Jamnagar Royal Family: રાજ પરિવાર દ્વારા મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે જામ સાહેબના(Jam Saheb) વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા(Ajay Jadeja)નું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જામ રાજવી શત્રુશલ્યસિંહજીએ પોતાના વારસદારનું નામ જાહેર કરી દીધું છે. રાજવી પરિવારના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને વારસો સોંપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, જામ શત્રુશલ્યસિંહજીએ અજય જાડેજાને વારસદાર જાહેર કર્યા છે. 585 વર્ષ પૂર્વે જામ રાજવી જામ રાવળે કચ્છથી આવી જામનગર (નવાનગર)ની સ્થાપના કરી હતી. અજય જાડેજાના પિતા દોલતસિંહ જામનગરના સાંસદ રહી ચુક્યા છે. હવે રાજવી પરિવારનો વારસો અજય જાડેજા સંભાળશે.આ દરમિયાન શત્રુશૈલીસિંહજીએ કહ્યું કે, મને ખુશી છે કે અજય જાડેજા નવાનગરના નવા જામ સાહેબ હશે. મને લાગે છે કે આ જામનગરની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામનગરના છે અને નવાનગર રજવાડાના છે. તેઓ પહેલેથી જ જામ સાહેબ શત્રુશૈલીસિંહજીની નજીક હતા અને એવું માનવામાં આવતું હતું કે તેઓ નવા જામ સાહેબ હશે.
રાજવી પરિવારનો બહુ મોટો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતાં જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજે વિજયાદશમીની પૂર્વ સંધ્યાએ વારસદાર તરીકે અજયસિંહજી જાડેજાની જાહેરાત કરી છે. જામ રાજવી શત્રુશલ્યસિંહજીએ કહ્યું કે, “અજય પણ જામનગરની વહાલસોયા જનતાનું ખૂબ ધ્યાન રાખશે”.
જામનગરના રાજવી પરિવારની મોટી જાહેરાત
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામસાહેબના બન્યા વારસદાર
જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે કરી જાહેરાત#Jamnagar #AjayJadeja #JamShaheb pic.twitter.com/OS5nzQVAXU
— DD News Gujarati (@DDNewsGujarati) October 12, 2024
તેમના પત્રમાં શત્રુશૈલ્યસિંહજીએ જણાવ્યું હતું; દશેરાનો દિવસ એ દિવસ માનવામાં આવે છે કે, પાંડવોએ 14 વર્ષ પોતાના અસ્તિત્વને છુપાવી સફળતાપૂર્વક પૂર્ણ કરીને વિજય મેળવ્યો હતો. આજે દશેરાના દિવસે મને પણ તેવો જ આનંદ થાય છે. કારણ કે, મને એક મારી મુંજવણમાંથી ઉકેલ મળ્યો છે અને તેની સફળતા આપનાર અજય જાડેજા છે, જેમણે મારા વારસદાર થવાનું સ્વીકાર્યું છે. અજય જાડેજા જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે જામનગરની પ્રજા માટે ખરેખર વરદાનરૂપ છે.
વારિસનો ઇતિહાસ કેવો રહ્યો?
હાલના જામ સાહેબ શત્રુશૈલીસિંહજી નિઃસંતાન છે, આ કારણે તેમને તેમના વારસદારની પસંદગી કરવી પડી, જે તેમણે અજય જાડેજાના રૂપમાં કર્યું. જામ સાહેબ શત્રુશલ્ય સિંહજીના પિતા દિગ્વિજય સિંહ હતા જેઓ 33 વર્ષ સુધી જામ સાહેબ રહ્યા. તેમના કાકા રણજીતસિંહજીએ તેમને દત્તક લીધા હતા અને તેમના વારસદાર બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટની સ્થાનિક સ્પર્ધા રણજી ટ્રોફી જામ સાહેબ રણજીત સિંહના નામે રમાય છે.
અજય જાડેજા રણજીતસિંહજી અને દિલીપસિંહજીના પરિવારમાંથી આવે છે અને શુક્રવારે તેમને સત્તાવાર રીતે વારસદાર જાહેર કરવામાં આવ્યા હતા. મહાન ક્રિકેટર કેએસ રણજીત સિંહજી 1907 થી 1933 સુધી નવાનગરના શાસક હતા. રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી રણજીત સિંહ અને કેએસ દિલીપ સિંહના નામ પર રાખવામાં આવી છે. શત્રુશલ્ય સિંહજી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતા અને નવાનગરના મહારાજાનું બિરુદ મેળવનાર છેલ્લી વ્યક્તિ હતા.
જાણો કોણ છે અજય જાડેજા?
નોંધનીય છે કે, અજય જાડેજા ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ખેલાડી છે, જો કે, હાલ તેઓ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ મધ્યમ ક્રમાંકના બેટધર તથા જમણેરી ધીમી ગતિના ગોલંદાજ તરીકે ટીમમાં સામેલ થયા હતા. વધારે વિગતે વાત કરવામાં આવે તો, ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. જો કે, અજય જાડેજા રાજવી પરિવારનો વારસો સંભાળશે.
અજય જાડેજા ભારતીય ટીમનો ભાગ હતા
અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમનો ઉત્તમ ખેલાડી રહ્યા છે. તે 1992 થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતા અને ઉપ-કેપ્ટન પણ હતા. ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 ODI મેચ રમનાર 53 વર્ષીય અજય જાડેજા જામનગરના રાજવી પરિવારના વંશજ છે.મેચ ફિક્સિંગમાં તેમનું નામ આવ્યા બાદ તેમના પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2003માં દિલ્હી હાઈકોર્ટે તે પ્રતિબંધ હટાવી લીધો હતો પરંતુ તે પછી જાડેજા ક્રિકેટ રમી શક્યા ન હતા. તે IPLમાં અલગ-અલગ ટીમો માટે મેન્ટર હતા. તાજેતરમાં તેણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને કોચિંગ આપ્યું હતું.
જામનગરના શાહી વંશજ છે અજય જાડેજા
તેમના જન્મની વાત કરવામાં આવે તો, 1 ફેબ્રુઆરી 1971ના રોજ જામનગરના રાજવી પરિવારમાં અજય જાડેજાનો જન્મ થયો હતો. તેમનું આખું નામ અજયસિંહજી દૌલતસિંહજી જાડેજા છે અને તેઓ જામનગરના શાહી વંશજ છે. જામનગર અગાઉ નવાનગર તરીકે ઓળખાતું હતું, જ્યાં પૂર્વ સ્વતંત્ર ભારતમાં જાડેજા રાજવંશનું એક રજવાડું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube