Sarangpur Hanuman Jayanti 2025: આગામી 12 તારીખે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. આ માટે દેશના નાના મોટા સહિત તમામ હનુમાન મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ મંદિરે પણ ગુજરાતનો સૌથી મોટો હનુમાન જન્મોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાશે. આ માટે મંદિરના સંતો, ભક્તો અને પાર્ષદો તૈયારી કરી રહ્યા છે.
આગામી 11 અને 12 એપ્રિલના રોજ પૂર્ણિમા, શનિવાર અને હનુમાન જયંતિના મહાસંગમે સાળંગપુરધામ ખાતે ઐતિહાસિક હનુમાન જયંતિ ઉજવાનો ભવ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે.આ ઐતિહાસિક હનુમાન જન્મોત્સવમાં 54 ફૂટના કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની ભવ્ય સમૂહ આરતી, ભવ્ય રાજોપચાર, અન્નકૂટ અને મહાસંધ્યા આરતી જેવા અનેક પ્રસંગોમાં આચાર્ય શ્રી રાકેશપ્રસાદદાસજી તથા શ્રી હરિપ્રકાશદાસજીસ્વામી અને વડીલ સંતોના આશિર્વાદ પ્રાપ્ત થશે.આ માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
11 એપ્રિલ, શુક્રવારે યોજાનારા કાર્યક્રમ
રાજોપચાર પૂજન (સમય : સવારે 07:30 કલાકે)
- 1008 કીલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક
- પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થશે
ભવ્ય કળશયાત્રા (સમય : બપોરે 04:00 કલાકે)
- દાદાના મહાભિષેક માટે લઈ જવાતું સુવર્ણ કળશમાં સપ્તસિંધુનું પવિત્ર જળ
- પંચમુખી હનુમાનજી મહારાજ કળશયાત્રાની મુખ્ય ઉત્સવમૂર્તિ રૂપે દર્શન આપશે.
- સંતોની ઉપસ્થિતિ ભક્તોને દર્શન આપશે.
- 4 હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થશે.
- હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરશે.
- 251 પુરુષ-મહિલા ભક્તો સાફા ધારણ કરી દાદાને રાજી કરશે.
- 108 બાળકો દાદાના વિજયી ધ્વજને લહેરાવશે.
- આફ્રિકન સિદ્દી ડાન્સ જબરજસ્ત આકર્ષણ જમાવશે
- ડી. જે. નાસિક ઢોલ, બેન્ડવાજા વગેરે સંગીતની ટીમો ભક્તોને મંત્રમુગ્ધ કરશે.
- દેશી ઘોડા ગાડી આકર્ષણ જમાવશે
- 251 કિલો પુષ્પ અને 25000 ચોકલેટ સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવશે.
કિંગ ઓફ સાળંગપુર સમુહ આરતી (સમય : રાત્રે 08:30 કલાકે)
- હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થીતીમાં આરતી થશે.
- ઐતિહાસિક આતશબાજીથી કિંગ ઓફ સાળંગપુરનું સ્વાગત કરવામાં આવશે.
રાત્રે જીગરદાન ગઢવીનો લાઈવ કોન્સર્ટ (સમય : રાત્રે 09:00 કલાકે)
રાત્રે 9 કલાકે ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી દ્વારા ડાન્સ વીથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે અને કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઈવ કોન્સર્ટ યોજાશે.
12 એપ્રિલ, શનિવારે યોજાનારા કાર્યક્રમ
મંગળા આરતી (સમય : સવારે 05:00 કલાકે)
- આતશબાજીથી શ્રી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવશે
શણગાર આરતી (સમય : સવારે 07:00 કલાકે)
- કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપશે
ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ (સમય : સવારે 07:30 કલાકે)
- 51,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે.
- 250 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી જે તાલે જૂમી ઉઠશે
સમુહ મારુતી યજ્ઞ (સમય : સવારે 07:00 કલાકે)
- યજ્ઞની ધુમ્રસેરમાં પ્રગટતી પવિત્રતા અને વૈદિક મંત્રોની ઉર્જાનો સંચાર થશે.
- પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી સમૂહ યજ્ઞવિધિમાં લાભ આપશે.
- 1000 થી વધારે ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે.
મહા અન્નકૂટ (સમય : બપોરે 11:00 કલાકે)
મહા અન્નક્ષેત્ર
- દર્શને આવનાર તમામ ભક્તો માટે 10 કલાકે મહાપ્રસાદ પ્રારંભ થઈ જશે.
મહા સંઘ્યા આરતી (સાંજે 07:00 કલાકે)
- હજારો દિવડાઓ દ્વારા સામુહિક કષ્ટભંજન દેવની સંતો – ભક્તો દ્વારા સામુહિક આરતી કરવામાં આપશે.
આ વૈવિધ્યસભર મહોત્સવમાં દાદાના દર્શન કરવા તમામ ભક્તજનોને પરિવાર અને મિત્રમંડળ સાથે પધારવા કોઠારીશ્રી વિવેકસાગરદાસજીએ ભાવભીનું આમંત્રણ પાઠવેલ છે.
ધાર્મિક રિપોર્ટ : સંસ્કાર સોજીત્રા
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube