વિરમગામથી ઉમેદવાર બનાવ્યા છે. 

HARDIK 08 02jpg

હાર્દિક પટેલની વિરુદ્ધના પોસ્ટરો વિરમગામમાં લાગ્યા

એક તરફ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ ચૂંટણીની છેલ્લી ઘડીએ વિરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ લગાવવામાં  આવ્યા છે. આ જુદા જુદા બેનરમાં હાર્દિક પર પ્રહારો કરવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે લોહીનો ના થાય એ કોઈનો ના થાય. શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં.  ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં, ગમે તે જીતે હાર્દિક હારવો જોઈએ, હાર્દિક જાય છે, જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરા, 14 પાટીદારોનો હત્યારો જનરલ ડાયર કોણ છે?  આમ ચૂંટણી પહેલા વિરમગામમાં બેનર પોલિટીક્સ ગરમાયું છે. બેનર પર પાટીદાર આંદોલન સમિતિ લખવામાં આવ્યું છે. 

HARDIK 08 01jpg

વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે હાર્દિક પટેલ
આવતીકાલે વિરમગામ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે. જેમાં ભાજપે પાટીદાર અનામત આંદોનના નેતા હાર્દિક પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે લાખાભાઈ ભરવાડને રિપીટ કર્યા છે. તો આમ આદમી પાર્ટીએ વિરમગામથી અમરીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. હાર્દિક પટેલનું નામ જાહેર થયા બાદ તેઓ મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી. તેઓએ તેમના મત વિસ્તારમાં ઠેર-ઠેર સભાઓ ગજવી હતી. હાર્દિક પટેલનો ચૂંટણી પ્રચાર કરવા માટે ભાજપના દિગ્ગજો મેદાનમાં ઉતર્યા હતા. હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાના લોકો સ્વીકારે છે કે નહીં, તે જોવાનું રહેશે. 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button