December 3, 2024
KalTak 24 News
Gujarat

દાદાના દરબારનું ઐતિહાસિક નજરાણું,ભારતના અધ્યાત્મ જગતનું સૌથી વિશાળ યાત્રિક ભવન; સંતો ભક્તોના સમર્પણભાવનું મૂર્તિમંત સ્વરૂપ…

a-historical-overview-of-dadas-darbar-indias-largest-sri-gopalananda-swami-yatrik-bhawans-specialty-at-salangpurdham-botad-news

ચાલો… ઠાકોરજી, સદ્ગુરુ સંતો, ભક્તો અને મહેમાનોના સથવારે આ ઐતિહાસિક કાર્યક્રમને શુભ બનાવિએ…..

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણરજથી પવિત્ર થયેલું અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદસ્વામીનાં આશીર્વાદનું ધામ એટલે શ્રી સાળંગપુરધામ.

વહાલા ભક્તો તમને જણાવતા આનંદ થાય છે કે આસો વદ ચૌદશ, ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ એટલે પવિત્ર કાળીચૌદશ, કાળીચૌદશ એટલે હનુમાનજી મહારાજની ભક્તિ, ઉપાસના અને કૃપા મેળવાનો દિવસ.

શ્રી કષ્ટભંજનદેવ દાદાની અનહદ કૃપાથી અને ભક્તોના સાથ સહકારથી સાળંગપુરધામમાં દર્શને આવતા ભક્તોની સગવડને ધ્યાનમાં રાખી ૧૦૦૦ થી વધુ રૂમનું અત્યાધુનિક વિશાળ શ્રી ગોપાળાનંદસ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જેનું ઉદ્ઘાટન પવિત્ર કાળીચૌદશના શુભ દિને સવારે ૭ કલાકે પરમ પૂજ્ય ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી સકેશપ્રસાદજી મહારાજ એવં માનનીય શ્રી અમિત શાહ – માનનીય કેન્દ્રીય ગૃહ એવં સહકારીતા મંત્રી એવમ્ સંપ્રદાયના વડીલ સંતોના વરદ્ હસ્તે કરવામાં આવશે.

કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી – અથાણાવાળા, સાળંગપુરધામ દ્વારા તમામ ભક્તોને આ વૈવિધ્યસભર અને ઐતિહાસિક સમારોહમાં લાભ લેવા અને દાદાના દર્શન કરવા આપ સૌ ભક્તોને પરિવાર સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ.

શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની વિશેષતા

  • દાદાના દરબારનું ઐતિહાસિક નજરાણું…
  • ઇન્ડો રોમન સ્ટાઈલનું અદ્ભૂત નિર્માણ …..
  • 1000 થી વધારે રુમ –
  • 2500 કારનું વિશાળ પાર્કિંગ ધરાવતું 8 માળનું અત્યાધુનિક ભવન
  • 9,00,000 સ્કેવર ફીટથી વધારે બાંધકામ
  • 50,00,000 કીલો સ્ટીલનો ઉપયોગ
  • 2,25,000 લિટર પાણી સંગ્રહની ક્ષમતા
  • ગરમ પાણી માટે 9,000 લીટરનો હિટ પંપ
  • 42 RO વોટર પોઈન્ટની સુવિધા
  • દરેક રુમમાં સૂર્યપ્રકાશ મળી રહે તેવી સુવિધા
  • ગ્રીન બીલ્ડીંગ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ
  • દરેક રુમને બાલ્કની મળશે
  • 10 લીફટ, 6 સીડી, ફાયર સેફ્ટીની સુવિધા
  • રિસેપ્શન એરિયા: 12,500 સ્કવેર ફીટ, 75 ફીટ ઊઁચાઈ અને 110 ફીટ પહોળાઈ , યાત્રિક ભવન લંબાઈ 611 ફીટ, પહોળાઈ 275 ફીટ, ઊઁચાઈ 165 ફીટ
  • ઈન્ડિયન વેધર કન્ડિશન પ્રમાણે વિન્ડ ડિરેક્શનને ધ્યાનમાં રાખીને ભવન નિર્માણ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળગપુરધામ આયોજીત
નૂતન શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ઉદ્ઘાટન સમારોહ
તારીખ: 31 ઓક્ટોબર ૨૦૨૪, કાળીચૌદશ
સમય: સવારે ૭ કલાકે
આયોજક : પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી અથાણાવાળા – સાળંગપુરધામ
સ્થળ : શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન પરિસર, સાળંગપુરધામ

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

ભરૂચ GIDC માં કામ કરતાં યુવાનને જીવન ટુંકાવ્યું,ત્રણ પાનાની ધ્રુજાવી દેતી સુસાઈડ નોટ લખી,પોલીસે વધુ તપાસ હાથ ધરી

KalTak24 News Team

PAAS દ્વારા સુરતમાં આગામી 28 ઓગસ્ટે તિરંગા પદયાત્રા,ક્રાંતિ ચોકથી નીકળીને સરદાર પ્રતિમા માનગઢ ચોક ખાતે થશે સંપન્ન

Sanskar Sojitra

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી;જાણી લો કેવા રહેશે નિયમો

KalTak24 News Team
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News