November 21, 2024
KalTak 24 News
Entrainment

Twinkle Khanna/ ટ્વિંકલ ખન્ના સાથે ફોટો પડાવવાની ના પાડી, કહ્યું- જુનિયર સાથે પોઝ આપતી નથી

dimple-kapadia-refuses-to-get-clicked-with-daughter-twinkle-khanna-i-dont-pose-with-juniors

Dimple Kapadia: બોલિવૂડ કપલ અક્ષયકુમાર અને ટ્વિંકલ ખન્નાએ બુધવારે આયોજિત MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. તે ડિમ્પલ કાપડિયાની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘ગો નોની ગો’ના પ્રીમિયરમાં પહોંચી હતી. જો કે આ દરમિયાન ડિમ્પલે તેની પુત્રી ટ્વિંકલ સાથે પોઝ આપવાનો ઈન્કાર કરી દીધો છે. આટલું જ નહીં, પોતાની દીકરીને મજાકમાં ટ્રોલ પણ કરી હતી.

ડિમ્પલ કાપડિયા કેમ થઈ રહી છે ટ્રોલ?

જે વીડિયો વાઈરલ થઈ રહ્યો તેમાં, ફિલ્મ ‘ગો નોની ગો’ની સ્ક્રીનિંગ બાદ પાપારાઝીએ ડિમ્પલ કાપડિયાને તેની પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે પોઝ આપવા રિક્વેસ્ટ કરી હતી. જો કે, તેણે પોઝ આપવાની ના પાડતાં કહ્યું, “હું જુનિયર સાથે પોઝ આપતી નથી. ફક્ત સિનિયર લોકો સાથે પોઝ આપું છું.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ડિમ્પલ કાપડિયાના આ નિવેદને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. લોકો તેના વીડિયો પર કોમેન્ટ કરીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે મજાકમાં લખ્યું, હાહાહાહા કારણ કે જો તે જુનિયર સાથે પોઝ આપે છે તો તે વૃદ્ધ દેખાશે! અન્ય યુઝરે લખ્યું, બધા જયા બચ્ચન કેમ બની રહ્યા છે?

Latest and Breaking News on NDTV

મા-દીકરીનો સ્ટાઈલ લૂક

સામે આવેલા વીડિયોમાં ડિમ્પલ કાપડિયા સફેદ લૂઝ ડ્રેસ સાથે બ્રાઉન કલરનું શ્રગ સ્ટાઇલ જેકેટ પહેરેલી જોવા મળી હતી. ટ્વિંકલ ખન્નાએ આ ખાસ ઈવેન્ટ માટે પીળી અને ગોલ્ડન સાડી પહેરી હતી સાથે ગોલ્ડન જ્વેલરીમાં સ્ટાઈલ લૂક લાગતો હતો.

‘ગો નોની ગો’ ફિલ્મ ટ્વિંકલ ખન્નાએ પ્રોડ્યુસ કરી

‘ગો નોની ગો’ની વાત કરીએ તો મોમ ડિમ્પલની આ ફિલ્મ ટ્વિંકલ ખન્નાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં માનવ કૌલ અને આથિયા શેટ્ટી પણ છે. ડિમ્પલની વાત કરીએ તો, તે છેલ્લે શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં જોવા મળી હતી.

 

 

Advertisement
Advertisement

 

 

Group 69

 

 

Related posts

રણવીરસિંહનું નવું મૂવી’જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર રિલીઝ

KalTak24 News Team

સિદ્ધાર્થ શુક્લાના બર્થ ડે પર શહેનાઝ ગિલ થઇ ઇમોશનલ,આ ખાસ પોસ્ટ શેર કરી

KalTak24 News Team

OSCAR Award 2025: કિરણ રાવનું પૂર્ણ થયું સપનું,ઓસ્કાર 2025 માટે ‘લાપતા લેડીઝ’ ભારતની ઓફિશિયલ એન્ટ્રી

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..