મનોરંજન
Trending

સિદ્ધાર્થ શુક્લાના બર્થ ડે પર શહેનાઝ ગિલ થઇ ઇમોશનલ,આ ખાસ પોસ્ટ શેર કરી

મુંબઈ : આજે બિગ બોસ 13 ના વિનર, દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા(Sidharth Shukla)ની બર્થ એનિવર્સરી છે. જો તે આજે જીવતો હોત, તો તે તેનો 42મો બર્થ ડે ધામધૂમથી સેલિબ્રેટ કરી રહ્યો હોત. જો કે તે આજે પણ પોતાના ફેન્સના દિલોમાં ખાસ સ્થાન ધરાવે છે. જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાની બર્થ એનિવર્સરી પર તેની ખાસ ફ્રેન્ડ શહેનાઝ ગીલે(Shehnaaz Gill) તેના માટે એક પોસ્ટ લખી છે.

તમને જણાવી દઈએ કે બિગ બોસ 13ના શોમાં સિદ્ધાર્થ શુક્લા સાથે શહેનાઝ ગિલને ખૂબ પસંદ કરવામાં આવી હતી. શોમાં જોડાયા બાદ આ જોડી દરેકની ફેવરિટ બની ગઈ હતી. દરેકને તેમની જબરદસ્ત કેમિસ્ટ્રી અને મસ્તી-મજાક ખૂબ પસંદ કરવામાં આવ્યા. તેના ફેન્સ દ્વારા તેને ‘સિડનાઝ’નું નિકનેમ આપવામાં આવ્યું હતું પરંતુ કોઈને ખબર ન હતી કે તેના નસીબમાં કંઈક બીજું છે.

સિદ્ધાર્થ શુક્લાનું હૃદય હુમલાથી નિધન થયું હતું

સપ્ટેમ્બર 2021 માં સિદ્ધાર્થ શુક્લાનું અવસાન થયું જેણે ફેન્સને ચોંકાવી દીધા. શહેનાઝ ગિલ સંપૂર્ણપણે તૂટી ગઈ. શહનાઝને આ દુ:ખમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો અને તે ધીમે ધીમે આ આઘાતમાંથી બહાર આવી. શહેનાઝ ઘણીવાર સિદ્ધાર્થ શુક્લાને યાદ કરતી, તેના માટે પોસ્ટ શેર કરતી અને પોતાની લાગણી વ્યક્ત કરતી જોવા મળે છે. હવે સિદ્ધાર્થના બર્થ ડે પર પણ શહેનાઝે તેને ખાસ રીતે સેલિબ્રેટ કર્યો છે.

શહેનાઝની ખાસ પોસ્ટ

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)


શહેનાઝ ગિલે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરતા સિદ્ધાર્થ શુક્લાને યાદ કર્યો. પોતાની પોસ્ટના કેપ્શનમાં શહેનાઝે એન્જલ, વ્હાઇટ હાર્ટ ઇમોજી સાથે લખ્યું, હું તને ફરી મળીશ… આ સિવાય તેણે 12.12 લખ્યું.

ટીવીથી લઈને ફિલ્મોમાં કામ કર્યું

જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. સિદ્ધાર્થ ટીવી સિરિયલોથી લઈને ફિલ્મો, વેબ સિરીઝ અને રિયાલિટી શોમાં જોવા મળ્યો છે. સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર 2021ના રોજ મુંબઈ હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button