Vav Assembly By-Elections: બનાસકાંઠાના વાવ વિધાનસભા મતક્ષેત્રમાં પેટા ચૂંટણીની પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ છે. વાવ બેઠકને લઈને કોંગ્રેસે પોતાની ઉમેદવારની કોઈ જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે વાવ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. તેમના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર આ બેઠક પરથી જીત્યા હતા. ત્યારબાદ લોકસભામાં બનાસકાંઠા બેઠક પરથી તેઓ જીતતા વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. ત્યારે ચૂંટણીપંચે અહીં પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.
કોણ છે ગુલાબસિંહ રાજપૂત?
ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી શંકર ચૌધરી સામે તેમની હાર થઇ હતી. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત પાછળ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
વાવ બેઠક પર ક્યારે છે ચૂંટણી?
- નામાંકન તારીખ: 18 ઓકટોબર
- નામાંકન માટેની છેલ્લી તારીખ: 25 ઓકટોબર
- નામાંકન ચકાસણી: 28 ઓકટોબર
- નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 30 ઓકટોબર
- મતદાન તારીખ: 13 નવેમ્બર
- મતગણતરી: 23 નવેમ્બર
અભિનંદન અભિનંદન
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં શ્રી @GulabsinhRajput જી ને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ…#VoteForGulabsinh pic.twitter.com/3djPEBtw0j— Gujarat Congress (@INCGujarat) October 25, 2024
વાવ બેઠકનો ઇતિહાસ
1998થી 2022 સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો 1998માં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા. તો વર્ષ 2002માં પણ કોંગ્રેસ તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતએ ફરી જીતનો પરચમ લહેરાવ્યો હતો. જોકે, વર્ષ 2007માં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી. 2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો અને 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો. 2017 અને 2022માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube