Coldplay Concert 2025, Narendra Modi Stadium in Ahmedabad: વિશ્વના સૌથી ફેમસ બેન્ડ કોલ્ડપ્લે દ્વારા આજે અમદાવાદમાં એક શોની જાહેરાત કરવામાં આવી છે. બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના ‘મ્યૂઝિક ઓફ ધ સ્પીયર્સ’ વર્લ્ડ ટૂર હેઠળ ભારતમાં ચોથા કોન્સર્ટની જાહેરાત કરવામાં આવી છે. જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી, 2025ના રોજ આયોજીત કરવામાં આવશે.
બુક માય શો ડોટ લાઈવ દ્વારા X પર પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપવામાં આવી છે, જેમાં તેમને લખ્યું છે કે, ‘ભારતમાં કોલ્ડપ્લેનો ચોથો શો. 25મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર અમદાવાદ આવી રહી છે! ટિકિટનું વેચાણ 16મી નવેમ્બરે બપોરે 12 વાગ્યે શરૂ થશે.’
✨ 2025 AHMEDABAD DATE ANNOUNCED
The band will play their biggest ever show, at the Narendra Modi Stadium in Ahmedabad on 25 January, 2025.
Tickets on sale Saturday, 16 November at 12pm IST.
Delivered by DHL#MusicOfTheSpheresWorldTour pic.twitter.com/MpcKE5vZbe
— Coldplay (@coldplay) November 13, 2024
આ રીતે કરો કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ બુકિંગ
- BookMyShow વેબસાઇટ અથવા એપ્લિકેશન પર જાઓ.
- Coldplay Ahmedabad કોન્સર્ટ સર્ચ કરો.
- ઇવેન્ટની તમામ વિગતો વાંચો. (જેમ કે તારીખ, સમય, સ્થળ અને ટિકિટની કિંમતો તપાસો)
- ટિકિટની ઉપલબ્ધતા તપાસો (અહીં, ટિકિટના પ્રકાર General, VIP, etc. જેવા ઓપ્શન જોવા મળશે)
- હવે પસંદગીની સીટ પસંદ કરીને ‘Buy Now’ અથવા ‘Book Now’ પર ક્લિક કરો.
- હવે વિગતો ભરો.
- નામ, ઇમેઇલ અને ફોન નંબર એન્ટર કરો.
- ડિસ્કાઉન્ટ અથવા કૂપન કોડ અહીં એન્ટર કરી શકાય છે.
- હવે પેમેન્ટ કરો.
- પેમેન્ટ માટે (ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, UPI, વગેરે)નો ઉપયોગ કરી શકાય છે.
- પેમેન્ટ થયા પછી ઈમેલ/એસએમએસ દ્વારા ટિકિટ કન્ફર્મેશન અને ટિકિટની વિગતો મળશે.
- બુકિંગ કર્યા પછી ટિકિટ ડાઉનલોડ કરો અથવા સ્ક્રીનશોટ લો.
મુંબઈ પછી અમદાવાદમાં કોન્સર્ટ
આગામી તારીખ 18, 19 અને 21મી જાન્યુઆરીના રોજ મુંબઈમાં કોલ્ડપ્લેની ત્રણ કોન્સર્ટ યોજાવાના છે. તેની સાથે હવે અમદાવાદનો ઉમેરો થયો છે. મુંબઈમાં કોન્સર્ટની જાહેરાત થતાં જ ભારે ધસારાના કારણે અનેક લોકોને ટિકિટ મળી શકી નહોતી. ઓનલાઈન બુકિંગમાં લાખો લોકોનું વેઇટિંગ લિસ્ટ હતું. ટિકિટ ન મળતા અનેક ચાહકો નિરાશ થયા હતા.
(2/4) pic.twitter.com/dJcQRBAGWs
— BookMyShow.Live (@Bookmyshow_live) November 13, 2024
અમદાવાદમાં મ્યુઝિક રસિકોનું ઘોડાપૂર ઊમટશે, હોટેલ્સ હાઉસફુલ થઈ જશે
મુંબઈમાં ત્રણ શો હાઉસફુલ થઈ ગયા છે. તેની ટિકિટો લાખોમાં બ્લેકમાં વેચાઈ રહી છે. એ જ રીતે હવે અમદાવાદમાં કોન્સર્ટની જાહેરાત થતાં શહેરની હોટેલ્સ હાઉસફુલ થઈ જઈ શકે છે. આ શો જોવા માટે બીજા રાજ્યના લોકો પણ આવશે. મોદી સ્ટેડિયમમાં 1.25 લાખ જેટલી કેપેસિટી હોવાથી શહેરમાં મ્યુઝિક રસિકોનું ધોડાપૂર ઊમટે તેવી શક્યતા સેવાઈ રહી છે.
એક વ્યક્તિ વધુમાં વધુ 4 ટિકિટ જ ખરીદી શકશે
કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ ખરીદી માટે અમુક નિયમ બનાવવામાં આવ્યા છે. એક વ્યક્તિ વધુમાં વધુ 4 ટિકિટ જ ખરીદી શકશે. 4 કલાક કોન્સર્ટ ચાલશે. કોન્સર્ટમાં જતા પહેલાં હાથ પર એલઈડી બેન્ડ બાંધવામાં રહેશે, જે બહાર નીકળતી વખતે પાછો આપવો ફરજિયાત છે. કોન્સર્ટમાં મુખ્ય બે પ્રકારની ટિકિટ રહેશે. સીટ પર બેસીને તેમજ ઊભા ઊભા જોવા માટે અલગ અલગ ટિકિટ હશે. પણ શો દરમિયાન એકબીજી કેટેગરીમાં મૂવ કરી શકાશે નહીં.
(4/4) pic.twitter.com/GjoP2LD9nY
— BookMyShow.Live (@Bookmyshow_live) November 13, 2024
આ અંગે અમદાવાદ શહેરના અધિક પોલીસ કમિશનર (સેક્ટર-1) નીરજ બડગુજરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આ કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારા ગેસ્ટ તેમજ પ્રજાની સુરક્ષા અને પાર્કિગની વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવવામાં આવશે. ઉપરાંત દર્શકોની કીમતી ચીજવસ્તુ અને ખાસ કરીને મોબાઈલની ચોરી રોકવા માટે એન્ટિ મોબાઈલ થેફ્ટ સ્ક્વોડ ખડેપગે તૈનાત રહેશે.
ધ્યાન રાખવા જેવી વાત
સોશિયલ મીડિયા પર મચેલા હંગામા બાદ BookMyShow અને BookMyShowLive ના અધિકૃત હેન્ડલે એક નિવેદન બહાર પાડીને કોન્સર્ટમાં આવનારા લોકોને ગેરકાયદેસર ટિકિટિંગ પ્લેટફોર્મ પર ઓનલાઈન ટિકિટ કૌભાંડ અંગે ચેતવણી આપી. પોસ્ટમાં લખ્યું છે કે ‘ટિકિટ કૌભાંડથી પોતાને બચાવો. ભારતમાં કોલ્ડપ્લેના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુર 2025 માટે નકલી ટિકિટ વેચનારા અનાધિકૃત પ્લેટફોર્મના ઝાંસામાં ન આવો. અમારા ધ્યાનમાં આવ્યું છે કે અનાધિકૃત પ્લેટફોર્મ ભારતમાં કોલ્ડપ્લેના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુર 2025 માટે અધિકૃત વેચાણ પહેલા અને બાદમાં ટિકિટ સૂચિબદ્ધ કરી રહ્યા છે. આ ટિકિટ અમાન્ય છે.’
નિવેદનમાં લખ્યું છે કે ‘ભારતમાં ટિકિટ સ્કેલિંગ ગેરકાયદેસર છે અને કાનૂન દ્વારા દંડનીય છે. કૃપા કરીને તેનો ભોગ ન બનો. કારણ કે તમે નકલી ટિકિટ ખરીદી રહ્યા હશો. કૌભાંડથી બચો. BookMyShow ટિકિટ વેચાણ માટે એકમાત્ર અધિકૃત પ્લેટફોર્મ છે.’
કોલ્ડપ્લે શું છે જેણે ઈન્ટરનેટ જગતમાં તોફાન મચાવી દીધું છે?
આ બેન્ડનું લાઈવ પર્ફોર્મન્સ જોવા માટે આખી દુનિયામાં ક્રેજ જોવા મળી રહ્યો છે. આ બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સહિત 4 સભ્યો છે. ફિલ હાર્વે આ ગ્રુપનો મેનેજર છે.
કોલ્ડપ્લે બેન્ડની લંડનમાં શરૂઆત કરી, 7 ગ્રેમી એવોર્ડ જીત્યા
કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત વર્ષ 1997માં લંડનમાં થઈ હતી. ક્રિસ માર્ટિન, જોની બકલેન્ડ, ગાય બેરીમેન, વિલ ચેમ્પિયન અને ફિલ હાર્વે આ બેન્ડના સભ્યો છે. કોલ્ડપ્લેને 39 નોમિનેશનમાં 7 વખત ગ્રેમી એવોર્ડ મળ્યો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube