September 20, 2024
KalTak 24 News
GujaratReligion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ફુલો અને ફળોનો શણગાર અને અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તોએ કર્યા દર્શન..,જુઓ ફોટોઝ

Flowers and Fruits and Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

Fruit Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos:વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિતે તારીખ 03-08-2024 સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા અને 7:00 કલાકે શણગાર આરતી ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી-વડતાલધામ દ્વારા કરવામાં આવી હતી. 

Flowers and Fruits and Annakut Decoration Sarangpur Hanumanji Mandir PhotosFlowers and Fruits and Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

200 કિલો ફુલ સાથે 500 કિલો વિવિધ ફળનો શણગાર

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસને ગુલાબ, ઓર્કિડ સહિત 7:00 કલાકે દાદાને સફરજન,કેળા,અનાનસ, મોસંબી,નારંગી વિગેરે ફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતો.જેનો લ્હાવો હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

Flowers and Fruits and Annakut Decoration Sarangpur Hanumanji Mandir PhotosFlowers and Fruits and Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શનિવાર નિમિત્તે દાદાના સિંહાસને વિશેષ શણગાર કરાયો છે. જેમાં 200 કિલો ગુલાબ અને ઓર્કિડ સહિતના ફુલ સાથે 500 કિલો વિવિધ ફળનો શણગાર કરાયો છે. આ ફુલ અને ફળ વડોદરા અને અમદાવાદથી મંગાવ્યા છે. આ શણગાર કરતા 6 સંત, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત આજે દાદાને 1008 કેળાનો પણ અન્નકૂટ કરાયો છે.

Flowers and Fruits and Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

 

Group 69

 

 

Related posts

VNSGU ની સેનેટની ચૂંટણીનો ધમધમાટ શરુ, પહેલી વાર સેનેટની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે

KalTak24 News Team

સુરતમાં ડાયમંડ બુર્સનો ઝળહળાટ,ડાયમંડ, ગોલ્ડ અને સિલ્વરમાંથી બની અદ્ભુત પ્રતિકૃતિ બનાવી, 2 કિલો પંચધાતુ અને 7 હજાર ડાયમંડનો ઉપયોગ કરાયો,VIDEO

KalTak24 News Team

Pre-Monsoon Rain: અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ,ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી