ગુજરાત
Trending

સુરત માં લિફ્ટમાં 15 વર્ષની તરુણીની છેડતી, ઇજનેર યુવકે અશ્લીલતાની હદ પાર કરી નાખી

સુરત(Surat) :ભણેલા ગણેલા અને સારી નોકરી કરતાં યુવાનો પણ વિકૃત વાસનાથી પીડાતા હોવાની પુરાવારૂપ ઘટનામાં સુરત શહેરના અડાજણના વિસ્તારમાં રહેતા અને રિલાયન્સ કંપનીમાં જુ. ઈજનેર તરીકે નોકરી કરતાં 27 વર્ષીય યુવાને લિફ્ટમાં 15 વર્ષીય તરૂણી સામે અશ્લીલ હરકત કરી હતી. આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે.

ભણેલા ગણેલા અને સારી નોકરી કરતાં યુવાનો પણ વિકૃત વાસનાથી પીડાતા હોવાની પુરાવારૂપ ઘટનામાં સુરત શહેરના અડાજણના વિસ્તારમાં બની છે. અડાજણમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં જૂનિયર ઈજનેર તરીકે નોકરી કરતાં 27 વર્ષીય યુવાને લિફ્ટમાં 15 વર્ષીય તરૂણી સાથે અશ્લીલ હરકત કરી હતી. આ આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ હરકતથી એપાર્ટમેન્ટના રહીશો રોષે ભરાયા હતા અને હવસખોરને પોલીસને સોંપ્યો હતો.

જુઓ વિડિયો : 

 

કિશોરીની એકલતાનો લાભ લઈ અશ્લીલ હરકત
આ ઘટના સોમવારે રાત્રે સાડા આઠથી રાત્રે પોણા નવ વાગ્યાના અરસામાં પ્રકાશમાં આવી હતી. આનંદ મહેલ રોડ ઉપર એક એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતી 15 વર્ષીય તરુણી ટિફીન લેવા નીચે જવા માટે લિફ્ટમાં પ્રવેશી હતી. તે વખતે આ તરૂણીના ફ્લેટની સામે રહેતો અને ખાનગી કંપનીમાં જૂનિયર ઇજનેર તરીકે નોકરી કરતો સાગર સુનિલ પટેલ (ઉ.વ.27) દોડીને લિફ્ટમાં ઘસી આવ્યો હતો.

સીસીટીવી આધારે ગુનો નોંધી યુવકની ધરપકડ કરાઈ.
સીસીટીવી આધારે ગુનો નોંધી યુવકની ધરપકડ કરાઈ.

યુવકે કિશોરીની સામે પેન્ટ ઉતાર્યું
યુવકે કિશોરીની સામે પેન્ટ ઉતારી અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું, જેને લઇ કિશોરી ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી. બાદમાં કિશોરીએ રડતાં રડતાં સમગ્ર હકીકત ઘરે જઈ તેનાં માતા-પિતાને કહી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં માતા-પિતાએ તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે કિશોરીનાં માતા-પિતાની ફરિયાદ લઈ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લિફ્ટના સીસીટીવી ચેક કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો

જે બાદ લિફ્ટના CCTV કેમેરામાં ચેક કરતાં તેમાં પણ આ યુવાનની હરકતો કેદ થઇ ગઇ હતી. નબીરાની હરકતથી રોષે ભરાયેલાં રહીશો મોડી રાત્રે અડાજણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજની ક્લિપ સાથે ફરિયાદ નોંધાવતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી યુવક ખાનગી મલ્ટિનેશનલ કંપનીમાં એન્જિનિયર છે.
આરોપી યુવક ખાનગી મલ્ટિનેશનલ કંપનીમાં એન્જિનિયર છે.

વિકૃત યુવક ખાનગી કંપનીમાં એન્જિનિયર
ખાસ કરીને મહિલાઓ કે બાળકીઓ સાથે છેડતી, બળાત્કાર જેવા કિસ્સાઓમાં ગુનેગારો શિક્ષિત વર્ગના હોતા નથી, પરંતુ અડાજણમાં કિશોરી સાથે છેડતીના આ બનાવમાં શિક્ષિત યુવક દ્વારા આવી હરકત કરવામાં આવી છે. અશ્લીલ હરકત કરનાર સાગર પટેલ ખાનગી મલ્ટિનેશનલ કંપનીમાં એન્જિનિયરની પોસ્ટ પર નોકરી કરી રહ્યો છે. તેના દ્વારા આવી અશ્લીલ હરકતો કરી છેડતી કરાતાં રોષ વરસાવવામાં આવી રહ્યો છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button