
ગુજરાત(Gujarat) : NCP નેતા રેશ્મા પટેલે(Reshma Patel) ગોંડલના ચિંતન સોજીત્રા સાથે સગાઈ કરી લીધી છે. આ અંગે તેમને ફેસબુક(Facebook) પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે રિંગ સેરેમની(Ring ceremony)ના ફોટો અને વીડિયો પણ શેર કર્યા છે. જેમાં તેમણે લખ્યું છે કે, મેં મારું લાસ્ટ નામ ચેન્જ કરવાનો નિર્ણય કરી લીધો છે. મારા જીવનમાં આવેલી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે.ત્યારે હાલ રેશ્મા પટેલ(Reshma Patel) ગોંડલ અથવા માણાવદર(Manavadar) બેઠક પરથી ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
કોણ છે રેશ્મા પટેલ?
NCP નેતા રેશ્મા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામના વતની છે. આ ગામ માણાવદર વિધાનસભામાં આવે છે. જોકે, તેમનો જન્મ મોસાળમાં ઉપલેટા પાસે આવેલ વાળાસારા ગામમાં થયો હતો. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. જોકે, તેમણે જીવનસંઘર્ષમાં ટકી રહેવા જૂનાગઢ અને અમદાવાદમાં નાની-મોટી નોકરીઓ પણ કરી હતી. આ ઉપરાંત એક તબક્કે મોડલિંગ પણ કર્યું હતું. જોકે, 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ તેઓ પાટીદાર નેતા(Patidar) તરીકે ઉભરી આવ્યા હતા અને બાદમાં 2017માં ભાજપમાં જોડાઈ રાજકારણની શરૂઆત કરી છે.
માણાવદરની વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઝંપલાવ્યુ હતું.
રેશ્મા પટેલ(Reshma Patel) નું નામ પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યું હતું. ધારદાર ભાષણથી હાર્દિક પટેલ સાથે સ્ટેજ પર જોવા મળેલા રેશ્મા પટેલ તેની સાથે પાટીદાર આંદોલનમાં સાથે રહ્યા હતા. પરંતુ હાર્દિક સાથે વાંધો પડતા 2017માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપ સામે પણ વાંધો પડતા તેમણે ભાજપનો છેડો ફાડ્યો હતો.
જુઓ ફોટાઓ:
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp