Maha kumbh Mela 2025 : ગુજરાત રાજ્ય સરકારે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં પવિત્ર મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા પ્રયાગ રાજ જાય છે, ત્યારે ટુરિઝમ અને GSRTC બસ – Volvo રોજ આવવા જવાની વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે.
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ગુજરાત ટુરિઝમ અને ગુજરાત વાહન વ્યવહાર વિભાગે નિર્ણય કર્યો છે. દરરોજ વોલ્વો બસ શરૂ કરાશે. 27 મી જાન્યુઆરી વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતેથી બસને લીલી ઝંડી આપશે. 144 વર્ષમાં માત્ર એકવાર આ પર્વ આવે છે. સરળતાથી યાત્રા અને ઓછી કિંમતે લોકો જઈ શકે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે
મુખ્ય મંત્રી શ્રી @Bhupendrapbjp નો સકારાત્મક નિર્ણયટૂરિઝમ વિભાગ અને GSRTC નો સંયુક્ત પ્રયાસ
ગુજરાતથી દરરોજ એક એ.સી. વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડશે
૩ રાત્રિ / ૪ દિવસનું પેકેજ, પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ.… pic.twitter.com/YaBbkRaMfL
— Harsh Sanghavi (@sanghaviharsh) January 24, 2025
મહાકુંભમાં અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે દોડશે બસ
આ સમગ્ર બાબતે માહિતી આપતા માર્ગ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે મહાકંભમાં ભાગ લેવા દરરોજ નવી એસી વોલ્વો બસ દોડાવવામાં આવશે. મહાકુંભ માટે દોડતી બસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને ત્રણ રાત્રિ 4 દિવસનું પેકેજ આપવામાં આવશે. 27 જાન્યુઆરીએ CM ગાંધીનગરથી લીલીઝંડી આપશે. જેના બાદ વોલ્વો બસ દ્વારા પ્રયાગરાજ પંહોચવું સરળ બનશે. પ્રવાસીઓ ફ્કત રૂ.8100ના પેકેજમાં પ્રયાગરાજના મહાકુંભ મેળાનો લાભ લઈ શકશે. આ પેકેજમાં તેમણે શિવપુરીમાં રાત્રિ રોકાણ કરવાનું રહેશે.આ માટે પ્રવાસીઓએ પહેલા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવું પડશે.ખાસ કરીને શ્રદ્ધાળુઓએ સૂચનાઓ જોઈને જ ટિકિટ કરાવવી.‘પાર્કિંગથી કુંભ સ્થાન અને બાદમાં ચાલવાનું વધારે હોવાથી જે લોકો વધુ ચાલી ના શકતા હોય તેમણે ધ્યાન રાખવું. વોલ્વો બસમાં ટ્રાવેલિંગ સમય વધુ છે. પ્રયાગરાજ પંહોચ્યા બાદ પ્રવાસન વિભાગમાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત જેમ રહેવાની વ્યવસ્થા વધશે તેમ બસની સંખ્યામાં વધારો કરવામાં આવશે તેમ જણાવ્યું.
શિવપુરી ખાતે કરશે રાત્રી રોકાણ
પેકેજનું ઓનલાઈન બુકીંગ કરાવી શકાશે
પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ છે. યાત્રાળુઓની સંખ્યા સતત વધી રહી છે, દરરોજ લાખો લોકો સ્નાન કરવા અને આધ્યાત્મિક પુણ્ય મેળવવા માટે પ્રયાગરાજ પંહોચી રહ્યા છે.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube