Shree Hanuman Chalisa Yuva Katha,Surat: સુરતના સરથાણામાં સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી વ્યાસપીઠ પરથી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું ભક્તોને કહી રહ્યા છે. આ કથાનું લાખો ભક્તો શ્રવણ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે એટલે કે, 31 ડિસેમ્બરે હનુમાનજન્મોત્સવ યોજાયો હતો. જેમાં હરિપ્રકાશ સ્વામીએ ત્યાં હાજર લાખો ભક્તોને ભક્તિનું ઘેલું લગાડ્યું હતું અને નવા વર્ષની પારંપરિક ભારતીય સંસ્કૃતિ સહિત ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવી હતી. જેમાં અંદાજે 1 લાખથી વધુ ભક્તો હનુમાનજીની ભક્તિમાં તલ્લિન થઈને ઝૂમ્યા હતા. આમ પાશ્ચાત્ય સંસ્કૃતિને ભૂલીને યુવાઓ અને લોકોએ ભારતીય સંસ્કૃતિ અનરૂપ ભક્તિમય વાતાવરણમાં નવાં વર્ષને વધાવ્યું હતું.
શ્રીહનુમાન ચાલીસા યુવા કથામાં સૌપહેલાં સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી તથા સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સૌ પહેલાં રાષ્ટ્રગીતનું ગાન કરાયું અને આ પછી હનુમાનજી દાદાની આરતી પછી કથા શરૂ થઈ હતી. આ કથાના મધ્યાંતરમાં હનુમાન જન્મોત્સવ શરૂ થયો હતો. જેમાં દાદાને 151 કિલોની કેક, 2000 કિલો ચોકલેટ-કેટબરી અને 108 કિલો પુષ્પવર્ષાથી દાદા પર કરવામાં આવી હતી.
આ દરમિયાન કથામાં હાજર ભક્તો ભારતીય સંસ્કૃતિને વળગી રહ્યા અને ભક્તિમય માહોલમાં હનુમાનજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા. મોડી રાત સુધી ભક્તોએ દાદાની ભક્તિ કરી હતી અને ભક્તિ ગીતો સાથે ઝૂમ્યા હતા. ગત રાત્રે હકડેઠઠભીડ કથામાં જોવા મળી હતી.
જુઓ વિડિયો:
View this post on Instagram
હનુમાનજન્મોત્સવની વિશેષતા
- 151 કિલોની કેક દાદાને ધરાવવામાં આવી.
- સમગ્ર સભામંડપ 500 કિલો ફુલો અને ફુગ્ગાથી સજાવ્યો હતો.
- 2000 કિલો ચોકલેટ-કેટબરી દાદાને ધરાવવામાં આવી હતી.
- 108 કિલો પુષ્પવર્ષાથી દાદા, સંતો ભકતોને વધાવવામાં આવ્યા હતા.
- દાદાને ભવ્ય ફલકૂટ ધરાવવામાં આવ્યો હતો.
- અનેક પ્રકારના હનુમાનજી અને વાનર સેનાના દર્શન થયા હતા.
- D.J. ના તાલે યુવાનો હનુમાન ભક્તિમાં થનગનાટ કર્યો હતો.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube