ગુજરાત
Trending

સુરતના સરથાણા શ્યામધામ મંદિર પાસે આંગડિયામાં એક કરોડથી વધુના ડાયમંડ પાર્સલની લૂંટ,વલસાડ LCBએ ગણતરીના કલાકોમાં કરી આરોપીઓની ધરપકડ

Surat News: ગુજરાત આંગડિયા પેઢીમાં બંદૂક અને ધારિયા સાથે ધસી આવેલા 4 થી 5 લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા

Surat News: અવારનવાર ચોરીઓ થવાની ઘટના સામે આવતી હોય છે. ચોરોને કોઈ પ્રકારે ખાખીનો ડર રહ્યો નથી તેવું દેખાઈ રહ્યું છે. ડાયમંડનગરી સુરતના સરથાણામાં શ્યામધામ મંદિર પાસે આંગડિયામાં એક કરોડથી વધુના ડાયમંડ પાર્સલની લૂંટથી ચકચાર મચી ગઈ હતી,મળતા અહેવાલ પ્રમાણે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાનું સામે આવ્યું છે. આંગડિયા પેઢીનો કર્મચારી કરોડોની કિંમતના હીરાની બેગ લઈને નીકડ્યો હતો ત્યારે જ આરોપીઓએ તેને આંતરીને બંદૂકની અણીએ લૂંટીને ફરાર થયા હતા.

Surat: A diamond parcel worth more than one crore was looted in Angadia near Sarthana Shyamdham temple. સુરતઃ સરથાણા શ્યામધામ મંદિર પાસે આંગડિયામાં એક કરોડથી વધુના ડાયમંડ પાર્સલની લૂંટથી ચકચાર

મળતી માહિતી મુજબ, સરથાણા વિસ્તારમાં વહેલી સવારે લૂંટની ઘટના બની છે. જેને પગલે સરથાણા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોની કિંમતના હીરાના બેગની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થયા બંદૂકના નાળચે લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ સરથાણ પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ તંત્ર ફૂલ એક્શન મોડમાં આવ્યું હતું. હીરા ભરેલી બેગમાં લાગેલા જીપીએસ સિસ્ટમ અને પોલીસની સંયુક્ત ટીમોના પ્રયાસથી લૂંટારુઓ ઝડપી પાડવામાં સફળતા મળી છે. વલસાડ જિલ્લા એલસીબી અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વલસાડ નજીકથી ચારથી વધુ લૂંટારુઓની ધરપકડ કરી છે.

3 1693720531

ઉલ્લેખનીય છે કે હીરાની બેગમાં લાગેલા જીપીએસ સિસ્ટમ અને પોલીસની સંયુક્ત ટીમોના પ્રયાસથી લૂંટારુઓ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. વલસાડ જિલ્લા એલસીબી અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વલસાડ નજીકથી ચારથી વધુ લૂંટારુઓની કરી ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. કરોડોની કિંમતના તમામ હીરાનો મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે આરોપીઓ ઇકો કારમાં લૂંટ કરવા આવ્યા હતા. લૂંટની ઘટના બનતા તમામ જિલ્લાની પોલીસને એલર્ટ કરાઈ હતી.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી X પર પોસ્ટ કરતા લખ્યું કે, “સતર્કતા, સુરક્ષા અને સમય સૂચકતા ગુજરાત પોલીસની ઓળખ છે.” સુરતમાં થયેલ હીરાની લૂંટની ઘટના બાદ આરોપીઓને માત્ર 3 કલાકના સમયગાળા અંતર્ગત સુરત અને વલસાડ પોલીસે પકડી પાડી, ચોરી કરાયેલો સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સફળતા બદલ પોલીસ ટીમને હાર્દિક અભિનંદન.

4 1693720791

ભોગ બનનાર આંગડિયા પેઢીના કર્મચારીએ જણાવ્યું હતું કે, વહેલી સવારે રસ્તામાં અમારી ઇકો કાર ઊભી હતી અને સામાન ભરી રહી હતી. આ દરમિયાન સામેથી બીજી ઇકો કાર આવી હતી. જેમાંથી ચારથી પાંચ જેટલા લૂંટારા બંદૂક અને ધારિયા જેવાં હથિયારો લઈને ઊતર્યા હતા. બાદમાં અમારી પાસે આવીને કારમાં તોડફોડ કરી કારમાં રહેલો તમામ માલ-સામાન અને રૂપિયા લઈને ભાગી ગયા હતા.

 

આ પણ વાંચો :-

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button